શંકરાચાર્ય રચિત
વેદાંત-સિદ્ધાંત-સાર
આ કારણથી જ આત્મા ને કેવળ
આનંદ-રૂપ અને સર્વ વસ્તુઓ કરતાં વધારે પ્રિય કહ્યો છે.
જે મનુષ્ય આત્મા સિવાયની બીજી
વસ્તુ ને પ્રિય માને છે એ જ વસ્તુ થી શોક ભોગવે છે.(૬૩૧)
શિષ્ય શંકા કરતાં પૂછે છે
કે-હે,પ્રભુ ક્ષમા કરજો,હું આ બીજો પ્રશ્ન કરું છું,પણ મહાત્માઓ અજ્ઞાની ની વાણી
ને
અપરાધ-રૂપે ગણતા નથી.પણ માને
અહીં લાગે છે કે-આત્મા જુદો છે અને સુખ એનાથી જુદું છે.અને આત્મા સુખ-રૂપ હોઈ શકે
નહિ.આત્મા તો સુખ ની આશા રાખે છે,તેથી જ લોકો આત્માના સુખ માટે યત્ન કરે છે,
જો આત્મા સુખ-રૂપ હોય તો
પ્રાણીઓ સુખ માટે પ્રયત્ન શું કામ કરે? આ મારો સંશય છે તે –
હે,પ્રભુ કૃપા કરીને દૂર કરો.
(૬૩૨-૬૩૪)
ત્યારે શ્રીગુરૂ,પ્રશ્ન નું
સમાધાન કરતાં કહે છે કે-
સામાન્ય લોકો આત્માને
આનંદ-રૂપ નહિ સમજી ને જ આત્માની બહાર સુખ માટે યત્ન કરે છે.પણ આત્મા ને સુખ-રૂપ
સમજતો કોઈ વિદ્વાન આત્માની બહાર સુખ માટે યત્ન કરતો નથી. (૬૩૫)
પોતાના ઘરમાં જ ખજાનો છે,તે
ખજાના ને ના જાણી ને દુર્મતિ મનુષ્ય ભિક્ષાને માટે ભટકે છે,
પરંતુ પોતાના ઘરમાં જ રહેલા
ખજાના ને જાણ્યા પછી,કયો સદબુદ્ધિ વાળો મનુષ્ય ભિક્ષા માટે ભમે?(૬૩૬)
સ્થૂળ અને સૂક્ષ્મ શરીર
સ્વભાવથી જ દુઃખ-રૂપ છે,છતાં અજ્ઞાની મનુષ્ય તેને (શરીર ને)
પોતાના આત્મા તરીકે સ્વીકારી
લઇ ને આત્મા નું સુખ-સ્વરૂપ ભૂલી જાય છે,અને
જે દુઃખ દે છે તેવા શરીર
વગેરે પદાર્થો દ્વારા સુખ ને ઈચ્છે છે. (૬૩૭)
જે વસ્તુ પોતે જ દુઃખ-દાયી
હોય,તે સુખ આપવા સમર્થ થતી નથી,
જે મનુષ્ય ઝેર પીએ,તેને શું
તે ઝેર અમર-પણું આપે છે?(નહિ જ) (૬૩૮)
“આત્મા જુદો છે અને સુખ જુદું
છે” આવો નિશ્ચય કરીને જ પામર મનુષ્ય,આત્માની બહાર સુખ માટે
યત્ન કરે છે,આ વાત સત્ય જ
છે,એમાં સંશય નથી. (૬૩૯)
આ લોકમાં સર્વ પ્રાણીઓ ને –કોઈ
ઇષ્ટ વસ્તુ ના ધ્યાન-દર્શન-કે ઉપભોગ કરતાં મનમાં જે આનંદ જણાય છે તે આનંદ તે –તે
વસ્તુ નો ધર્મ નથી, (તે વસ્તુમાં આનંદ નથી)
તે વસ્તુ નો આનંદ મનમાં જણાય
છે પણ તે વસ્તુનો ધર્મ કેવી રીતે જણાય?(ના
જણાય)
વળી એક વસ્તુમાં રહેલા ધર્મો
કદી બીજામાં દેખાતા નથી.
માટે આ આનંદ આ વસ્તુ નો ધર્મ કદી હોઈ જ શકે નહિ. (૬૪૦-૬૪૨)