શંકરાચાર્ય રચિત
વેદાંત-સિદ્ધાંત-સાર
દેહ સત્ નથી,ઇન્દ્રિયો સત્ નથી,પ્રાણવાયુ
સત્ નથી,મન સત્ નથી,બુદ્ધિ સત્ નથી,ચિત્ત સત્ નથી,
અને અહમ-બુદ્ધિ પણ સત્ નથી,
પરંતુ એ સર્વનું જે અધિષ્ઠાન-ભૂત
–અતિ શુદ્ધ- તત્વ- છે,તે જ –
એક સત્ –અને સર્વથી પર છે-અને
તે સત્ હું જ છું (૮૮૯)
દેશ સત્ નથી,કાળ સત્ નથી,દિશાઓ
સત્ નથી,અથવા બીજાં કોઈ સ્થૂળ કે સૂક્ષ્મ રૂપો પણ સત્ નથી,
પરંતુ એ સર્વનું જે અધિષ્ઠાન-ભૂત
–અતિ શુદ્ધ- તત્વ- છે,તે જ –
એક સત્ –અને સર્વથી પર છે-અને
તે સત્ હું જ છું (૮૯૦)
નામ-રૂપાત્મક આ દૃશ્ય જગતનું અધિષ્ઠાન –બ્રહ્મ છે અને તે જ સદ- સત્ય છે,
એમ,જતાં,ઉભા રહેતા,અને સૂતાં-પણ
વિદ્વાન પુરુષે,
આ નિત્ય, બાહ્ય-દ્રશ્યાનુવિદ્ધ
–નામની આ સમાધિ કર્યા કરવી. (૮૯૧)
તેમ જ આરોપિત નામ તથા રૂપ-વગેરે
નો બ્રહ્મ માં લય કરી દઈ,
“ હું જ નિર્મળ,અદ્વૈત અને પરમ
આનંદરૂપ બ્રહ્મ છું” આમ વિચાર્યા કરવું.
(૮૯૨)
વિકાર રહિત,આકાર વિનાનું,નિર્લેપ,નિર્દોષ,અને
આદિ-અંત રહિત,
પૂર્ણ બ્રહ્મ હું જ છું,એમાં સંશય
નથી, આમ વિચાર્યા કરવું. (૮૯૩)
કલંક રહિત,રોગ અને ભય રહિત,ત્રણે
પ્રકારના છેદ વિનાનું,આનદ-સ્વરૂપ,અવિનાશી અને મુક્ત-
બ્રહ્મ હું જ છું એમ ચિંતવ્યા
કરવું. (૮૯૪)
વિશેષ-અવયવો કે ભેદ વિનાનું,મિથ્યા
આભાસ વિનાનું,નિત્ય મુક્ત,વિકાર રહિત,ઉત્કૃષ્ટ જ્ઞાનરૂપ,
એક રસવાળું સત્ય બ્રહ્મ હું જ
છું,એ વિચાર્યા કરવું. (૮૯૫)
શુદ્ધ,બુદ્ધ,તત્વ-રૂપે,સિદ્ધ,સર્વ-શ્રેષ્ઠ,સર્વમાં
વ્યાપી રહેલ,અખંડ,સ્વયંપ્રકાશ અને પરમાકાશ-
બ્રહ્મ હું જ છું એમ ચિંતવ્યા
કરવું. (૮૯૬)
અતિશય સૂક્ષ્મ,માત્ર અસ્તિત્વ-રૂપ,વિકલ્પો
રહિત,અતિશય મહાન,કેવળ અને પરમ અદ્વૈત-
બ્રહ્મ હું જ છું, આવી ભવન કરવી.
(૮૯૭)
એમ નિર્વિકાર આદિ-શબ્દ માત્ર થી
સમર્પણ થયેલ,કેવળ બ્રહ્મ-તત્વનું ધ્યાન કરતા મનુષ્ય નું ચિત્ત,
એ બ્રહ્મ-સ્વરૂપ જ છે એવા લક્ષ્યમાં
સ્થિર થાય છે. (૮૯૮)
એ રીતે બ્રહ્માનંદ ના રસ ના આવેશ
થી કેવળ બ્રહ્મ-સ્વરૂપે જ એક થઇ જઈ,
વૃત્તિ ની જે નિશ્ચળ અવસ્થા છે,તેને
“અકલ્પક-સમાધિ” (સંકલ્પ-વિકલ્પ વગરની) કહે છે, (૮૯૯)
નિયમશીલ મનુષ્યે,સમાધિ માંથી ઉઠીને
કે સમાધિ માં રહીને પ્રમાદી નહિ બની જીતેન્દ્રિય થવું.અને
સદાકાળે સાવધાન રહી ને પૂર્વોક્ત-બતાવેલી છ યે સમાધિઓ કર્યા કરવી. (૯૦૦)