શંકરાચાર્ય રચિત
વેદાંત-સિદ્ધાંત-સાર
અહીં ઉત્તમ પંડિતોએ (જ્ઞાનીઓએ)
મૂઢ (અજ્ઞાની) લોકો ની પેઠે,એવી શંકા કદી કરવી નહિ કે,
વેદોક્ત (વેદે કહેલા) નિત્ય-નૈમીત્તિકાદિ
–કર્મો નો ત્યાગ મુમુક્ષુ એ શા માટે કરવો જોઈએ?
(કદાચ કોઈ ને શંકા થાય તો) આ
શંકા નું સમાધાન એ પ્રમાણે છે કે-
નિત્ય-નૈમીત્તિકાદિ કર્મો નું
ફળ જુદું છે,અને શ્રવણ નું ફળ જુદું છે.
આ બંને ની સામગ્રી જુદી છે
અને બંને ના અધિકારીઓ પણ જુદા છે.
(સ્વર્ગાદિ) કામના વાળો
પુરુષ,નિત્ય-નૈમીત્તિકાદિ કર્મો નો અધિકારી છે,અને
નિષ્કામ પુરુષ શ્રવણાદિ-નો
અધિકારી છે. (૧૭૬-૧૭૭-૧૭૮)
નિત્ય-નૈમીત્તિકાદિ કર્મો નો
અધિકારી,તે, તે કર્મો(નિત્ય-નૈમીત્તિકાદિ) ની ઇચ્છાવાળો અને સમર્થ હોવો જોઈએ.એમ
વેદમાં સકામ કર્મ-નિષ્ઠ નું લક્ષણ કહ્યું છે.અને
“લોક ની પરીક્ષા કરી ને
શ્રવણાદિ કર્મ કરનારો” એમ મોક્ષને ઈચ્છનારનું લક્ષણ કહ્યું છે. (૧૭૯)
--મોક્ષ નો અધિકારી સન્યાસી
છે અને કર્મ નો અધિકારી ગૃહસ્થ છે.
--કર્મ કરવામાં સાધન કર્મ નું
સાધન (વેદિકા,સ્ત્રી -વગેરે) જરૂરી છે,જયારે
શ્રવણ કરવા ઇચ્છતા મુમુક્ષુ ને ગુરૂ વિના કોઈ
સાધન ની જરૂર નથી.
--કર્મથી તો અહંકાર ઉપરાઉપરી
ઘણો જ વધ્યે જાય છે,પણ
શ્રવણ થી તો પ્રતિક્ષણ અહંકારનો નાશ થતો જાય
છે.
--કર્મ દર્શાવનારું શાસ્ત્ર
પ્રવૃત્તિ માર્ગે લઇ જાય છે,
અને જ્ઞાન-શાસ્ત્ર તો નિવૃત્તિ માર્ગ તરફ દોરે
છે. (૧૮૦-૧૮૧-૧૮૨)
કર્મના સાધનોમાં તથા જ્ઞાનના
સાધનોમાં તેમજ કર્મના અધિકારીઓમાં અને જ્ઞાનના અધિકારીઓમાં,
વિપરીતતા રહેલી છે, અને એ
બંનેની સામગ્રી ને તથા તે બનેના અધિકારીઓને-
કોઈ કાળે એકબીજાની જરૂર પડતી
નથી.
વળી ઉત્તમ પ્રકારનું જ્ઞાન
સર્વોત્કૃષ્ટ બ્રહ્મને પમાડે છે,પણ કર્મ તો તેનાથી નીચેની ગતિઓમાં લઇ જાય છે.
તેથી એ બંનેને (જ્ઞાન ને કર્મ
વાળાઓ ને) એક બીજાની જરૂર કેવી રીતે થાય?
અથવા જેમ અગ્નિ અને ઘાસ ની
ગંજી સાથે રહી શકે નહિ,અને તેજ તથા અંધકારનો સહ-યોગ કદી હોય જ નહિ,તેમ જ્ઞાન અને
કર્મ નો સહ-યોગ (એકઠા રહેવું) કદી હોઈ શકે જ નહિ.
આમ કર્મ એ જ્ઞાન નું વિરોધી
છે,તેથી એ કર્મ જ્ઞાન પર શું ઉપકાર કરે?(ન જ કરે)
જે કર્મ ના સમીપ રહેવાથી (જવાથી) પણ જ્ઞાન પોતે જરાયે વધુ વિકાસ પામતું નથી
(૧૮૩-૧૮૬)