શંકરાચાર્ય રચિત
વેદાંત-સિદ્ધાંત-સાર
--અનેક હજારો જન્મો માં તપ
કરી ને જેણે ઈશ્વરને આરાધ્યા હોય,અને
--તે દ્વારા હૃદયમાં રહેલાં
સર્વ પાપો,જેનાં ધોવાઈ ગયાં છે,
--જે શાસ્ત્રો ને જાણતો
હોય--જેને સ્પૃહા (ઈચ્છા) રહી ના હોય--જે નિત્ય-અનિત્ય પદાર્થ ને સમજતો હોય,
--જે મુક્તિ ઈચ્છતો હોય અને
વ્રતો માં દૃઢ હોય,
એવો મનુષ્ય,(ભલે તે ગમે તે
વર્ણ નો હોય),પણ અગ્નિથી તપેલા વાસણને જેટલી ઝડપથી,ત્યજી દેવામાં
આવે છે,તેટલી જ
ઝડપથી,મુમુક્ષતાથી -ઘરને છોડી દે છે. (૨૩૩-૨૩૪-૨૩૫)
એવો પુરુષ જ ગુરુની
કૃપાથી,તત્કાળ સંસાર તરે છે,અને
--જે એવો તીવ્ર મુમુક્ષુ
છે,તે જીવતાં જ મુક્ત થાય છે, પરંતુ,
--મધ્યમ-મુમુક્ષાવાળો કોઈ
બીજા “જન્મ” માં, અને
--મંદ મુમુક્ષાવાળો કોઈ બીજા
“યુગ” માં મુક્ત થાય છે,પણ,
--અતિમંદ મુમુક્ષા વાળો તો
કરોડો કલ્પો માં યે સંસાર બંધન થી છૂટતો નથી.
(૨૩૬-૨૩૭)
વિદ્વાનો કહે છે કે-મનુષ્ય
જન્મ અતિ-દુર્લભ છે,તેમાં પણ પુરુષ થવું,દુર્લભ છે,અને તેમાં પણ વિવેક થવો દુર્લભ
છે.અને જેણે આ ત્રણે વસ્તુ મેળવી હોય તે મહાન આત્મા છે,અને તેણે,
તરત જ વૈરાગ્ય પામી,મુક્તિ
માટે પ્રયત્ન કરવો જોઈએ. (૨૩૮)
પુત્ર,મિત્ર,સ્ત્રી-આદિ સર્વ
સુખ તો દરેક જન્મ માં મળે છે,પરંતુ,
મનુષ્ય-પણું,પુરુષ-પણું,અને
વિવેક-એ મનુષ્ય જન્મ સિવાય,બીજા કોઈ જન્મમાં મળતા નથી. (૨૩૯)
અતિ-દુર્લભ કરતાં યે અતિશય-દુર્લભ,એવો
મનુષ્ય જન્મ મળ્યો હોય,તેમાં પણ વળી જો પુરુષ-પણું પ્રાપ્ત થયું હોય,અને તેમાં પણ જો
સારા-નરસા નો વિવેક મળ્યો હોય,
તેમ છતાં જે મનુષ્ય,આ “લોક”
ના જ સુખો માં રચ્યો-પચ્યો રહે,
તે કુમતિ (ખરાબ બુદ્ધિ વાળા),અધમ
પુરુષ ને ધિક્કાર હો!! (૨૪૦)
કૂતરાં,ભુંડ,ગધેડાં-વગેરે પ્રાણીઓ
પણ હર-હંમેશાં,માત્ર, ખાય-પીએ અને આનંદ પામે છે,પણ
મનુષ્યોમાં જેમની વૃત્તિ તે પ્રાણીઓ
જેવીજ હોય તો,તેમનામાં અને મનુષ્યોમાં ફરક શું? (૨૪૧)
જ્યાં સુધી,કોઈ રોગ થયો ના હોય,ઘડપણે
ઘેરી લીધા ના હોય,બુદ્ધિ બગડી ના હોય,અને મૃત્યુ ને જોયું ના હોય,ત્યાં સુધી જ મનુષ્ય
સ્વસ્થ-પણે, સાર-ગ્રહણ કરવામાં તત્પર રહી શકે છે,
માટે વિવેકી એ તરત જ સંસાર-બંધન માંથી છૂટી જવા પ્રયત્ન કરવો. (૨૪૨-૨૪૩)