શંકરાચાર્ય રચિત
વેદાંત-સિદ્ધાંત-સાર
સદગુરૂ ના લક્ષણો
જે
શ્રોત્રિય,બ્રહ્મનિષ્ઠ,અતિશય શાંત,સમદ્રષ્ટિવાળા,મમતા રહિત,અહંકાર વિનાના,
સુખ-દુઃખ-રાગ-દ્વેષ વગેરે
જોડકાં વિનાના,પરિગ્રહ રહિત,કોઈ ની દરકાર વિનાના,પવિત્ર,ચતુર અને દયા-રૂપ અમૃત ના
સાગર હોય, તે જ ગુરૂ તરીકે યોગ્ય છે.માટે એવાં લક્ષણો વાળા,અને
બ્રહ્મવેત્તાઓમાં શ્રેષ્ઠ ગુરુનું જિજ્ઞાસુએ સ્વાર્થની (આત્મ-તત્વ ની જીજ્ઞાસા)
સિદ્ધિ માટે,કાળજી થી શરણ લેવું. (૨૫૨-૨૫૩)
વેદમાં કહેલ લક્ષણવાળી અને
સદા આદર-યુક્ત ભક્તિથી,ભક્તોએ અનેક સેંકડો જન્મો થી ઈશ્વર ને બરાબર
આરાધ્યા હોય,તો તે ઈશ્વર પોતે
જ સંતુષ્ટ થઇ ને શ્રી-ગુરૂ ના સ્વ-રૂપે, સાક્ષાત પધારી ને,કૃપા કરી ને પ્રત્યક્ષ
દર્શન દે છે,અને પછી એ પ્રભુ (ગુરૂ-રૂપ પ્રભુ) સારી રીતે તત્વ વસ્તુ સમજાવી,
સંસાર નાં દુઃખોરૂપ સમુદ્ર થી
ભક્તો ને તારે છે. (૨૫૪)
“ગુરૂ” શબ્દ ના અર્થ ને
જાણનારા વિદ્વાનો,એને જ “ગુરૂ” કહે છે કે-
જેનાથી અવિદ્યા (અજ્ઞાન) રૂપી
હૃદય ની ગાંઠ છૂટી જાય. (૨૫૫)
શિવ જ ગુરૂ છે અને ગુરૂ પોતે
જ સાક્ષાત શિવ છે.
મુમુક્ષુ ઓએ શિવ અને ગુરુ- એ
બંને માં જરા પણ ભેદ ના જોવો. (૨૫૬)
જે પોતે બંધનમાંથી છૂટ્યા
હોય, અને બ્રહ્મનિષ્ઠ હોય એવા,કૃતાર્થ ગુરૂની
સેવા કરવી,કે જેમની કૃપા થી,
સંસાર-સાગર,એ ગાય ના પગલાં
જેવડો (નાનો) થઇ જાય છે ને તરવો સહેલો બને છે. (૨૫૭)
નિત્ય ની સેવા,ભક્તિ,પ્રણામો
અને વિનય-યુક્ત વચનો થી પ્રથમ તો ગુરૂ ને પ્રસન્ન કરવા અને પછી તેમને,શરણે જઈ પોતાને જાણવું હોય તે
આ પ્રમાણે પૂછવું- (૨૫૮)
હે ભગવન્ –હે કલ્યાણસાગર,આપ
સંસાર-સમુદ્રમાં નૌકા સમાન છે,આપનો આશ્રય કરી વિદ્વાનો,અનાયાસે
સમુદ્ર ના સામે પાર પહોંચી
ગયા છે,
મેં બીજા જન્મો માં અત્યંત
પુણ્ય-કર્મો કર્યા હશે,તેના ફળ નો ઉદય આજે સારી રીતે પ્રગટ્યો છે,
જેથી હું આપની કૃપાનું પાત્ર
બન્યો છું,
આપ જેવા બ્રહ્મ-જ્ઞાનીનું
દર્શન બંને નેત્રો ને અત્યંત પ્રીતિ ઉપજાવે છે,મુખ ને પ્રસન્ન કરે છે,
અંતઃકરણ ને આનંદી બનાવે છે,મોહનો
નાશ કરે છે અને સદગતિ પ્રગટ કરે છે.
અબજો અગ્નિઓ,ચંદ્રો કે સૂર્યો
જેનો નાશ કરવા સમર્થ નથી,તે અમારા અંતરના અજ્ઞાન-રૂપ અંધકાર ને,
આપ જેવો આત્મ-વેતા
પુરુષ,માત્ર એક જ વાર ના દર્શનથી નાશ કરે છે.
આ સંસાર-રૂપ સમુદ્રનો પાર
પામવો મુશ્કેલ છે,કારણકે –તે જન્મ-મરણ-રોગ-વગેરે દુઃખો થી તે ઉગ્ર અને ભયંકર લાગે
છે,તેમાં પુત્રો,સ્ત્રી,મિત્રો વગેરે અનેક ઝુંડો ભરચક ભર્યા છે,તેથી એ ભય ઉપજાવે
છે.
વળી કર્મ-રૂપ ઉંચા
તરંગો,તેમાં ઉપરાઉપરી ઉછળી રહ્યા છે.
તેથી હું વારંવાર તેમાં
ખેંચાઈ જાઉં છું,અને આમ-તેમ,અનેક ગતિઓમાં ભટક્યા કરું છું.
એમાંથી બચવા કોઈ શરણ જોતો
નહોતો,પરંતુ કોઈ પુણ્ય-કર્મ બાકી રહ્યું હશે તેથી આપનાં ચરણ-કમળ નાં મને દર્શન થયાં છે, હું મૃત્યુ થી પીડાઉં છું,આપ દયા-દૃષ્ટિ કરી મારી રક્ષા
કરો. (૨૫૯-૨૬૪)