શંકરાચાર્ય રચિત
વેદાંત-સિદ્ધાંત-સાર
આત્મા માં –દૃશ્ય-નો –લય
કરવાની રીત
“હું દેહ નથી,પ્રાણ
નથી,ઇન્દ્રિયો નો સમુદાય નથી,અહંકાર નથી,મન નથી કે બુદ્ધિ પણ નથી,
પણ,તેઓની તથા,તેમના વિકારોની –અંદર
–સાક્ષી તરીકે રહેનારો પ્રત્યગાત્મા (આત્મા) જ છું” (૮૩૫)
“હું વાણી નો સાક્ષી,પ્રાણ ની
વૃત્તિઓનો સાક્ષી,બુદ્ધિ નો સાક્ષી,બુદ્ધિની વૃત્તિઓ નો સાક્ષી,
ચક્ષુ-વગેરે ઇન્દ્રિયો નો સાક્ષી
છું,નિત્ય છું,પ્રત્યગાત્મા (આત્મા) જ છું” (૮૩૬)
હું સ્થૂળ નથી સૂક્ષ્મ નથી,લાંબો-ટૂંકો,બાળક-યુવાન-વૃદ્ધ,કાણો-મૂંગો
કે નપુંસક નથી,
હું તો સાક્ષી-નિત્ય અને પ્રત્યગાત્મા
જ છું. (૮૩૭)
હું આવનારો કે જનારો નથી,હણનારો
કે કરનારો નથી,પ્રયોગ કરનાર જે જોડનાર નથી,
બોલનાર કે ભોગવનાર નથી,સુખી કે
દુઃખી નથી.
હું તો સાક્ષી-નિત્ય અને પ્રત્યગાત્મા
જ છું. (૮૩૮)
હું યોગી કે વિયોગી નથી,રાગી,ક્રોધી,કામી
કે લોભી નથી,બંધાયેલો નથી,કોઈની સાથે જોડાયેલો નથી કે
કોઈથી છુટો થયેલો નથી-- હું તો
સાક્ષી-નિત્ય અને પ્રત્યગાત્મા જ છું. (૮૩૯)
હું અંદરના જ્ઞાનવાળો કે બહારના જ્ઞાનવાળો નથી,ઘણો જ્ઞાની કે ઘણો અજ્ઞાની
પણ નથી,
હું સાંભળનારો,મનન કરનારો કે બોધ
પામનારો પણ નથી,
હું તો સાક્ષી-નિત્ય અને પ્રત્યગાત્મા
જ છું. (૮૪૦)
મને દેહ,ઇન્દ્રિયો કે બુદ્ધિ સાથે
કોઈ સંબંધ નથી,મારામાં પુણ્ય નો કે પાપનો લેશ-પણ અંશ નથી,
ક્ષુધા-તૃષા-વગેરે છ ઉર્મિઓથી
હું દૂર છું,સદા અતિશય મુક્ત છું,અને કેવળ ચૈતન્ય સ્વરૂપ છું.(૮૪૧)
મને હાથ નથી,પગ નથી,વાણી નથી,ચક્ષુ
નથી,પ્રાણ-મન-બુદ્ધિ નથી,હું તો આકાશ જેવો પૂર્ણ છું,
અતિશય નિર્મળ છું,સદા એક-રૂપ છું,અને
કેવળ ચૈતન્ય સ્વરૂપ જ છું.(૮૪૨)
એમ પોતાના આત્મા ના દર્શન કરતો
અને જણાતા સર્વ પદાર્થો નો લય પમાડતો જ્ઞાની,
શરીર –આદિ ને આત્મા-માની લેવા-રૂપ-વિપરીત
(વિરુદ્ધ) ભાવનાનો ત્યાગ કરે છે,
કે જે ભાવના સ્વાભાવિક ભ્રાંતિ
થી જ જણાયેલી હોય છે. (૮૪૩)
દેહાદિ-થી વિપરીત –આત્માના સ્વ-રૂપ
નો જે પ્રકાશ થવો-એ જ-“મુક્તિ” કહેવાય છે.
આ મુક્તિ સદા સમાધિમાં જ રહેનારા
મનુષ્ય ને જ સિદ્ધ થાય છે,બીજી કોઈ રીતે નહિ (૮૪૪)
કેવળ અખંડ ચિદાત્મા-રૂપે જે સ્થિતિ
છે-એ જ મુક્તિ છે.
આત્મા ની એ મુક્તિ જુદા-જુદા વેશ
અથવા ભાષાઓથી થતી નથી.પણ-
એ મુક્તિને માટે તો પોતાના આત્મ-સ્વરૂપ
માં જ સદા સ્થિતિ કરવી જોઈએ.
અને અહંતા-મમતા (અહંકાર અને આસક્તિ) નો ત્યાગ કરવો જોઈએ. (૮૪૫)