શંકરાચાર્ય રચિત
વેદાંત-સિદ્ધાંત-સાર
જો વિચારવામાં આવે તો,ઘરમાં,સ્ત્રીમાં
કે બીજા કોઈ પદાર્થમાં શું સુખ છે? પણ,
જેઓની દૃષ્ટિ માયા-રૂપ અંધકારથી
અંધ બની હોય,અને જે વિવેક-શૂન્ય હોય તેઓ જ મોહ પામે છે.(૪૧)
સર્વ ભોગ્ય પદાર્થો ઉંબરાના
ફળ જેવા છે,તેના સંબંધી વિચાર ના કર્યો હોય ત્યાં સુધી જ તે રમણીય લાગે છે,જે
મનુષ્યો ઘર,સ્ત્રી કે બીજા પદાર્થ વિષેનું સાચું સ્વરૂપ સમજતા નથી હોતા.તેમને જ તે
પદાર્થો ભોગવવા લાયક લાગે છે,પણ તેમના સ્વરૂપ ને સમજનારાઓને તે પદાર્થો ભોગવવા
જેવા જણાતા નથી. (૪૨)
જેમ,કોઈ પાણી ભરેલું પોલાણ
હોય અને તે પોલાણમાંથી પાણી જયારે સુકાઈ ગયું હોય, છતાં એ
પોલાણ ના અતિશય મોહ ને લીધે
કરચલો (જળ નો જીવ) તે પોલાણ ને છોડી દેવા અસમર્થ બને છે,
અને છેવટે તે મરણ પામે છે,
તેમ,ભ્રમ અને મોહ ને લીધે
ઘરના સુખ માં વળગી રહેલો મનુષ્ય છેવટે નાશ પામે છે. (૪૩)
જેમ,રેશમનો કીડો,પોતાની લાળ
ના તાંતણાથી પોતાને વીંટી વીંટી ને પોતાનું રક્ષણ ઈચ્છે છે,પરંતુ
છેવટે તો તે તાંતણામાંથી બહાર
નીકળી શકતો નથી,તેમાં જ વળગી રહી મરણ પામે છે,
તેમ, પુત્ર,સ્ત્રી,મિત્ર
વગેરે ના સ્નેહપાશ થી બંધાયેલો ગૃહસ્થ કોઈ કાળે તેમાંથી છૂટી શકતો નથી,અને છેવટે,
ઘરમાંથી નીકળી જવા ને અસમર્થ
બની ને તેમાં જ મરણ પામે છે. (૪૪-૪૫)
જો સારી રીતે વિચારવામાં આવે
તો આ સંસાર અને કેદખાના વચ્ચે કયો ફરક દેખાય છે?( કોઈ જ નહિ)
-જેમ કેદખાના માંથી છુટવા
માટે વિરોધી વસ્તુઓ (બેડીઓ-ચોકીદાર-દિવાલ વગેરે) હયાત હોય છે,
તેમ,આ સંસારમાંથી છુટવા માટે
વિરોધી વસ્તુઓ (સ્ત્રી સુખમાંથી જન્મેલા મોહ પાશો) હાજર છે.
-જેમ કેદી ના પગમાં બેડીઓ હોય
છે,તેમ સંસારી ને ઘરની મમતા ની બેડી પગમાં બાંધેલી છે.
-જેમ કેદીને દોરીથી બાંધેલો
અને ગળામાં જેમ ફાંસો હોય છે,
તેમ,સંસારી ને પણ સ્ત્રી-પુત્ર
વગેરેની આશા (આકાંક્ષા) અને માયાનો ગળે મજબૂત ફાંસો છે,
અને ધન માટેની પ્રબળ આશા તો
માથા પર તૂટી પડતી વીજળી ની જેવી,પ્રાણ ના નાશ નું કારણ છે.
વળી બીજી સેંકડો આશાઓના પાશ
(દોરી ના પાશ) થી બંધાયેલો મનુષ્ય ઉભો પણ થવા અશકત છે.
-જેમ કેદખાના ની ચારે બાજુ ચોકીદાર
ચોકી કરે છે,
તેમ આ સંસારમાં
કામ,ક્રોધ,મદ-વગેરે ચોકોયાતો નિરંતર ચોકી કર્યા જ કરે છે.
-જેમ કેદખાનાની ચારે બાજુ
મજબૂત દિવાલો નું રક્ષણ હોય છે,
તેમ,સંસાર ની ચારે બાજુ મોટી
મોહ-રૂપી દિવાલો વીંટળાયેલી છે,
અને તે મોહ સાથે રાગ વાળા
(આસકત) તથા,ત્રણ જાતની એષણા (ઈચ્છા)ઓને પરવશ થયેલો.
એવો કયો મનુષ્ય આ સંસાર-રૂપ
કેદખાનામાંથી નીકળવાને સમર્થ થાય ? (૪૬-૪૭-૪૭)
(ત્રણ જાતની એષણા=પુત્રેષણા,વિત્તેષણા,લોકેષણા)
કામરૂપી અંધકાર થી ઘેરાયેલી
દૃષ્ટિવાળો મનુષ્ય સ્ત્રીના જુઠા સ્વરૂપમાં મોહ પામે છે,અને તે આંધળી
દૃષ્ટિવાળા દુર્જન ને (કે
સજ્જન ને) સુખ કે દુઃખ નો તે વખતે વિચાર આવતો જ નથી (૪૯)
આ શરીર કે જેમાંથી ચોવીસે
કલાક દુર્ગંધ વાળા પદાર્થો નીકળ્યા કરે છે –જેવાકે,મોઢું કફ ને કાઢ્યા કરે,
નાક લીંટ ને કાઢ્યા કરે,શરીર
પરસેવો કાઢ્યા કરે-વગેરે.
એવું એ શરીર ચારે બાજુ (પરસેવા
વગેરે ને લીધે) મેલ થી ભરપૂર છે,
વળી બીજું તો કહેવાને પણ અશક્ય
અને મનથી વિચારવાને યોગ્ય નથી,એવું સ્ત્રી શરીર (શરીર નું રૂપ)
તો, એ ઉત્તમ મનવાળા પુરુષો ના આંખ નો વિષય કેમ થાય?(ના જ થઇ શકે) (૫૦)