Apr 3, 2014

Sarv-Vedant-Sidhdhant-Saar-Sangrah-Gujarati-સર્વ-વેદાંત-સિદ્ધાંત-સાર-સંગ્રહ-૭૫

શંકરાચાર્ય રચિત વેદાંત-સિદ્ધાંત-સાર

પોતાના આત્મ-તત્વ નો આશ્રય કરીને પ્રકૃતિ નો નાશ કરવો, કેમ કે તેથી જ મનુષ્ય મુક્ત થઇ શકે છે,
બીજી કોઈ રીતે કે કરોડો કર્મો કરવાથી પણ મનુષ્ય મુક્ત થતો નથી. (૮૪૬)

“આત્મા-રૂપ ‘દેવ’ ને જાણ્યા પછી,સર્વ બંધન-રૂપ પાશો છૂટી જાય છે,અને ‘ક્લેશો ના નાશ’ થયા પછી,
જનમ-મરણ થી પણ સંપૂર્ણ છુટકારો થાય છે.” આમ વેદવાણી કહે છે. (૮૪૭)

જન્મ-આદિ નો ફરી પ્રસંગ જ ના થવો-એ જ સંપૂર્ણ મુક્તિ છે.
ક્લેશો નો નાશ થતાં –ફરી જન્મ-આદિ થતાં જ નથી.અને ક્લેશો નો નાશ થવાનું કારણ એક આત્મ-નિષ્ઠા જ છે.માટે મુમુક્ષુએ આત્મ-નિષ્ઠા જ કરવી જોઈએ.  (૮૪૮)

વાસનાઓ એ જ ક્લેશો છે.અને તેઓ જ પ્રાણી ને જન્મ નુ કારણ બને છે.
પણ જ્ઞાન-નિષ્ઠા-રૂપ અગ્નિથી એ વાસનાઓ બળી જાય છે,ત્યારે જન્મ નુ કોઈ કારણ રહેતું જ નથી,
જેમ,અગ્નિ થી શેકાઈ ગયેલાં બીજ ઉગતાં નથી,તેમ,જ્ઞાન વડે ક્લેશો બળી (શેકાઈ) જાય છે,
ત્યારે આત્મા ને ફરી જન્મ લેવો પડતો નથી.  (૮૪૯-૮૫૦)

માટે મુમુક્ષુએ,વાસનાઓનો સંપૂર્ણ નાશ થાય તે માટે,અને દેહાદિ ઉપરની વિપરીત- આત્મ-ભાવના,
દૂર કરવા સારું,પ્રયત્ન થી જ્ઞાન-નિષ્ઠા કરવી જોઈએ. (૮૫૧)

જ્ઞાન-નિષ્ઠા માં તત્પર થયેલા ને કર્મ ઉપયોગી જ નથી,અને
કર્મ નું તથા જ્ઞાનનું સાથે રહેવું બની શકતું જ નથી.    (૮૫૨)

કેમ કે જ્ઞાન અને કર્મ –એ બંને પરસ્પર વિરુદ્ધ છે,એ બંને નો સ્વભાવ જુદો છે.
કર્મ,કર્તાપણા ની ભાવના પૂર્વક જ થાય છે,ત્યારે જ્ઞાન તેથી વિલક્ષણ છે.
(જ્ઞાન માં કર્તાપણા ની ભાવના ને ત્યજવાની હોય છે)    (૮૫૩)

વળી,જ્ઞાન એ દેહ ઉપરની આત્મ-બુદ્ધિ નો નાશ કરવાને ઉપયોગી છે,
ત્યારે કર્મ તેનો (દેહ પરની આત્મ-બુદ્ધિનો) વધારો કરવાને માટે ઉપયોગી છે.કર્મ નું મૂળ અજ્ઞાન છે,
જયારે જ્ઞાન તો અજ્ઞાન નો અને કર્મ નો-એ બંને નો નાશ કરનાર છે. (૮૫૪)

જ્ઞાન અને કર્મ એક-બીજાનાં શત્રુ છે,તેથી જ્ઞાન સાથે કર્મ નો યોગ સિદ્ધ કેવી રીતે થાય?(ન જ થાય)
જેમ,અંધકાર અને પ્રકાશ નું સાથે રહેવું ઘટે નહિ,અથવા આંખ નું મીંચાવું ને ઉઘડવું –એ બંને સાથે હોઈ શકે નહિ, તે જ પ્રમાણે જ્ઞાન સાથે કર્મ નું હોવું સંભવે જ નહિ.
જે લોકો પશ્ચિમ દિશા તરફ જોઈ રહ્યા હોય તેઓ ને પૂર્વ દિશા કેવી રીતે દેખાય? (ન જ દેખાય)
તેવી રીતે જેનું ચિત્ત પ્રત્યગાત્મા તત્પર બન્યું હોય,તેની કર્મ માં યોગ્યતા થાય જ નહિ. (૮૫૫-૮૫૬)

  
PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE