Apr 3, 2014

Sarv-Vedant-Sidhdhant-Saar-Sangrah-Gujarati-સર્વ-વેદાંત-સિદ્ધાંત-સાર-સંગ્રહ-૪૫

શંકરાચાર્ય રચિત વેદાંત-સિદ્ધાંત-સાર

“જે વસ્તુ પ્રત્યક્ષ-કે સન્મુખ (આંખ ને જોઈ શકાય તેવા વિષય-રૂપ) હોય,
તેમાં જ બીજી કોઈ વસ્તુ નો અધ્યાસ (આરોપ) થઇ શકે છે” (એવું જે તેં કહ્યું તેવો),
સત્પુરુષો એ કોઈ નિયમ કર્યો નથી,અધ્યાસ થવામાં તો કેવળ ભ્રાંતિ (ભ્રમ) જ કારણ છે. (૪૭૭)

જેવી રીતે દૃષ્ટિ વગેરે નો વિષય આકાશ નથી,અને આકાશનો કોઈ રંગ નથી,
તેમ છતાં તેમાં અજ્ઞાન થી વાદળી રંગ નો અધ્યાસ (આરોપ) થાય છે,
તેવી રીતે,દૃષ્ટિ-વગેરે નો વિષય “આત્મા નથી” અને આત્મા નું કોઈ રૂપ (દેહાદિ) નથી,
તેમ છતાં,તેના વિષે અજ્ઞાનથી.અજ્ઞાનીઓ દેહાદિ નો અધ્યાસ (આરોપ) કરે છે. (૪૭૮)

અનાત્મ વસ્તુ (દેહાદિ) માં આત્મા-પણા નો અધ્યાસ થવામાં કોઈ સમાનતાની જરૂર રહેતી નથી,
જેમ આ શંખ ધોળો જ હોય છે છતાં “આ શંખ પીળો છે” એવો અધ્યાસ થવામાં,
(આંખ ના પીળીયા ના રોગ વિના) કોઈ સમાનતા ની જરૂર રહેતી નથી. (૪૭૯)

આવા “ઉપાધિરહિત ભ્રમ”  થવામાં કોઈ પણ સમાનતા ની જરૂર દેખાતી જ નથી,
પણ દોરડી માં સાપ નો ભ્રમ –એવા “ઉપાધિયુક્ત ભ્રમ” માં જ સમાનતા ની જરૂર દેખાય છે. (૪૮૦)

જો કે એમ જ છે,તો પણ અનાત્મા માં આત્મા નો અધ્યાસ થવામાં કંઈક સમાનતા હું કહું છું તે તુ સાંભળ.
આ આત્મા જેવો અત્યંત નિર્મળ,સૂક્ષ્મ અને અતિશય પ્રકાશમાન છે,
તેવી જ,”બુદ્ધિ”  પણ સત્વગુણમય,આભાસવાળી,પ્રકાશમાન અને નિર્મળ છે.

આ સમાનતા હોવાને લીધે જ ,જેમ,સૂર્ય ના સમીપપણાથી સ્ફટિકમણિ સૂર્ય જેવો દેખાય છે,
તેમ,આત્મા ના સમીપપણાથી બુદ્ધિ પણ આત્મા જેવી દેખાય છે. (૪૮૧-૪૮૩)

આ રીતે બુદ્ધિ જોકે અનાત્મા છે,છતાં તેમાં આત્મા નો અધ્યાસ થાય છે.તેથી બુદ્ધિ આત્મા ના આભાસવાળી જણાય છે, તેથી જ મન બુદ્ધિ ના આભાસ વાળું જણાય છે,ઇન્દ્રિયો મન ના આભાસવાળી જણાય છે,અને,
શરીર ઇન્દ્રિયો ના આભાસવાળું જણાય છે. (૪૮૩)
આ કારણથી જ દેહ-ઇન્દ્રિય આદિ અનાત્માઓમાં અજ્ઞાનીઓને “આત્મા” ની બુદ્ધિ થાય છે.
જેમ,મૂર્ખાઓને પોતાના પ્રતિબિંબ માં પોતાપણા ની બુદ્ધિ દેખાય છે,
આમ બુદ્ધિમાં આત્મા નો અધ્યાસ થવાનું કારણ તેમાં જણાતી સહેજ સમાનતા છે. (૪૮૪)

એ રીતે અનાત્મા માં “હું” એવો જે અધ્યાસ થાય છે,તે કહ્યો,અને એ જ પૂર્વ (નો અધ્યાસ) એ
એના પછી ના અધ્યાસ નું “કારણ” બને છે.
જેમ,સૂઈ ને ઉઠે છે,કે મૂર્છા માંથી ઉઠે છે, ત્યારે પાછો આ સંસાર જણાય છે,

આ અવિદ્યા અનાદિકાળ ની છે,તેથી તેનો સંસ્કાર પણ તેવો જ અનાદિ-કાળ નો છે. (૪૮૫-૪૮૬)


PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE