શંકરાચાર્ય રચિત
વેદાંત-સિદ્ધાંત-સાર
જેમ, હર કોઈ કર્મમાં
--સૂર્યનું જેવું સાક્ષી-પણું છે-ગરમ
લોઢામાં રહેલ અગ્નિ જેવું દાઝવા-પણું છે,અને
દોરડીમાં ભ્રાંતિ થી કલ્પી
કાઢેલી કોઈ વસ્તુ (સર્પ)નો જેવો સંગ છે,
તે જ પ્રમાણે,કુટસ્થ અને
ચૈતન્ય-આત્મ-સ્વ-રૂપ મારું,
બધે સાક્ષી-પણું,પ્રકાશક-પણું
અને નિઃસંગ-પણું છે. (૯૩૫)
એમ કહી તે શિષ્યે ગુરુની
સ્તુતિ કરી,વિનયથી પ્રણામ કર્યા અને પછી,
મુમુક્ષુઓ પર ઉપકાર કરવા માટે
પૂછવાના પ્રશ્નો આ પ્રમાણે પૂછ્યા.
“હે,ભગવન,જીવન-મુક્ત
નું,આત્મા ના અનુભવનું,તથા વિદેહ-મુક્ત નું લક્ષણ શું?
તે કૃપા કરી યથાર્થ મને કહો.
(૯૩૬-૯૩૭)
ગુરુનો ઉત્તર-જ્ઞાન ની છ
ભૂમિકાઓ
પ્રથમ તો હું તને જ્ઞાન ની
સાત ભૂમિકાઓ નું લક્ષણ કહું છું.
કારણકે,તેં જે હમણાં મને
પૂછ્યું,એ બધું જ્ઞાન થતા જણાઈ જાય છે.
(૧) શુભેચ્છા (૨) વિચારણા (૩)
તનુમાનસી (૪) સત્ત્વાપત્તિ (૫) અસંસક્તિ
(૬) પદાર્થભાવના (૭)
તુર્યગા (૯૩૮-૯૪૦)
“શાસ્ત્રો અને સજ્જનો તો મારી
સામે જોઈ રહ્યા છે.—છતાં હજુ હું મૂઢ જ
કેમ રહ્યો છું ?”
આવી વૈરાગ્યપૂર્વક ઈચ્છા થાય
તેણે વિદ્વાનો “શુભેચ્છા” (શુભ-ઈચ્છા) કહે છે. (૯૪૧)
શાસ્ત્રો અને સજ્જનો નો સંગ
(સંબંધ) થવાથી,વૈરાગ્ય થાય અને તે પછી,
અભ્યાસ-પૂર્વક સદાચારમાં જે
વૃત્તિ થાય,તેણે “વિચારણા” કહે છે.
(૯૪૨)
શુભેચ્છા અને વિચારણા (ઉપરની
બે ભૂમિકાઓ) ના યોગ થી,ઇન્દ્રિયો ના વિષયો પર રાગ ના રહે અને,
‘મન’ ની સ્થિતિ એ વિષયો પર થી
પાતળી પડી જાય,ત્યારે એ “તનુ-માનસી” કહેવાય છે. (૯૪૩)
ઉપરની ત્રણે ભૂમિકાઓના
અભ્યાસથી,ચિત્તમાં પદાર્થો ઉપર વૈરાગ્ય થાય,અને તેને લીધે,
“શુદ્ધ-સત્વ-ગુણ-રૂપે” તે
(મનુષ્ય) બની રહે,તે “સત્ત્વાપત્તિ” (સત્વ-આપત્તિ?) કહેવાય છે.
(૯૪૪)
ઉપરની ચાર પ્રકારની ભૂમિકાઓના
અભ્યાસથી,જેનામાં અસંગતતા –રૂપી ફળ થાય છે,અને
સત્વગુણ નો ચમત્કાર ખૂબ જામે
છે,તે “અસંસક્તિ” નામેની જ્ઞાન-ભૂમિકા છે. (૯૪૫)
ઉપરની પાંચ ભૂમિકાઓના
અભ્યાસથી,પોતાના આત્મામાં જ અતિશય રમણતા થાય છે,
બહાર ના કે અંદરના પદાર્થો
જણાતા જ નથી,
અને બીજા કોઈ થોડા મનુષ્યોને
ઘણો પ્રયત્ન કરે ત્યારે માંડમાંડ બહારના કે અંદરના પદાર્થો દેખાય છે,
આ “પદાર્થ-ભાવના”
નામની છઠ્ઠી ભૂમિકા છે. (૯૪૬-૯૪૭)
ઉપરની છ ભૂમિકાઓનો લાંબો સમય
અભ્યાસ કરવાથી,
કોઈ જાતનો “ભેદ” રહેતો
(જણાતો) નથી,અને તેથી તેને (મનુષ્યને)
કેવળ ‘આત્મા-રૂપે’ (અભેદ-રૂપે) જ
‘એક-નિષ્ઠા’ પ્રાપ્ત થાય છે –આ “તુર્યગા” ભૂમિકા જાણવી.(૯૪૮)