શંકરાચાર્ય રચિત
વેદાંત-સિદ્ધાંત-સાર
કેવળ જ્ઞાન-નિષ્ઠા માં જ તત્પર
રહેતા મુમુક્ષુ માટે કર્મ ના તંત્ર નો અવકાશ જ નથી.
એના માટે તો તે જ્ઞાન જ કર્મ છે,એ
જ સંધ્યા છે,અને એ જ બધું જ છે.
એનાથી બીજું વધુ એણે કંઈ જ કરવાનું
નથી. (૮૫૭)
બુદ્ધિએ કલ્પી કાઢેલી,મલિનતા ધોઈ
નાખવી,એ જ આત્મા નું સ્નાન છે,એ દ્વારા જ આત્મા ની શુદ્ધિ થાય છે,
માટી થી કે જળથી આત્મા ની શુદ્ધિ
થતી નથી. (૮૫૮)
આત્મ-સ્વરૂપ માં જ મન સ્થિર કરે
તે જ મુમુક્ષુ નું અનુષ્ઠાન (કર્તવ્ય-કર્મ) છે.
બાકીનાં મન,વચન કર્મ થી થતાં બધાં
કર્મ જુઠ્ઠાં હોવાથી મિથ્યા છે. (૮૫૯)
બધા દૃશ્ય પદાર્થો નો નિષેધ કરી,આત્મ-સ્વરૂપે
જ સ્થિતિ કરવી,
એ જ સંધ્યા છે,એ જ અનુષ્ઠાન છે,એ
જ દાન છે,એ જ ભોજન છે. (૮૬૦)
જેઓએ પરમાર્થ વસ્તુ જાણી હોય,અને
જેઓનાં અંતઃકરણ અને આત્મા શુદ્ધ હોય,
તેવા યતિઓ માટે,આત્માનુસંધાન વિના
બીજું કયું અનુષ્ઠાન છે? (૮૬૧)
માટે યતિએ બીજી ક્રિયાઓ ત્યજી
ને જ્ઞાન-નિષ્ઠા માં જ તત્પર થવું,ઉત્તમ આત્મનિષ્ઠા માં જ નિશ્ચળ રહેવું,
અને તેનો જ પરમ આશ્રય કરવો.
(૮૬૨)
જેને તત્વજ્ઞાન યોગ પર આરૂઢ થવાની
ઈચ્છા હોય,તેણે પોતાને યોગ્ય,શ્રવણ-મનનાદિ કર્મ કરવાં જોઈએ,
પણ જે યોગ પર ચઢી રહ્યો હોય,તેને
માટે યજ્ઞ-યાગાદિ કર્મો,
એ યોગ-માર્ગ ઉપર ચઢાવનારાં
માન્યાં નથી. (૮૬૩)
જે મુમુક્ષુ યોગ પર ચઢી રહ્યો
હોય,તેણે બીજી કોઈ પણ ક્રિયા કરવી,તે લગારે યોગ્ય નથી,કેમકે,
એ મનુષ્ય બીજી ક્રિયાઓ માં આસક્ત
મન વાળો થાય, એટલે તાડના ઝાડ ઉપર ચઢવા જનાર મનુષ્ય ની પેઠે તે અવશ્ય પડે જ છે. (૮૬૪)
તો પછી,જે બુદ્ધિમાન પુરુષ,યોગારૂઢ
બની સિદ્ધ અને કૃત-કૃત્ય થઇ ચુક્યો હોય તેની દૃષ્ટિ,
આત્મા સિવાય બહાર હોતી નથી,પછી
તેણે કર્મો કરવાની વાત જ ક્યાં રહે છે?
આ રીતે (દૃશ્ય-યુક્ત સવિકલ્પ સમાધિ)
- દ્રશ્યાનુવિદ્ધ-સવિકલ્પ સમાધિ- કહી.
(૮૬૫)
શબ્દાનુવિદ્ધ -સવિકલ્પ-સમાધિ નો
શબ્દ “ભાવ” (શ્લોક ૮૬૬ થી ૮૭૨ સુધી નું વર્ણન)
હું શુદ્ધ છું,હું બુદ્ધ છું,પ્રત્યગાત્મા
સ્વરૂપે હું નિત્ય સિદ્ધ છું,હું શાંત છું,હું અનંત છું,અને
સારી રીતે વ્યાપેલા પરમાનંદ નો સમુદ્ર હું જ છું. (૮૬૬)