શંકરાચાર્ય રચિત
વેદાંત-સિદ્ધાંત-સાર
શ્રીકૃષ્ણ ગીતાજીમાં કહે છે
કે-સન્યાસી યોગનો અભ્યાસ કરતો હોય,અને તે દરમિયાન જો યોગથી ચલિત (ભ્રષ્ટ) ચિત્તવાળો
થાય,તો પુણ્ય કરનારાઓના લોક ને પામી,પાછો પવિત્ર શ્રીમંતોને ઘેર જન્મે છે. (૧૪૬)
એ ઉપરથી ભગવાન કૃષ્ણ “કેવળ સંન્યાસ
લઈને ચૂપચાપ મરણ પામેલાને,માત્ર સંન્યાસથી જ પુણ્યલોકની ગતિ પ્રાપ્ત થાય છે” –એમ કહેતાં
નથી,પણ “કેવળ સંન્યાસ થી જ સિદ્ધિ મળતી નથી” એમ કહે છે.
અને શ્રીકૃષ્ણ જણાવે છે
કે-સંન્યાસીનાં કર્તવ્ય શ્રવણાદિ નો ત્યાગ કરવાથી સિદ્ધિ થતી જ નથી. (૧૪૭-૧૪૮)
માટે આવેલાં તે દુઃખો
તિતિક્ષાથી સહન કરી લઈને સાથે સાથે શક્તિ અનુસાર,
કર્તવ્ય કર્મ – શ્રવણાદિ –વગેરે
અવશ્ય કરવાં જ જોઈએ. (૧૪૯)
કાળજીથી સિદ્ધ કરેલી તિતિક્ષા
નું પ્રયોજન,આવેલા દુઃખો ને સહન કરવા સિવાય બીજું કંઈ દેખાતું નથી,
એટલે તિતિક્ષાની સાથે શ્રવણાદિ-કર્તવ્ય
કર્મ પણ હોવાં જોઈએ. (૧૫૦)
ઉપરતિ
સાધન-રૂપે દેખાતાં સર્વ કર્મો
નો વિધિપૂર્વક સંપૂર્ણ ત્યાગ કરવો,તેને “સંન્યાસ”
માન્યો છે,
આ “સંન્યાસ” જ કર્મો ને બંધ
કરાવે છે,માટે “ઉપરતિ” કહેવાય છે.
વેદ પણ કહે છે કે-સર્વ
વિરુદ્ધ કર્મો નો ત્યાગ તે જ સંન્યાસ છે.
(૧૫૧-૧૫૨)
વેદમાં કહેવાય છે કે-કર્મ થી
સિદ્ધ થતા સર્વ પદાર્થ અનિત્ય છે, તો પછી,
નિત્ય ફળને ઇચ્છતા અને
પરમાર્થ સાથે જ સંબંધવાળા,પુરુષને એવાં કર્મ ની શી જરૂર છે? (૧૫૩)
ઉત્પાદ્ય (ઉત્પન્ન થનાર) –
આપ્ય (પ્રાપ્ત થનાર)- સંસ્કાર્ય (સંસ્કાર પામનાર)-વિકાર્ય (વિકાર પામનાર)
-એમ ચાર પ્રકારનાં કર્મ
વડે સિદ્ધ થતાં “ફળ” ગણાય છે. (૧૫૪)
બ્રહ્મ તો સ્વતઃસિદ્ધ,સર્વકાળે
પ્રાપ્ત થયેલ,શુદ્ધ,નિર્મળ અને નિષ્ક્રિય છે.
તેથી,ઉપર દર્શાવેલાં ચાર કર્મ-ફળ માંહેના એકે ય રૂપ થવા ને યોગ્ય નથી. (૧૫૫)