Apr 3, 2014

Sarv-Vedant-Sidhdhant-Saar-Sangrah-Gujarati-સર્વ-વેદાંત-સિદ્ધાંત-સાર-સંગ્રહ-૬


શંકરાચાર્ય રચિત વેદાંત-સિદ્ધાંત-સાર
જેમ,પતંગિયું અગ્નિની જવાળા દુરથી જોઈ ને “તે સુંદર છે” એવી સુંદરતાની બુદ્ધિથી,તેના તરફ દોડી જાય છે અને અગ્નિમાં પડી ને નાશ પામે છે,
તેમ,સ્ત્રીના રૂપ ને જોઈ ને નાશ પામેલી દૃષ્ટિવાળો (બુદ્ધિ વાળો)પુરુષ પણ નાશ જ પામે છે,
એટલે તે સૂક્ષ્મ મોક્ષ-માર્ગ ને કેવી રીતે જોઈ શકે? (૫૧)

કામ ને લીધી સ્ત્રી નો સ્વીકાર કરીને પુરુષ પતંગિયાની પેઠે જ આંધળો થઇ ને નાશ પામે છે,કારણકે,
માંસ,હાડકાં,ચરબી,વિષ્ટા અને મૂત્રથી ભરેલા સ્ત્રી શરીરને તે પોતાની મેળેજ સુંદર સ્વરૂપે જુએ છે (૫૨)

વિવેકી મુમુક્ષુઓ માટે કામ એ જ સાક્ષાત યમરાજ છે, સ્ત્રી વૈતરણી નદી છે,
અને ઘર એ યમરાજ ને રહેવાનું જ સ્થાન છે. (૫૩)

આ યમરાજ ને ઘેર (મનુષ્ય ને ઘેર) ત્રણે તાપો અને ક્લેશો કદી અટકતા જ નથી.
તેમાં કોઈ કાળે તે તાપોમાં કંઈક અંશે વિરામ જોઈ,મૂઢ લોક તેને સુખ-રૂપ માની બેસે છે.(૫૪)

જો વિચારવામાં આવે તો યમરાજ અને કામદેવમાં મોટું અંતર છે.
યમરાજ તો અપ્રિય થઈને (મૃત્યુ આપી ને) પણ મનુષ્ય નું હિત જ કરે છે, જયારે,
કામદેવ તો પ્રિય થઈને ઉલટો અનર્થ કરે છે.(૫૫)

યમરાજ દુર્જનો ને જ અનર્થ કરે છે,સજ્જનો ને તો હિતકારી થઇ સુખ કરે છે, પણ
કામદેવ તો સજ્જનોની જ સદગતિ ને અટકાવી દઈ અનર્થ કરે છે,તો દુર્જનો ની તો વાત શી? (૫૬)

કામદેવે પોતે જ જગત ની વૃદ્ધિ ઇચ્છી ને પ્રવૃત્તિ-પરાયણ કામી લોકો ને સર્જ્યા છે, કારણકે,
જેમ ચંદ્ર થી સમુદ્ર વધે છે તેમ એ કામદેવ ને લીધે જ અત્યંત મોહ પામીને આ “લોક” વધે છે (૫૭)

ખરેખર,આ કામદેવ એ મોટો બ્રહ્મ-હત્યારો છે,એ પોતે જ પ્રાણીમાત્ર અંતઃકરણ માં રહી ભરમાવે છે,
એકબીજા નાં શરીરના ગુણો,હાસ્ય તથા ભાવો થી પરસ્પર અત્યંત મોહ પમાડી સ્ત્રીને તથા પુરુષને,
પોતાના “અજ્ઞાન-રૂપ પ્રેમપાશથી” ખુલ્લી રીતે એ બાંધે છે,અને પછી ભરમાવે છે,
આ રીતે તે પ્રપંચ ની રચનાને તે સારી રીતે વધારી રહ્યો છે. (૫૮)

અંતઃકરણમાં રહેલા આ કામદેવના વેગથી જ સર્વ પ્રાણી,ભોગ્ય પદાર્થોમાં પોતાની મેળે જ પ્રવૃત થાય છે,
જો એમ ના હોય તો અજાણ્યા વિષયોમાં, મનુષ્યની એમ ને એમ પ્રવૃત્તિ થાય જ કેમ? (૫૯)

એ કામદેવ ને લીધે જ સર્વ પ્રાણીઓ ને અતિશય બળવાન કામનાઓ રહ્યા કરે છે, અને
શરીર ઘરડું થાય છે તો પણ કામના ઘરડી થતી નથી. (૬૦)



PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE