Apr 3, 2014

Sarv-Vedant-Sidhdhant-Saar-Sangrah-Gujarati-સર્વ-વેદાંત-સિદ્ધાંત-સાર-સંગ્રહ-૮૬

શંકરાચાર્ય રચિત વેદાંત-સિદ્ધાંત-સાર

પોતાનું શરીર જયારે મૃત્યુ ને અધીન કરાય,(એટલે પોતાના શરીર નું મરણ થઇ ગયું છે તેવું જયારે ગણે)
ત્યારે,”જીવનમુક્તિનું સ્થાન”  છોડીને જ્ઞાની પુરુષ,
“નિશ્ચળ-ભાવ ને પામેલા પવન” ની પેઠે,”વિદેહ-મુક્તિ-પણું”  પામે છે. (૯૭૯)

પછી (શરીર ને મૃત્યુ ને અધીન કરી-વિદેહ-મુક્તિ પામ્યા પછી)  એ,તે જ વસ્તુ-રૂપ બન્યો હોય છે કે-જે-
વાણી નો પણ અવિષય છે (તેના વિષે કંઈ બોલી શકાતું નથી)-તે,
શૂન્ય-વાદીઓ નું શૂન્ય છે,બ્રહ્મ-વેતાઓનું બ્રહ્મ છે,વિજ્ઞાન-વેતાઓનું વિજ્ઞાન છે,
મલિનોનો ના મળ-રૂપ છે,સાંખ્ય-દ્રષ્ટાઓનો પુરુષ છે,યોગ-વાદીઓ નો ઈશ્વર છે,
શિવ-શાસ્ત્ર માનનારાઓનો શિવ છે,અને કેવળ કાળને માનનારાઓ નો કાળ છે. (૯૮૦-૯૮૧)

જે વસ્તુ સર્વ-શાસ્ત્રો ના સિદ્ધાંત-રૂપ છે,સર્વ ના હૃદયમાં રહેલ છે,સર્વ-સ્વ-રૂપ છે,અને સર્વ-વ્યાપી છે,
એ જ “તત્વ-રૂપે” એ વિદેહ-મુક્ત રહેલો હોય છે. (૯૮૨)

“હું બ્રહ્મ જ છું,હું ચૈતન્ય જ છું” એમ પણ જે- “ન ચિંતવે”,
પરંતુ માત્ર “ચૈતન્ય ના અંશ”  જેવો જ રહે----તે વિદેહ-મુક્ત જ છે.  (૯૮૩)

જેને પ્રપંધ નું ભાન ન હોય અને બ્રહ્માકાર પણ ન હોય,પરંતુ,
ભૂતકાળ ના ભાવ જેના જતા રહ્યા હોય,-----તે વિદેહ-મુક્ત જ છે. (૯૮૪)

જે ચિત્ત-વૃત્તિ થી પર થયો હોય,ચિત્ત-વૃત્તિ થી બીજાનો પ્રકાશક બન્યો હોય,અને
પોતે ચિત્ત-વૃત્તિ થી રહિત હોય,-------તે વિદેહ-મુક્ત જ છે.  (૯૮૫)

જે “જીવાત્મા અને પરમાત્મા”-- એવા પ્રકારના,અથવા “સર્વ પ્રકારના ચિંતનથી રહિત” થયો હોય,
અને જેનું સ્વ-રૂપ સર્વ પ્રકાર ના “સંકલ્પોથી ત્યજાયું” હોય,તે વિદેહ-મુક્ત જ છે. (૯૮૬)

જેનું સ્વરૂપ કાર થી કહેવાતી વસ્તુથી” રહિત હોય અથવા,”સર્વ કહેવાતી વસ્તુઓથી જુદું” હોય,
અને જેનો “આત્મા” ત્રણે અવસ્થાઓથી રહિત થયો હોય,તે વિદેહ-મુક્ત જ છે. (૯૮૭)

જેમ,સર્પની કાંચળી,સર્પથી છૂટી થઇ,જીવ વિનાની રાફડા પર પડી હોય,
ત્યારે સર્પ તે કાંચળી ને પોતાની માનતો નથી,
તે જ પ્રમાણે,જ્ઞાની પુરુષ,સ્થૂળ તથા સૂક્ષ્મ શરીર ને પોતાનું માનતો જ નથી,
કારણકે,પ્રત્યગાત્મા (આત્મા) ના જ્ઞાન-રૂપ અગ્નિ થી,તેનું મિથ્યા-જ્ઞાન,કારણ સાથે નાશ પામ્યું હોય છે,

વળી,તે “નેતિ નેતિ” એવા અપવાદ-મય જ બને છે.તેથી શરીર-રહિત થાય છે.
વિશ્વ-તેજસ-અને પ્રાજ્ઞ-એ ત્રણ,
વિરાટ-હિરણ્યગર્ભ અને ઈશ્વર-એ ત્રણ,તેમજ
બ્રહ્માંડ-પિંડઅંડ-અને ભૂર્ –વગેરે બધા લોકો,
પોત-પોતાની ઉપાધિ નો વિલય થતાં, જ પ્રત્યગાત્મા (આત્મા) માં લય પામે છે,
એટલે પછી શાંત,શાંત અને શાંત-“સત્ય” જ બાકી રહે છે.બીજું કંઈ પણ હોતું નથી. (૯૮૮-૯૯૨)



PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE