શંકરાચાર્ય રચિત
વેદાંત-સિદ્ધાંત-સાર
કર્મેન્દ્રિયો પૈકી-
--વાણી (જીભ થી વાણી) એ આકાશ
નો અંશ છે,તેથી તે “શબ્દ” ના ઉચ્ચાર રૂપ “ક્રિયા” ને કરે છે.
--બંને પગ-વાયુ ના અંશ છે,તેથી
તે જવું-આવવું-વગેરે “ક્રિયા” કરે છે.
--બંને હાથ- એ તેજ ના અંશ
છે,તેથી તે અગ્નિ વગેરે ની પૂજા (ક્રિયા) માં તત્પર બને છે.
--ગુહ્ય ઇન્દ્રિય-એ જળ નો અંશ
છે,તેથી તે મૂત્ર અને વીર્ય ને બહાર કાઢે છે.
--ગુદા ઇન્દ્રિય-એ પ્રુથ્વી
નો અંશ છે,તેથી તે કઠણ મળ ને બહાર કાઢે છે.
જ્ઞાનેન્દ્રિયોના દેવો-
---કાન નો દેવ-દિશા,---ચામડી
ના દેવ-વાયુ,---આંખ ના દેવ-સૂર્ય,
---જીભ ના દેવ-વરુણ,---નાક ના
દેવ-બે અશ્વિનકુમાર
કર્મેન્દ્રિયો ના દેવો-
---વાણી નો દેવ-અગ્નિ---હાથનો
દેવ-ઇન્દ્ર---પગના દેવ-વિષ્ણુ
---ગુદાનો
દેવ-મૃત્યુ---ગુહ્યેન્દ્રિય ના દેવ-પ્રજાપતિ છે.
તે જ રીતે
---મન નો દેવ –ચંદ્ર---બુદ્ધિ
નો દેવ-બૃહસ્પતિ---અહંકાર નો દેવ-રુદ્ર---ચિત્ત નો દેવ-ક્ષેત્રજ્ઞ
આ બધા દેવો,આકાશ-વગેરેના
“સત્વગુણ”માંથી ઉત્પન્ન થયા છે. (૪૧૪-૪૧૯)
આ ઇન્દ્રિયો ના
દેવો,ઇન્દ્રિયો નાં સ્થાનોમાં તે તે ઇન્દ્રિયોની સાથે રહે છે,અને પ્રાણીઓનાં કર્મો
પ્રમાણે,
ઇન્દ્રિયો નો નિગ્રહ કરે છે
અને અનુગ્રહ કરે છે.
એટલે કે તે ઇન્દ્રિયો ને
વિષયો તરફ પ્રેરે છે કે વિષયોમાંથી વાળે છે. (૪૨૦)
શરીર,ઇન્દ્રિયો,વિષયો,પ્રાણ-યુક્ત
અહંકાર અને તેઓના દેવો-આ પાંચ ને
સર્વ કર્મો ની સિદ્ધિ માં
“કારણો” કહ્યાં છે. (૪૨૧)
“કર્મો” ને અનુસરીને “ગુણો”
નો ઉદય થાય છે,ગુણો ને અનુસરીને “મન” ની પ્રવૃત્તિ થાય છે.
અને ‘મન” ને અનુસરીને બંને
પ્રકારની ઇન્દ્રિયો,આ લોકમાં પુણ્ય અને પાપ કરે છે. (૪૨૨)
“વિજ્ઞાનમય કોશ” (બુદ્ધિ અને જ્ઞાનેન્દ્રિયો)
એ “હું કર્તા છું” એવું અભિમાન કરે છે,અને તે રૂપે રહ્યો છે,
“આત્મા” તો માત્ર સાક્ષી જ છે,એ
કંઈ કરતો નથી,અને કરાવતો પણ નથી,તટસ્થ જેવો છે. (૪૨૩)
જોનાર,સાંભળનાર,બોલનાર,કરનાર (કર્તા)
અને ભોગવનાર-એ અહંકાર જ છે,
“આત્મા” પોતે તો આ વિકારો નો સાક્ષી
અને નિર્લેપ જ છે. (૪૨૪)