શંકરાચાર્ય રચિત
વેદાંત-સિદ્ધાંત-સાર
જેમ જુદાં જુદાં વૃક્ષો નું “અભેદ
દૃષ્ટિએ એક-પણું” ગણવાથી તે “વન” કહેવાય
છે,
તેમ જુદાં જુદાં અજ્ઞાનોનું
અભેદ દૃષ્ટિએ એક-પણું ગણતાં તે “સમષ્ટિ અજ્ઞાન” કહેવાય છે. (૩૦૮)
આ “સમષ્ટિ-અજ્ઞાન”
એ ઉત્કૃષ્ટ (મોટામાં મોટું) છે, તેમાં પ્રથમ સત્વ-ગુણ ના અંશો વધારે હોય છે,
તેથી તેનું સ્વરૂપ જાણનારા
તેને “માયા” કહે છે.શુદ્ધ સત્વગુણ એ- તે માયાનું લક્ષણ છે.
(૩૦૯)
આ માયા-રૂપ ઉપાધિ-વાળું “ચૈતન્ય”
–એ “બ્રહ્મ” ના આભાસવાળું,સત્વગુણ ની અધિકતાવાળું,અને
સર્વજ્ઞત્વ-આદિ ગુણો વાળું
હોઈ,જગતની ઉત્પત્તિ,સ્થિતિ અને વિનાશ નું કારણ છે.
અને એ જ અવ્યાકૃત,અવ્યક્ત અને
“ઈશ્વર” પણ કહેવાય છે.
એ સર્વ શક્તિઓ અને ગુણોથી
યુક્ત,સર્વ જ્ઞાન ના પ્રકાશક,સ્વતંત્ર,સત્ય સંકલ્પોવાળા,
સત્ય કામનાઓવાળા,સર્વના
નિયંતા ઈશ્વર (અહીં મહા-વિષ્ણુ) છે.
વળી આ મહા-વિષ્ણુ (ઈશ્વર)
મહાશક્તિમાન અને અતિશય મોટા છે.
(૩૧૦-૩૧૨)
તેમજ સર્વજ્ઞ-પણું તથા
ઈશ્વર-પણું- આદિ ધર્મો નું “કારણ” છે.
તેથી મહા-બુદ્ધિમાનો આ
ઈશ્વરના શરીર ને “કારણ-શરીર” કહે છે.કે જે
સત્વ-ગુણ થી વૃદ્ધિ પામેલું
“સમષ્ટિ અજ્ઞાન” જ છે. (૩૧૩)
આમાં આનંદ પુષ્કળ છે,અને કોશ
(ખજાના) ની પેઠે તે આનંદ ને સિદ્ધ કરનાર છે.તેથી
તેને ઈશ્વર નો “આનંદમય”કોશ
કહે છે.
વળી,તે સર્વ જીવો ના ઉપરામનું
કારણ છે.જેથી તેને સર્વ નું સુષુપ્તિ સ્થાન કહે છે.
જેમાં પ્રાકૃત પ્રલય થાય છે,એમ શ્રુતિઓ વારંવાર સંભળાવે છે. (૩૧૪-૩૧૫)