Apr 3, 2014

Sarv-Vedant-Sidhdhant-Saar-Sangrah-Gujarati-સર્વ-વેદાંત-સિદ્ધાંત-સાર-સંગ્રહ-૫૧

શંકરાચાર્ય રચિત વેદાંત-સિદ્ધાંત-સાર

આવા (ચોથા) મતવાદીઓના નિશ્ચય ને વળી જડ-મતવાદીઓ દૂષિત ઠરાવતાં કહે છે કે-
આ પ્રાણ આત્મા કેવી રીતે હોઈ શકે?એ તો અંદરનો વાયુ જ છે અને
ધમણ ના વાયુ ના પેઠે વારંવાર તે બહાર જાય છે અને અંદર આવે છે.
વળી,તે હિત-અહિત અથવા પોતાને-બીજાને –એવું કંઈ જાણતો નથી.
તે જડ સ્વભાવ વાળો,ચપળ અને સર્વદા કર્મ થી યુક્ત છે.

આ પ્રાણ નું ભાન જો મન હોય તો જ દેખાય છે,પણ મન સૂઈ ગયું હોય તો દેખી શકાતું નથી.
મન તો સર્વ જાણે છે અને બધા અનુભવો માં તે જ કારણ છે-માટે “મન-એ આત્મા છે” (પાંચમો મત)
પ્રાણ કદી આત્મા હોઈ શકે જ નહિ.
વળી “હું સંકલ્પ-વિકલ્પવાળો ને વિચાર-વાળો છું” આવો અનુભવ થાય છે.
શ્રુતિ કહે છે કે-“અંતરાત્મા બધાથી જુદો હોઈ મનોમય છે” એમ,મન ને આત્મા માનવામાં પ્રમાણ છે.
માટે મન ને જ આત્મા માનવો યોગ્ય છે. (પાંચમો મત)
આવા આ મત ને વળી બીજો જડ-મતવાદી દૂષિત ઠરાવતાં કહે છે કે- (૫૪૭-૫૫૨)

મન આત્મા કેમ હોઈ શકે?એ તો ચક્ષુ-આદિ ની જેમ તે એક ઇન્દ્રિય (કરણ-સાધન) જ છે.
જે કરણ હોય તે તો બીજા કોઈ કર્તા વડે જ પ્રેરણા પામનારું હોય છે.તે પોતાની મેળે પ્રવૃત્તિ કરી શકતું નથી.
માટે કરણ ને જે પ્રેરણા આપનાર જે કર્તા હોય તેને જ આત્મા માનવાને યોગ્ય છે.
કરણ,આત્મા સ્વતંત્ર પુરુષ હોવાથી બીજા દ્વારા પ્રેરણા પામવાને કદી યોગ્ય ના હોય.
વળી,”હું કર્તા છું,ભોક્તા છું,સુખી છું”આવો અનુભવ પણ થાય છે માટે “બુદ્ધિ જ આત્મા છે” (છઠ્ઠો મત)
કેમ કે-“હું” આવો જે અહંકાર કરવો તે બુદ્ધિનો ધર્મ છે.
વેદ પણ કહે છે કે-“અંતરાત્મા બધાથી જુદો હોઈ વિજ્ઞાનમય (બુદ્ધિ-રૂપ) છે (આમ બુદ્ધિ ને આત્મા કહે છે)
આ વિજ્ઞાનમય (બુદ્ધિ-રૂપ) આત્મા મન થી જુદો અને કર્તા-રૂપ છે.અને તેથી જ તે યજ્ઞ-વગેરે કર્મો કરે છે.”
આમ શ્રુતિ પણ સ્વ-મુખે આ બુદ્ધિ નું કર્તા-પણું સિદ્ધ કરે છે.
માટે બુદ્ધિ ને આત્મા માનવો યોગ્ય છે.આવો બૌદ્ધ-મતે (બૌદ્ધ-છઠ્ઠો મત)  નિશ્ચય કર્યો છે.

પણ તેમના એ નિશ્ચય ને પ્રભાકર અને તર્ક-શાસ્ત્રકારો –એ બંને સહન કરી શકતા નથી,અને
તે મતને દૂષિત ઠરાવતાં કહે છે કે-બુદ્ધિ આત્મા કેમ હોઈ  શકે?  (૫૫૩-૫૫૮)



PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE