શંકરાચાર્ય રચિત
વેદાંત-સિદ્ધાંત-સાર
જેમ,કરોડો લાકડાના મોટા
ઢગલાથી અગ્નિ સળગાવ્યો હોય,તો પણ તે સૂર્યનો ઉપકાર કરવા માટે,
જરા પણ યોગ્ય નથી,
તેમ,હજારો કે કરોડો પ્રકારનું
કર્મ,જ્ઞાનનો ઉપકાર કરવા માટે યોગ્ય નથી,
ઉલટું,જ્ઞાનની આગળ,કર્મ પોતે
જ નાશ પામે છે. (૧૮૭)
બે હાથ,એક જ કર્તા ના આશ્રયવાળા
છે,છતાં જેમ,જમણો અને ડાબો હાથ, જુદાં જુદાં કર્મ ના અધિકારી છે,
તે જ પ્રમાણે જ્ઞાન ને કર્મ
નો સહ-યોગ કદી યોગ્ય નથી. (૧૮૮)
કર્મને,તો તે (કર્મો) ને
કરનારો (કર્તા), કર્મ કરવાને,નહિ કરવાને કે વિપરીત કરવાને સમર્થ છે,
(એટલે કે કર્મ એ કર્તા ને અધીન
છે)પરંતુ,
એ પ્રમાણે કોઈ “વસ્તુ” નું (ઈશ્વર
નું) જ્ઞાન કર્તા ને અધીન નથી. (૧૮૯)
જે “વસ્તુ”(ઈશ્વર),જેવા
સ્વરૂપમાં છે,તેવા સ્વરૂપમાં તેનું જ્ઞાન “વેદરૂપ પ્રમાણ” દ્વારા થઇ શકે છે,એટલે
કે.
જ્ઞાન ને કોઈ કર્મ ની કે
યુંક્તિની કુશળતા ની લેશમાત્ર જરૂર નથી. (૧૯૦)
“જ્ઞાન જો “વસ્તુ” ને જ અધીન
હોય,તો એ વસ્તુના સંબંધમાં જ્ઞાન કરનાર કર્તાને સંશય કેમ થાય છે?
માટે જ્ઞાન એ વસ્તુ ને અધીન
નથી પણ કર્મ ની પેઠે કર્તા ને અધીન છે”
આવી શંકા વિદ્વાનો એ ન કરવી,કારણકે-
“પ્રમાણ” ની વેદો
જેવી,ઉત્તમતા ના હોય,તો તેણે લીધે જ સંશય-વગેરે થાય છે,
એટલે સંશય વગેરે ને “વસ્તુ”
સાથે કોઈ જ સંબંધ નથી.
“વેદ-રૂપી” ઉત્તમ પ્રમાણ જો
હયાત છે તો “વસ્તુ” નું જ્ઞાન થાય જ છે.
માટે જ્ઞાન “વસ્તુ” (ઈશ્વર) ને અધીન છે,”કર્તા” ને અધીન નથી. (૧૯૧-૧૯૨)
આ “વસ્તુ” એ બીજી કોઈ સમજવાની
નથી,પરંતુ,
નિત્ય,સત્ય,અવિકારી,અવિનાશી
અને વ્યાપક –પરબ્રહ્મને જ સમજવી,
અને વેદ-રૂપ પ્રમાણ હયાત
છે,તેથી કોઈની પણ જરૂર વિના તેનું (ઈશ્વરનું)જ્ઞાન થઇ શકે છે. (૧૯૩)
જેમ,આંખ સારી હોય (આંખે સારું
દેખાતું હોય) તો જ રૂપ નું જ્ઞાન થઇ શકે છે,
તેમ,વેદ-રૂપ,ઉત્તમ પ્રમાણ
હોય,તો જ બ્રહ્મ-રૂપ “વસ્તુ” નું જ્ઞાન થઇ શકે છે. (૧૯૪)
જેમ,મનુષ્ય ની આંખ ને રૂપ
જાણવામાં,ખાસ કોઈ ક્રિયા (કર્મ) ની જરૂર હોતી નથી,
(આંખ ખુલ્લી હોય તો રૂપ દેખાઈ
જ જાય છે)
તેમ,શ્રવણાદિ-થી ઉત્પન્ન થયેલા
જ્ઞાનને,
બ્રહ્મ-રૂપ “વસ્તુ” ના પ્રકાશમાં (તેને જોવામાં) કોઈ કર્મની જરૂર નથી (૧૯૫)