શંકરાચાર્ય રચિત
વેદાંત-સિદ્ધાંત-સાર
“ઉપરતિ” શબ્દ નો અર્થ એ છે
કે-પૂર્વે અનુભવેલી વિષયાકાર વૃત્તિઓ થી અટકવું અને પાછા ફરવું.
આ અર્થ એ (વિષયાકાર)
વૃત્તિઓને લીધે બે પ્રકાર નો છે-મુખ્ય અને ગૌણ. (૨૦૫)
માનસિક વૃત્તિ (મનથી) “દૃશ્ય
પદાર્થો નો ત્યાગ” કરી દે,-એ “ઉપરતિ” નો મુખ્ય અર્થ છે.અને
“કર્મો નો ત્યાગ” કરી દે –એ
ગૌણ અર્થ છે.
આ કર્મ-ત્યાગ માં
(કર્મ-સંન્યાસમાં) “શ્રવણ” ને તેના અંગ તરીકે માન્યું નથી,
(એટલે કે સર્વ કર્મો ત્યજવા યોગ્ય
છે પણ શ્રવણ-રૂપ કર્મ કદી ત્યજવા યોગ્ય નથી)
(૨૦૬)
હરકોઈ પુરુષે,મુખ્ય વસ્તુ
(ઈશ્વર) સિદ્ધ કરવા માટે તેના અંગ નો (શ્રવણનો) આશ્રય તો કરવો જ જોઈએ,
અંગ વિના મુખ્ય સાધ્ય (ઈશ્વર)
સિદ્ધ થતું જ નથી. (૨૦૭)
સારી રીતે વૈરાગ્ય પામેલા
પુરુષે,આ લોક અને પરલોક ના વિષયોનું સુખ ત્યજી દેવું,તે જ સંન્યાસ છે,
પરંતુ જેને વૈરાગ્ય થયો ના
હોય,અને ઉપલક સંન્યાસ લીધો હોય,તો તે નિષ્ફળ (ખોટો) જ છે.
જેમ યજ્ઞ ના અનાધિકારી પાસે
યજ્ઞ કર્વ્યો હોય તો તે નિષ્ફળ છે-તેમ.
(૨૦૮)
સંન્યાસ લીધા
પછી,સંન્યાસીએ,પૂર્વના અનુભવેલા વિષયોનું સ્મરણ પણ ના કરવું જોઈએ,
કેમ કે જો તે,સ્મરણ કરે તો તે
સંન્યાસ થી ભ્રષ્ટ થાય છે ને લોકો માં તે નિંદા ને પાત્ર બને છે,(૨૦૯)
શ્રદ્ધા
ગુરૂ અને વેદાંત ના વાક્યો
ઉપર “આ સત્ય જ છે” આવી નિશ્ચયવાળી બુદ્ધિ એ “શ્રદ્ધા” કહેવાય છે.
અને આ શ્રદ્ધા એ મુક્તિ ની
સિદ્ધિ માં પ્રથમ કારણ છે. (૨૧૦)
શ્રદ્ધાવાળા સત્પુરુષો નો જ
હરકોઈ પુરુષાર્થ સિદ્ધ થાય છે-એમ કહેવાય છે.જયારે બીજા, શ્રદ્ધા વગરના પુરુષ નો
કોઈ પુરુષાર્થ સિદ્ધ થતો નથી. અને આ અભિપ્રાય થી વેદ પણ કહે છે કે-
“તને ઉપદેશેલા અતિ સૂક્ષ્મ
પરમાર્થ-તત્વ પર તુ શ્રદ્ધા રાખ”. (૨૧૧)
શ્રદ્ધા વિનાનો મનુષ્ય (સત્ય
ને પામવા માટેની) પ્રવૃત્તિ કરતો નથી,અને
પ્રવૃત્તિ નહિ કરનારને કોઈ
સાધ્ય (સત્ય-ઈશ્વર) ની સિદ્ધિ થતી નથી,
આવી અશ્રદ્ધા ને લીધે જ બધા જીવો નાશ પામે છે ને સંસાર-રૂપ સમુદ્રમાં ડૂબે છે.
(૨૧૨)