શંકરાચાર્ય રચિત
વેદાંત-સિદ્ધાંત-સાર
(૨) વૈરાગ્ય-આ લોક ના તથા પરલોક ના વિષયો અનિત્ય છે,એવો નિશ્ચય
થવાથી,
તેના પર તુચ્છ બુદ્ધિ થાય અને
તેમના પરની “સ્પૃહા” (આસક્તિ) નીકળી જાય તેને વૈરાગ્ય કહે છે.(૨૨)
નિત્ય તથા અનિત્ય પદાર્થ ના
વિવેકથી પુરુષને તરત જ સ્ત્રી,ચંદન,પુષ્પમાળા વગેરે જેવી
બધી જ અનિત્ય વસ્તુ ઉપર
વૈરાગ્ય થાય છે. (૨૩)
ભોગવવાના સર્વ પદાર્થો
કાગડાની વિષ્ટા જેવા અસહ્ય છે,એમ સમજાય,એ “તીવ્ર વૈરાગ્ય” કહેવાય.
વળી કોઈ પણ વસ્તુમાં જયારે
દોષ દેખાય ત્યારે,તે માટે પુરુષની પ્રવૃત્તિ થતી નથી.(૨૪)
સજ્જનો કહે છે કે-ભોગ્ય
પદાર્થો માં દોષો જોવા,એ જ તીવ્ર વૈરાગ્ય નું પ્રથમ કારણ છે.
વેશ્યા ભલે રૂપાળી હોય પણ
તેને મોટા રોગ વાળી હોવાનું જાણનાર કયો પુરુષ તેની પાસે જશે? (૨૫)
આ લોકમાં ને પરલોકમાં જે જે
પદાર્થો,વસ્તુઓ અને સ્થિતિઓ છે તેના પર વિચાર કરવો જ જોઈએ,
પદાર્થો ના ગુણો નો વિચાર જે
પ્રકારે તેમના ગુણો ને સારી રીતે દર્શાવે છે તેજ રીતે,
તેમના દોષો નો વિચાર દોષો ને
બતાવે છે. (૨૬)
ગર્ભવાસમાં પોતાની માતા ના
પેટમાં મળ-મૂત્ર ની વચ્ચે રહેવું પડે,તે વખતે વિષ્ટા ના કીડા કરડે,તેમજ
ત્યાંના જઠરાગ્નિથી દાહ
થાય,તેનો વિચાર કર્યા પછી કયો મનુષ્ય વૈરાગ્ય ના પામે? (૨૭)
જન્મયા પછી બાળપણ માં પોતાનાં
વિષ્ઠા-મૂત્રમાં પડી રહેવાનું હોય,ચત્તા સૂઈ રહેવાનું હોય.
અને બીજી પણ અનેક પીડાઓ સહન કરવી
પડે છે,અને કશું બોલી કે કહી શકાતું નથી,
આવા બાળપણ નો વિચાર કરી ને
કયો મનુષ્ય વૈરાગ્ય ના પામે? (૨૮)
પછી કુમારાવસ્થા માં પોતાનાં
ને પારકાં લોકો માર મારે,
અજ્ઞાનીપણું હોય,અત્યંત ચપળતા
હોય,તેમ જ અનાદર અને અપમાન નો અનુભવ થાય,
આવા અનિષ્ટ વર્તન નો વિચાર
કરી ને કયો મનુષ્ય વૈરાગ્ય ના પામે? (૨૯)
પછી યુવાવસ્થા માં મદ ને લીધે
ઉદ્ધતાઈ,માન્ય પુરુષો ના તિરસ્કાર,કામાતુર-પણું, વગેરે માં સમય વિતાવવો પડે અને તે
દરમિયાન યુવાન સ્ત્રીઓની દુષ્ટ ચેષ્ટા ઓ સહન કરવી પડે,
એનો વિચાર કરી કયો મનુષ્ય વૈરાગ્ય ના પામે?
(૩૦)