શંકરાચાર્ય રચિત
વેદાંત-સિદ્ધાંત-સાર
હવે આત્મા તથા અનાત્મા માટે
નો આ વિવાદ જણાવવામાં આવે છે,જેથી
આત્મા અને અનાત્મા નું “તત્વ:
જુદુ જુદું અતિ સ્પષ્ટ થાય છે. (૫૨૦)
જેઓએ વેદાંત સાંભળ્યું નથી,અને
જેઓ પોતાને પંડિત માની બેઠા છે,એવા મૂઢ લોકો,
ઈશ્વરની કૃપા વિનાના અને
સદગુરૂ થી પણ વિમુખ હોય છે,
તેઓ જે પ્રકારે વિવાદ ચલાવે
છે-તે હું આદરપૂર્વક કહું છું તે તુ સાંભળ. (૫૨૧)
કોઈ અત્યંત “પામર-વાદી” એ –પુત્ર
એ આત્મા છે–એમ માને છે.કારણ કે
આત્મા ની પેઠે પોતાના પુત્ર
પર પણ પ્રબળ પ્રીતિ દેખાય છે.
વળી “પુત્ર પુષ્ટ થવાથી હું
પુષ્ટ બન્યો અને પુત્રના નાશ થી હું નાશ પામ્યો”-
એ અનુભવ ના બળ થી,યુક્તિથી
અને શ્રુતિનો આધાર લઈને પણ તે (ખોટી રીતે)
પુત્ર ને આત્મા કહેતાં.
કહે છે કે-“પુત્ર ના નામે તુ
જ આત્મા છે-આત્મા વૈ પુત્રનામાસિ” એમ શ્રુતિ કહે છે.
—વળી--
“એક દીવામાં થી બીજો દીવો
પ્રકટે છે,તેમ પિતાથી પુત્ર ઉત્પન્ન થાય છે.અને બીજમાંથી થયેલા અંકુર ની
પેઠે,પિતામાંથી ઉત્પન્ન થયેલા પુત્રમાં પણ પિતા જેવા જ ગુણ દેખાય છે”
આ પ્રમાણે સમજી અતિશય ભ્રાંતિ
માં પામેલો એ પામર-વાદી
“પુત્ર એ આત્મા છે” એમ માને છે. (પહેલો મત)
જયારે આ મત ને વળી બીજો
“વાદી” (ચાર્વાક-વાદ) આ પ્રમાણે દૂષિત ઠરાવી કહે છે કે-
“પુત્ર આત્મા કેમ હોઈ
શકે?” (૫૨૨-૫૨૬)
માત્ર “પુત્ર ઉપર ની પ્રીતિ”
પરથી પુત્ર આત્મા હોય તેમ માનવું તે યોગ્ય નથી.
પ્રીતિ તો ધન,મિલકત-વગેરે
બીજા પદાર્થો પર પણ હોય છે (તેથી એ બધાં આત્મા હોઈ શકે નહિ)
વળી, પ્રાણી માત્ર ને તો
પુત્ર કરતાં પણ પોતાના શરીર પર વધારે પ્રીતિ હોય છે.
જયારે ઘર સળગ્યું હોય તો તે
પુત્ર ને (ઘરમાં જ) ત્યજી ને પોતાની જાત ને બચાવવા નાસી જાય છે.
તેમજ, પોતાના દેહ માટે
(ભૂખમરાથી બચવા) તે પુત્ર ને વેચી પણ નાખે છે.અને
જો પુત્ર પ્રતિકૂળ હોય તો
તેને મારી પણ નાખે છે,તેથી પુત્ર આત્મા હોઈ શકે જ નહિ. (૫૨૭-૫૨૯)
વળી,ઘણી વખત -પિતાના ગુણ-રૂપ
ની સમાનતા પુત્રમાં હોતી નથી.
પિતા ખોડ-ખાંપણ વિનાનો
હોય,છતાં કોઈ વેળા પુત્ર ખોડ-ખાંપણ વાળો જન્મે છે.
પિતા ગુણવાન હોય છતાં પુત્ર
દુર્ગુણી જન્મે છે,
માટે “પુત્ર આત્મા છે” એમ
માનવામાં જે યુક્તિઓ અને વચનો પ્રમાણ-રૂપે કહ્યાં છે
તે બધાં માત્ર આભાસ-રૂપ જ છે,
અને સાચાં નથી.
તેમ જ “પુત્ર નામે તુ આત્મા જ
છે” એમ જે વેદમાં કહ્યું છે-તે તો –
ઘરમાં બધા કાર્યોમાં તથા ઘરની
બધી વસ્તુઓમાં પિતાની પેઠે પુત્રની પણ માલિકી છે –
એમ જણાવવા માટે જ એ પુત્ર પર
આત્મા-પણા નો આરોપ જ કર્યો છે.
તત્વ-બુદ્ધિ થી “પુત્ર આત્મા
છે” એમ વેદ કહેતો જ નથી.
માટે પુત્ર ઉપરનું
આત્માપણું એ કેવળ આરોપિત જ છે.(તેથી પુત્ર
નહિ પણ દેહ આત્મા છે-ચાર્વાક મત)
“હું” એ “પદ” ના જ્ઞાન નો
વિષય “દેહ” જ છે,બીજો નથી,એવો પ્રત્યક્ષ નિશ્ચય થાય છે.
વળી શ્રુતિ પણ “આ પુરુષ અન્ન
ના રસમય છે-એષ પુરુષોન્ન રસમય”
એમ કહી ને-“પોતાનો દેહ જ
આત્મા છે” (આવું અર્થ ઘટન કરી ને)
એવો નિશ્ચય ચાર્વાકે (ચાર્વાક-મતે) કર્યો. (બીજો મત) (૫૩૦-૫૩૫)