Apr 3, 2014

Sarv-Vedant-Sidhdhant-Saar-Sangrah-Gujarati-સર્વ-વેદાંત-સિદ્ધાંત-સાર-સંગ્રહ-૬૭

શંકરાચાર્ય રચિત વેદાંત-સિદ્ધાંત-સાર

જહલ્લક્ષણા ની પેઠે આ “તત્વમસિ” વાક્યમાં “શોણો ધાવતિ=લાલ દોડે છે” એ વાક્ય ની જેમ,
“અજહલ્લક્ષણા” પણ ઘટતી નથી.
--કેમ કે –આ અજહલ્લક્ષણા તો વળી વાચ્યાર્થ નો ત્યાગ કર્યા વિના બીજો જ અર્થ “લાલ ઘોડો દોડે છે”
   એવો લક્ષ્યાર્થ જણાવે છે.
--પરંતુ અહીં “તત્વમસિ” વાક્ય તો બ્રહ્મ અને જીવાત્મા ની એકતા –જણાવનારું હોઈ,
  પરોક્ષ અને અપરોક્ષ પણું-આદિ ગુણોવાળાં બે ચૈતન્ય ની એકતા-રૂપ અર્થ ને જ જણાવે છે.
  અને તે વાચ્યાર્થના “વિરુદ્ધ ભાગનો ત્યાગ” કર્યા વિના ઘટે તેમ નથી.
--માટે એ અજહલ્લક્ષણા ને અહીં માની નથી.  (૭૪૩-૭૪૭)

‘તત્’ પદ અને ‘ત્વમ’ પદ –પોતાના વાચ્યાર્થ નો વિરોધી ભાગ ત્યજી દઈ,
અવિરોધી ભાગ સાથે જ ‘તત્’ ના અર્થ ને અને ‘ત્વમ’ ના અર્થ ને અહીં જણાવે છે,
--અને એ ‘ભાગત્યાગલક્ષણા’ થી જ બની શકે.
--આ ભાગત્યાગલક્ષણા થી કયું સાધ્ય સિદ્ધ થાય છે તેવી શંકા ના કરવી,કેમ કે-
  ‘અવિરુદ્ધ બીજા પદાર્થ નો અંશ’ અને ‘પોતાનો અંશ’- એ બંને -ઉપર દર્શાવેલી બંને (જહ અને અજહ)
  લક્ષણાથી  કેવી રીતે જણાવી શકે?
--માટે જ આ ‘તત્વમસિ’ વાક્યમાં આખા વાક્યાર્થ નું ‘સત્-પણું’ અને ‘અખંડ-એકરસ-પણું’
  જાણવા સારું ‘ભાગત્યાગલક્ષણા’ ને માનવામાં આવી છે. (૭૪૮-૭૫૨)

જેને લીધે વિરુદ્ધ ભાગનો ત્યાગ કરીને, વાક્યમાં અવિરોધ જણાય,
તેને લક્ષણ-વેતા પંડિતો ‘ભાગત્યાગલક્ષણા’ કહે છે. (૭૫૩)

----જેમ ‘સોડયં દેવદત્ત=તે આ દેવદત્ત’ વાક્ય  નો જે વાચ્યાર્થ છે,
    તે તેના વાક્યાર્થ ‘દેવદત્ત નામે એક વ્યક્તિ’ ને બરાબર સમજાવી શકતું નથી.
    માટે દેશ-કાળ –આદિની વિશેષતા-રૂપ ‘વિરુદ્ધ અંશ’ નો ત્યાગ કરીને,માત્ર,
    ‘દેવદત્ત ના શરીર-રૂપ’ –‘’અવિરુદ્ધ અંશ’ ને આ ‘ભાગત્યાગ લક્ષણા’ જ બરાબર સમજાવી  શકે છે.
----તેમ,’તત્વમસિ’ એ વાક્ય અથવા એ વાક્ય નો અર્થ
    ‘પરોક્ષ-અપરોક્ષ-પણું’ ગુણવાળા –બે –ચૈતન્યની એકતા-રૂપ વાક્યાર્થ ને પણ
     આ ‘ભાગત્યાગ લક્ષણા’ જ બરાબર સમજાવી  શકે છે.

કેમકે,વાક્યના મૂળ અર્થમાં રહેલું,પરોક્ષપણું,અપરોક્ષપણું,સર્વજ્ઞપણું –આદિ ‘વિરુદ્ધ અંશ’ નો ત્યાગ કરી,
‘શુદ્ધ ચૈતન્ય’ રૂપ (અવિરુદ્ધ અંશ) વસ્તુને જણાવે છે.
અને તે વસ્તુ –કેવળ સત્યમાત્ર,નિર્વિકલ્પ અને નિરંજન છે.એમ,
આ ‘ભાગત્યાગ લક્ષણા’ જ બરાબર સમજાવી  શકે છે.

તે પછી-સર્વ-ઉપાધિ રહિત,સચ્ચિદાનંદ સ્વરૂપ,અદ્વૈત,વિશેષ રહિત,આભાસ વિનાનું,આવું કે તેવું નહિ,
અમુક સ્વરૂપે બતાવવું અશક્ય,આદિ-અંત રહિત,અનંત,શાંત,મરણ-ધર્મ રહિત,તર્કમાં આવવું અશક્ય,
અને જાણવું મુશ્કેલ---એવું નિર્ગુણ બ્રહ્મ જ બાકી રહે છે.  (૭૫૪-૭૬૧)



PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE