Apr 3, 2014

Sarv-Vedant-Sidhdhant-Saar-Sangrah-Gujarati-સર્વ-વેદાંત-સિદ્ધાંત-સાર-સંગ્રહ-૪૧

શંકરાચાર્ય રચિત વેદાંત-સિદ્ધાંત-સાર

ભૂતો (પાંચ-મહાભૂતો) માં થી ઉત્પન્ન થયેલાં આ ચારે પ્રકારનાં શરીરો,સામાન્ય-રીતે “એક” જ છે,
આવું “એકપણા ના જ્ઞાનનો” વિષય થવાથી “સમષ્ટિ” કહેવાય છે. (૪૩૭)

આ સમષ્ટિ શરીર-રૂપ ઉપાધિવાળું ચૈતન્ય “ફળ-વાળું” છે,એને
વેદ જાણનારાઓ “વૈશ્વાનર” અથવા “વિરાટ” કહે છે.  (૪૩૮)

સમગ્ર પ્રાણીઓમાં તે “આત્મા”પણાનું અભિમાન કરે છે-તેથી તે વૈશ્વાનર કહેવાય છે,અને
એ પોતે જ વિવિધ સ્વરૂપે વિરાજે છે,તેથી તે વિરાટ કહેવાય છે.(૪૩૯)

ઉપર કહેલાં ચારે પ્રકારનાં પ્રાણીઓ તે જુદીજુદી  જાતિ-રૂપે “અનેક” છે,
આમ “અનેક પ્રકારનાં જ્ઞાનનો”  વિષય થવાથી, એ પ્રત્યેક ના હિસાબે “વ્યષ્ટિ” કહેવાય છે. (૪૪૦)

આ “વ્યષ્ટિ શરીર-રૂપ ઉપાધિવાળું” અને “કેવળ ચૈતન્ય ના આભાસ વાળું” –જે “ચૈતન્ય” છે,
તે “વ્યષ્ટિ-શરીર” સાથે તદ્રુપ થઇ ગયું છે,અને તેને જ વેદાંત જાણનારા “વિશ્વ” કહે છે.
આ સ્થૂળ-દેહમાં એ વિશ્વાત્મા પોતાના તરીકે નું અભિમાન કરીને રહ્યો છે તેથી જ
“વિશ્વ” એવા સાર્થક નામવાળો છે.  (૪૪૧-૪૪૨)

સ્થૂળ શરીર એ જ આ વિશ્વાત્મા ની “વ્યષ્ટિ”  છે.અને
આ સ્થૂળ શરીર એ,અન્ન નો વિકાર હોવાથી “અન્નમય કોશ” કહેવાય છે.  (૪૪૩)

પિતાએ તથા માતાએ ખાધેલા અન્ન નો વિકાર,વીર્ય તથા સ્ત્રી-રજ બને છે,
અને તેમાંથી જ આ સ્થૂળ શરીર જન્મે છે,અને જન્મ્યા પછી તે અન્ન વડે જ વધે છે.
પણ તેને જો અન્ન ન મળે તો નાશ પામે છે. (૪૪૪)

માટે જ તે અન્ન નો વિકાર હોઈ તે “અન્નમય” મનાય છે, અને જેમ તલવાર ને મ્યાન ઢાંકે છે,
તેમ,તે આત્મા ને ઢાંકી દે છે એટલે તે “કોશ” (મ્યાન જેવો) કહેવાય છે. (૪૪૫)

આ સ્થૂળ શરીર,આત્માને સ્થૂળ ભોગો ભોગવવાનું સાધન છે,આ સ્થૂળ શરીરમાં રહી નેજ આત્મા શબ્દ-આદિ વિષયો ને ભોગવે છે,તેથી જ સ્થૂળ ભોગો ભોગવવાનું તે સ્થાન કહેવાય છે.
વળી આ આત્મા એ દેહ,ઇન્દ્રિયો અને મન સાથે જોડાઈને ઇન્દ્રિયો એ લાવી આપેલા શબ્દાદિ-વિષયો ને
ભોગવે છે-માટે જ તેને વિદ્વાનો “ભોક્તા” કહે છે. (૪૪૬-૪૪૭)



PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE