Apr 3, 2014

Sarv-Vedant-Sidhdhant-Saar-Sangrah-Gujarati-સર્વ-વેદાંત-સિદ્ધાંત-સાર-સંગ્રહ-૬૪

શંકરાચાર્ય રચિત વેદાંત-સિદ્ધાંત-સાર

--જયારે,સમષ્ટિ-રૂપ “અજ્ઞાન” –એ આભાસ-સહિત અને સત્વગુણ ની અધિકતા વાળું હોય છે,
  ત્યારે, આકાશ થી માંડી વિરાટ સુધી,પોતાના “કાર્ય” થી યુક્ત બને છે.
--એ “સમષ્ટિ-અજ્ઞાન”  થી યુક્ત જે ચૈતન્ય છે,તે-સત્ય,જ્ઞાન આદિ “લક્ષણ-વાળું” છે.
--અને, સર્વજ્ઞ-પણું,ઈશ્વર-પણું,અંતર્યામી-પણું—વગેરે “ગુણો” થી યુક્ત છે.
--જગતનું સ્ત્રષ્ટા-પણું (સર્જન),રક્ષક-પણું,તથા સંહારક-પણું –વગેરે તેના “ધર્મો” છે.
--તે ચૈતન્ય સ્વ-રૂપે ભાસે છે,તે ગુણો થી અમાપ (માપી ના શકાય તેવું) છે,અવ્યક્ત (અપ્રગટ) છે,
--અને તે “પર-બ્રહ્મ” કહેવાય છે-
--તેવું આ “ચૈતન્ય” (ઈશ્વર) તે “તત્” પદ નો વાચ્યાર્થ કહેવાય છે.  (૭૧૦-૭૧૨)

પરંતુ (જો તત્વમસિ-એ આખા શબ્દ નો વાક્યાર્થ જોવા માં આવે તો)
--જેવો, “નીલમ ઉત્પલમ-કાળું કમળ” એ વાક્ય માં –આખા વાક્યનો અર્થ બંધબેસતો થાય છે,
--તેવો, “તત્વમસિ” એ વાકયમાં –આખા વાક્ય નો અર્થ (વાક્યાર્થ) બંધબેસતો થતો નથી.
કેમકે,
--“કાળા” શબ્દ ને “કમળ” શબ્દ સાથે –“વિશેષણ” રૂપે જોડવાથી કમળ,બીજા (સફેદ) કમળ થી જુદું પડે છે.
--અને “કમળ” શબ્દ ને “કાળા” શબ્દ સાથે “વિશેષ્ય” રૂપે જોડવાથી,
  કમળ એ “કાળું ધોળું” નહિ-પણ કાળા કમળ-રૂપે (સફેદ) કમળથી જુદું પડે છે.
--એમ,એ બંને વિશેષણ અને વિશેષ્ય –એકબીજાથી જુદા પદાર્થ ને જુદા પાડીને,
   (૧) વિશેષણ-વિશેષ્ય સંબંધથી અથવા (૨) બીજા અભેદ સંબંધથી –
   પરસ્પર જોડાઈને વાક્ય નો અર્થ બંધબેસતો કરે છે.
--અને તેમાં બીજા કોઈ  “પ્રમાણ” નો  “વિરોધ” નથી-
   આથી આખા વાકય નો અર્થ કોઈ જાતની હરકત વિના સારી રીતે (બંધબેસતો) ઘટાવી શકાય છે.

પણ એ રીતે-
--“તત્વમસિ” એ વાક્ય માં આખા વાક્ય નો અર્થ (વાક્યાર્થ) બરોબર (બંધબેસતો) ઘટતો નથી,
--કેમ કે-
--“તત્” પદનો મુખ્ય “વાચ્યાર્થ” –“પરોક્ષ-પણું –આદિ ધર્મો વાળું” –“ચૈતન્ય” (ઈશ્વર) એવો થાય છે,અને,
--“ત્વમ” પદનો “વાચ્યાર્થ” –“અપરોક્ષ-પણું-આદિ ધર્મો વાળું-“ચૈતન્ય” (જીવ)—એવો થાય છે.
એટલે,
--આ બંને નો (૧) વિશેષણ-વિશેષ્ય સંબંધ અથવા (૨) બીજો અભેદ સંબંધ –
  લઇ ને –જો આખા વાક્ય નો અર્થ (વાક્યાર્થ) કરવામાં આવે –તો-
--“પ્રત્યક્ષ”-આદિ પ્રમાણો નો “વિરોધ” આવે છે અને વાક્ય નો અર્થ બરાબર (બંધબેસતો) ઘટતો નથી,

આ વિરોધ કેવી રીતે આવે છે? તે હું તને કહુ છું.  (૭૧૩-૭૨૦)



PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE