શંકરાચાર્ય રચિત
વેદાંત-સિદ્ધાંત-સાર
જે પુરુષ બુદ્ધિમાન અને ચતુર
હોય,તે જ વિષય-ભોગમાં “દોષ” જોઈ ને કામપાશ થી છૂટે છે,
અને મોક્ષમાર્ગે જઈ શકે છે.
(૬૧)
કામદેવને જીતવાનો સૂક્ષ્મ
ઉપાય સજ્જનો ને હું બતાવું છું તે સાંભળો.
“ચારે બાજુ થી સંકલ્પો નો
ત્યાગ કરવો” એ જ કામદેવ ને જીતવાનો સહેલો ઉપાય છે. (૬૨)
સાંભળેલા કે જોયેલા હરકોઈ
પદાર્થમાં “આ પદાર્થ સારો છે”
એવી બુદ્ધિ ત્યજી દેવાથી
કામદેવ કદી ઉદય પામતો જ નથી. (૬૩)
કામ નું “બીજ” એ “સંકલ્પ” છે.
સંકલ્પ થી જ કામ જન્મે છે.પણ જેમ બી નાશ પામ્યું હોય તો,
અંકુરો ઉગતા નથી,તેમ,સંકલ્પો
નાશ પામતાં,કામ પણ નાશ પામે છે. (૬૪)
“આ પદાર્થ (વિષય) સારો છે”
એવી બુદ્ધિ થયા વિના,
કોઈ પણ મનુષ્ય ભોગવવાના
પદાર્થ (વિષય) ની “કામના” કરવા સમર્થ થતો નથી,
માટે કામ ને જીતવા ઇચ્છનારે
હર કોઈ વિષય ઉપરની
“આ વિષય સારો છે” તેવી બુદ્ધિનો
જ નાશ કરવો.(૬૫)
વળી કામને જીતવા
ઇચ્છનારે,હરકોઈ “વિષય” માં “સુખ છે” એવી બુદ્ધિ નો નાશ કરવો,કારણકે જ્યાં સુધી,
આવી ભ્રમ-બુદ્ધિ હોય છે ત્યાં
સુધી કામ ને જીતવા સમર્થ થવાતું જ નથી. (૬૬)
(૧) જે પદાર્થ જેવા રૂપમાં
હોય તેણે તેવા જ રૂપે જોવો,અને (૨) તે પદાર્થ થી અનર્થ નો વિચાર કરવો,
આ બે વસ્તુ ઓ કરવાથી “સંકલ્પ”
થતો નથી,અને કામ નો અવકાશ રહેતો નથી. (૬૭)
રત્ન પર જો “તે રત્ન પથ્થર છે”-
તેવી બુદ્ધિ થાય,અને તેનાથી (તે રત્ન થી) જો “ભય” થાય તો,
“આ રત્ન સારું છે” એવી બુદ્ધિ
કે તે રત્ન લેવાની વૃત્તિ (બુદ્ધિ) કદી થાય જ નહિ (૬૮)
આમ,દરેક વસ્તુમાં તેના ખરા
સ્વરૂપ ને જોવું,અને પછી તેનાથી થતા અનર્થ નો વિચાર કરવો,
એ જ સંકલ્પ નો તથા કામ નો નાશ
કરવાનો ઉપાય છે. (૬૯)
આ જ પ્રમાણે,ધન,એ ભય નું કારણ
છે,નિરંતર દુઃખને વધારનારું છે,મહાપ્રચંડ વિનાશ કરનાર છે,
કુટુંબીઓને વધારનાર,ઉત્તમ
ગુણો ને અટકાવનાર અને કૃપણ (ભ્રષ્ટ) બુદ્ધિ ને ઉપજાવનાર છે.
માટે તે મોક્ષ મેળવવાનું સાધન નથી,અને હૃદય ને શુદ્ધ કરનાર પણ નથી. (૭૦)