શંકરાચાર્ય રચિત
વેદાંત-સિદ્ધાંત-સાર
જગત નું “કારણ” (બ્રહ્મ) તો
નિત્ય છે,એમ સર્વ મતવાદીઓ એ માન્ય કર્યું છે,અને
જગત નું કારણ કેવળ બ્રહ્મ જ
છે એમ શ્રુતિ વારંવાર કહે છે. (૧૬૬)
“આ સર્વ જગત બ્રહ્મ-રૂપ છે”
“એ બ્રહ્મ સત્ય છે” એમ
શ્રુતિ બ્રહ્મ ને જ
સત્ય,નિત્ય,અને જગતનું કારણ –સ્પષ્ટ-પણે કહે છે. (૧૬૭)
વળી, ”કર્મથી,પ્રજાથી (સંતાનો
થી) કે ધનથી-મોક્ષ મળતો નથી” એમ,
વેદ પોતે,”કર્મ” ને “મોક્ષ ના
કારણ” તરીકે માનવા સાફ ના પડે છે. (૧૬૮)
વિચારપૂર્વક,જીવ (આત્મા) અને
બ્રહ્મ (પરમાત્મા) એ બંને ની એકતાનું જ્ઞાન થાય વિના,
પુરુષ નો મોક્ષ થતો જ નથી.
કારણકે મોક્ષ નું લક્ષણ જ એ
છે કે-કેવળ પરબ્રહ્મ-“સ્વ-રૂપ” જ આત્મા છે,એમ સમજવું.
અને આવો મોક્ષ,એ યજ્ઞ-યાગ
કરાવવાથી,દાન દેવાથી,વ્રતો કરવાથી,વાવ-કુવા બંધાવવાથી,
શાસ્ત્રો જ્ઞાન-થી કે
મંત્ર-તંત્ર સાધવાથી કદી પણ થતો નથી. (૧૬૯)
વેદ પણ “જ્ઞાનથી જ મોક્ષ થાય
છે” એમ કહી ને જ્ઞાન ને જ મુક્તિ (મોક્ષ) નું કારણ કહે છે.
અને તે સિવાયનાં બીજા કોઈ પણ
“મોક્ષનાં સાધનો” ની ના પાડે છે. (૧૭૦)
બ્રહ્મ ને “નિત્ય”
જાણનારો,વિવેકી,વૈરાગ્યવાન,અને બ્રહ્મ-ભાવ ને જ ઇચ્છતો હોય,તેવો મનુષ્ય,
સ્વર્ગાદિ-અનિત્ય
પદાર્થોમાં,અને તેની સામગ્રીઓમાં કેમ આનંદ પામે ?(ન જ પામે) (૧૭૧)
માટે મોક્ષ અને બ્રહ્મ-ભાવને
ઈચ્છતા પુરુષે,સ્વર્ગાદિ-અનિત્ય પદાર્થોનાં સાધન-રૂપ કહેલ,
નિત્ય-નૈમિત્તિક –આદિ સર્વ
કર્મો નો તેના સાધન સાથે જ ત્યાગ કરવો. (૧૭૨)
માત્ર “શ્રવણ-રૂપ” (વેદોક્ત) કર્મ
અને તેનું સાધન મુમુક્ષુઓ ને માટે ઉપયોગી છે,માટે તે ભલે રહે,
કારણકે બે હાથ ની પેઠે,તે
મુમુક્ષુ ને પોતાનું કાર્ય સિદ્ધ કરી આપશે. (૧૭૩)
જેમ દીવાને સીધો કરવામાં આવે
તો,તે “દીવા ને સીધા કરવાના કર્મ” થી દીવાનો પ્રકાશ વધે છે,
તેમ,શ્રવણ થી ઉત્પન્ન થતું
પુરુષનું જ્ઞાન,તે “શ્રવણ-રૂપ વેદોક્ત કર્મ” થી જ્ઞાનના પ્રકાશને વધારે છે,(૧૭૪)
આ કારણ થી જ,બ્રહ્મ-વાદીઓ કહે
છે કે-“જ્ઞાન” ને “શ્રવણાદિ-કર્મો” ની
જરૂર છે,(બંને સાપેક્ષિત છે)
એટલે જ્ઞાન અને શ્રવણાદિ કર્મ –એ બંને નો સમુચ્ચય (સાથે હોવું) જરૂરી છે. (૧૭૫)