શંકરાચાર્ય રચિત
વેદાંત-સિદ્ધાંત-સાર
શ્રુતિ કહે છે કે-મુક્તિ
માટે,બ્રહ્મચર્ય-વગેરે “બહારનાં અંગો” છે,અને
ઉપર કહેવામાં આવેલાં “શમ-દમ-તિતિક્ષા-ઉપરતિ-શ્રદ્ધા-સમાધાન”
એ છ- “અંદરનાં અંગો” છે.
પંડિતો પણ કહે છે કે-બહિરંગ
(બહારનાં અંગો) કરતાં અંતરંગ (અંદરના અંગો) વધારે બળવાન છે.
માટે જિજ્ઞાસુ માં શમ-આદિ
(ષટ-સંપત્તિ) છ અંદરના અંગો અવશ્ય હોવાં જોઈએ. (૨૨૧)
જેમ,યુદ્ધ કરનાર લડવૈયો,જો
ધીરજ વિનાનો હોય,તો તેની પાસે હથિયારો ઘણાં હોવાં છતાં નકામાં છે,
તેમ,મુમુક્ષુ,જો કરોડો
પ્રકારનાં શ્રવણાદિ કરે પણ,તેનામાં ઉપર દર્શાવેલ,શમાદિ-છ અંદરનાં અંગો ના
હોય તો એ શ્રવણાદિ સફળ થતાં
નથી. (૨૨૫)
મુમુક્ષતા
વિદ્વાન પુરુષ જયારે “બ્રહ્મ
અને આત્મા એક છે” એવું “અનુભવ જ્ઞાન” મેળવી ને,
“સંસાર-રૂપ પાશ” નું બંધન
છોડી નાખવા ઈચ્છે છે-એ મુમુક્ષુ કહેવાય છે.
(૨૨૬)
આ “મુમુક્ષા” જ સર્વ “સાધનો”
નું મૂળ કારણ છે,કારણકે,જેને મોક્ષ માટે ઈચ્છા જ ના હોય,અને તે દ્વારા
જે પ્રવૃત્તિ જ ન કરે,તેને
માટે શ્રુતિ-શ્રવણ શું? અને તેનું ફળ (ઈશ્વર) પણ શું? (૨૨૭)
તીવ્ર,મધ્યમ,મંદ,અને અતિમંદ-આમ
ચાર પ્રકારની મુમુક્ષા છે.એ સાંભળો. (૨૨૮)
અનેક સ્વરૂપોવાળા,ત્રણ તાપો થી
નિત્ય સંતાપ પામતો, અને તેથી જેનો અંતરાત્મા ગભરાઈ ગયો હોય,
એવો મનુષ્ય સર્વ પરિગ્રહ નો, તે
સર્વ અનર્થ છે,એમ સમજી, તે સર્વ નો (બુદ્ધિ થી પણ) ત્યાગ કરી દે,
તે-અતિ તીવ્ર મુમુક્ષા છે.
(૨૨૯)
ત્રણ તાપોની તીવ્રતા જોઈ ને સ્ત્રી,પુત્ર
–આદિ ને ત્યજી દેવા માટે –એં બંને ની વચ્ચે,
જે મનુષ્યની બુદ્ધિ, ડોલ્યા કરે
તેને મધ્યમ મુમુક્ષા માની છે. (૨૩૦)
“મોક્ષ માટે હજી વાર છે,હમણાં
મારે શું ઉતાવળ છે? ભોગ ભોગવી,બધાં કર્યો કર્યા પછી,હું મુક્તિ માટે પ્રયત્ન કરીશ”
એવી જે બુદ્ધિ છે તે મંદ-મુમુક્ષા કહેવાય છે. (૨૩૧)
“માર્ગે જનાર ને જેમ મણિ મળી આવે
છે,તેમ મને પણ મોક્ષ મળી આવે તો કેવું સારું?”
એવી આશામાં મંદ-મતિ લોકો ની બુદ્ધિ ભમ્યા કરતી હોય છે,તે –અતિમંદ-મુમુક્ષા છે.
(૨૩૨)