શંકરાચાર્ય રચિત
વેદાંત-સિદ્ધાંત-સાર
જેમ,ચંદ્ર એક જ વસ્તુ છે,છતાં
મનુષ્ય ની દૃષ્ટિ ના દોષથી તે –બે-રૂપે દેખાય છે,
તેમ,બ્રહ્મ એક જ વસ્તુ છે પણ
બુદ્ધિના દોષથી તે બે દેખાય છે.
પરંતુ એ દોષ નાશ પામતાં,એક જ
વસ્તુ (બ્રહ્મ) પ્રકાશે છે. (૬૯૦)
જેમ, દોર્દીના સ્વરૂપ નું
જ્ઞાન થતા,એ દોરડીમાં ભ્રમ થી થયેલી,સર્પ ની બુદ્ધિ વિલીન થાય છે,
તેમ,બ્રહ્મ નું જ્ઞાન થતાં જ
અજ્ઞાનથી જણાયેલી જગત ની ભ્રાંતિ દૂર થાય છે. (૬૯૧)
તે જ પ્રમાણે,જો ઉપાધિ (માયા)
હોય,તો જ એ ઉપાધિ સાથે એકરૂપ થયેલો આત્મા ભાસે છે,
અને તેથી,તે સજાતીય –ભેદવાળો-હોય
તેવો જણાય છે,પરંતુ
સ્વપ્ન માં જોયેલા પદાર્થ ની
પેઠે એ ઉપાધિ મિથ્યા જ છે,
તેથી તે (ઉપાધિ) જયારે જણાતી
નથી,
ત્યારે આ આત્મા પોતે જ બ્રહ્મ
સાથે એકતાને પામે છે.અને જુદો જણાતો જ નથી,
અને “બ્રહ્મ અને આત્મા” એવો
સજાતીય ભેદ પણ બ્રહ્મ-વિષે રહેતો નથી.(૬૯૩)
જેમ ઘડાનો નાશ થતાં,તેની અંદર
નું આકાશ (ઘડાકાશ) બહારના આકાશ (મહાકાશ) સાથે મળી જઈ,
એકરૂપ થઇ જાય છે,
તેમ,ઉપાધિ (માયા) નો નાશ
થતા,આ આત્મા પોતે જ કેવળ બ્રહ્મ બની રહે છે.
ઘડો હોય કે ના હોય –ત્યારે પણ
આકાશ તો સદા પૂર્ણ જ છે,
નિત્ય-પૂર્ણ આકાશ નો,કઈ વસ્તુ
થી વિચ્છેદ-વિનાશ-કે વિભાગ થઇ શકે તેમ છે? (નથી જ થતો)
તે જ રીતે ઘડામાં રહેલું આકાશ
ખરી રીતે તો છેદ કે વિભાગ ને પામેલું જ નથી હોતું,
તેમ છતાં એ વિભાગ પામ્યું હોય
એમ પામર અજ્ઞાનીઓ ને જણાય છે.
વળી આવીજ રીતે,
જેમ, જમીન બધી એક જ છે,છતાં-ગામ,ખેતર-વગેરે
અવધિ ઓથી વિભાગ પામી કે
જુદીજુદી થઇ હોય તેમ લાગે છે,
તેમ,મોટી વસ્તુઓ કરતાં પણ
અતિશય મોટા,પરબ્રહ્મ,
ભ્રાંતિ થી,કલ્પી કાઢેલી
વસ્તુઓ ને લીધે,જાણે વિભાગ અથવા જુદા સ્વરૂપ ને
પામ્યા હોય તેમ જણાય છે,(ખરી
રીતે તે પૂર્ણ પરબ્રહ્મ એક જ છે) (૬૯૪-૬૯૭)
માટે બ્રહ્મ અને આત્મા નો ભેદ
કલ્પિત જ છે,વાસ્તવિક નથી.
આવા અભિપ્રાય થી જ શ્રુતિ
“તત્વમસિ” ઈત્યાદી વાક્યો થી વારંવાર બ્રહ્મ-આત્મા ની એકતા કહે છે.
તત્વમસિ એ વાક્યનાં ”તત્” અને
‘ત્વમ” એ પદો નો વાચ્યાર્થ ઉપયોગી નથી,
કેમ કે તેમાં પ્રત્યક્ષ આદિ
પ્રમાણ નો વિરોધ આવે છે,પરંતુ,એ બંને પદો નો લક્ષ્યાર્થ જ ઉપયોગી છે,
અને એમ લક્ષ્યાર્થ-રૂપે જ જીવ (આત્મા) તથા બ્રહ્મની એકતા સિદ્ધ થાય
છે.(૬૯૮-૬૯૯)