Apr 3, 2014

Sarv-Vedant-Sidhdhant-Saar-Sangrah-Gujarati-સર્વ-વેદાંત-સિદ્ધાંત-સાર-સંગ્રહ-૩૮

શંકરાચાર્ય રચિત વેદાંત-સિદ્ધાંત-સાર

વળી આ રીતે પંચીકૃત બનેલાં (પંચીકરણ-થયેલા)પ્નાચે ભૂતો ની ઉત્પત્તિ બીજી શ્રુતિઓમાં પણ સંભળાય છે,તેથી વિદ્વાનો એ આ પંચીકરણ ને જ પ્રમાણિક માનવું.
અને જો બીજી રીતે કરવામાં આવે તો,પ્રત્યક્ષ-આદિ પ્રમાણ સાથે વિરોધ આવે. (૪૦૨-૪૦૩)

કારણકે “આકાશ અને વાયુનો ધર્મ”  “અગ્નિ” -વગેરેમાં જેવો જણાય છે,તેવો,
“અગ્નિ-વગેરે” નો ધર્મ “આકાશ કે વાયુ” માં દેખાતો નથી-
માટે “આ પંચીકરણ અપ્રમાણિક છે” એમ લગારે વિચાર કરવો નહિ.
વળી,અગ્નિ-વગેરેમાં આકાશ (પોલાણ માં રહેલું આકાશ) ના અંગો નું વ્યાપવું-જણાય છે,
તેમ જ કારણ (આકાશ) ની અધિકતા હોવાથી તેઓમાં “શબ્દ” પણ જણાય છે.

આ જ પ્રમાણે,વાયુ નો ધર્મ પણ અગ્નિ -વગેરેમાં જણાય છે,

પરંતુ,આકાશ અને વાયુમાં,અગ્નિ- વગેરે નું વ્યાપવું,તેટલા પ્રમાણમાં જણાતું નથી.
તો પણ,સૂક્ષ્મ-રૂપે “અંશો ની વ્યાધિ” હોવાથી,
તેનો (અગ્નિ-વગેરેનો) ધર્મ નથી જણાતો તેમ પણ નથી.  (૪૦૪-૪૦૭)

વળી બધે ઠેકાણે “કારણ” ને અનુસરી ને “કાર્ય” જોવામાં આવે છે, માટે,
વિદ્વાનો એ આ પંચીકરણ ને જ પ્રમાણ માનવું.  (૪૦૮)

આ પંચીકરણ ને અનુસરી ને જ દરેક ભૂતોમાં ગુણો ઉત્પન્ન થયા છે,તે હું કહું છું તે સાંભળ.
--“આકાશ” માં એકલો “શબ્દ” ગુણ છે.
--“વાયુ” માં “શબ્દ અને સ્પર્શ” –બે ગુણો છે.
--“તેજ” માં “શબ્દ-સ્પર્શ-અને રૂપ” એ ત્રણ ગુણો છે.
--“જળ” માં “શબ્દ-સ્પર્શ-રૂપ અને રસ” એ ચાર ગુણો છે.
--“પૃથ્વી” માં “શબ્દ-સ્પર્શ-રૂપ-રસ અને ગંધ” એ પાંચે ગુણો છે.

જ્ઞાનેન્દ્રિયો પૈકી-
--શ્રોત્ર (કાન) ઇન્દ્રિય –એ આકાશનો અંશ છે-તેથી તે તેના ગુણ “શબ્દ” ને ગ્રહણ કરે છે.
--ત્વચા (ચામડી) ઇન્દ્રિય-એ વાયુ નો અંશ છે તેથી તેના ગુણ “સ્પર્શ” ને ગ્રહણ કરે છે.
--ચક્ષુ (આંખ) ઇન્દ્રિય-એ તેજ નો અંશ છે તેથી તે તેના ગુણ “રૂપ” ને ગ્રહણ કરે છે.
--જીહવા (જીભ) ઇન્દ્રિય- એ જળ નો અંશ છે તેથી તેના ગુણ “રસ” ને ગ્રહણ કરે છે.
--ઘ્રાણ (નાક) ઇન્દ્રિય –એ પ્રથ્વી નો અંશ છે,તેથી તેના ગુણ “ગંધ” ને ગ્રહણ કરે છે.  (૪૦૯-૪૧૩)



PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE