શંકરાચાર્ય રચિત
વેદાંત-સિદ્ધાંત-સાર
અજ્ઞાન શું છે?અને એ અજ્ઞાનથી
ઉત્પન્ન થયેલ ભય નો ત્યાગ પણ કેવી રીતે થાય?
જ્ઞાન શું છે? અને એ જ્ઞાન થી
ઉત્પન્ન થતા સુખની પ્રાપ્તિ કેવી રીતે થાય છે? (૨૭૬)
હે સ્વામીન્, હે દયાના
ભંડાર,શ્રી ગુરુદેવ,આ બધું જે પ્રમાણે પ્રથમથી હોય, તે જ પ્રમાણે.સ્પષ્ટ રીતે,
હથેળીમાં રહેલાં આંબળા જેમ
દેખાય છે, તેના જેમ આ બધું મને સમજાવો. (૨૭૭)
ગુરૂ કહે છે કે-અહો,તું ધન્ય
છે,કૃતાર્થ છે,તારો વિવેક અદભૂત છે,ખરેખર તારા પર શંકર ની મોટી કૃપા થઇ છે,કારણકે
પ્રાકૃત લોક-માર્ગ નો ત્યાગ કરી તું બ્રહ્મ જાણવા પ્રયત્ન કરે છે. (૨૭૮)
શંકર ની કૃપા વગર
સિદ્ધિ,બુદ્ધિ કે જ્ઞાન થતું નથી, શંકરની કૃપા વિના યુક્તિ સુઝતી નથી,કે,
શંકર ની કૃપા વગર મુક્તિ પણ
મળતી નથી. (૨૭૯)
જેમની કૃપા થી શુકદેવજી આદિ
મુનિઓ સંગ રહિત થયા હતા,અને સંસાર ના બંધન માંથી છૂટી ગયા,
તે શ્રી શંકરની કૃપા અનેક
જન્મે મળે છે,કેવળ ભક્તિ થી જ તે પ્રાપ્ત થઇ શકે છે,અને,
સંસારમાંથી છુટવામાં પણ તે જ
કારણ છે. (૨૮૦)
અનેક પુણ્યો નો પરિપાક ઉદય
પામે છે,તો જ તેને લીધે ઈશ્વર ની કૃપા થાય છે,અને તે દ્વારા પ્રાણીઓ ને
અનેક જન્મે વિવેક (કર્તવ્ય-અકર્તવ્ય
નું ભાન) પ્રકટે છે,અને એવી પ્રભુ-કૃપા થી જ તું આજે પરમાર્થ
જાણવા તૈયાર થયો છે, આ લોકમાં
પુરુષો ના વિવેક નું ફળ આ જ હોવું જોઈએ. (૨૮૧)
વિદ્વાનો કહે છે
કે-મનુષ્ય-પણું મળ્યું હોય,તેમાં પણ પુરુષ-પણું પ્રાપ્ત થયું હોય,તેમાં પણ
બ્રાહ્મણ-પણું અને વિવેક ની પ્રાપ્તિ થઇ હોય,તો તેનું મુખ્ય ફળ મોક્ષ જ છે,પણ,
એ બધું મળવા છતાં જો મોક્ષ ના
સધાય તો એ સમગ્ર વ્યર્થ જ છે. (૨૮૨)
તારો પ્રશ્ન અતિ ઉત્તમ
છે,કારણકે આત્મ-તત્વ જાણવા માટે તેની પ્રવૃત્તિ છે,માટે,
એ બધું મૂળ સાથે હું તને
સમજાવું છું. તે તું આનંદ થી સાંભળ. (૨૮૩)
તેં ભ્રાંતિ (ભ્રમ) ને વશ
થઇને જ પોતાના માં મરણ-ધર્મી-પણું કલ્પી લીધેલું છે.અને તેથી જ જન્મ વગેરે તથા
તેનાં દુઃખો પણ તેં કેવળ માની લીધેલાં જ છે,ખરી રીતે તેમનું કંઈ પણ નથી.એ વસ્તુ જ
ખોટી છે.
નિંદ્રા-રૂપ “મોહ” ને
લીધે તને સુખ અને દુઃખ પ્રાપ્ત થાય છે.
તેને તું જાગ્યા પછી તું કદી
સાચાં જુએ છે? તે કહે. (૨૮૪)
“આ પ્રત્યક્ષ દેખાતો પ્રપંચ
(સંસાર) બધા લોકો અનુભવી રહ્યા છે,તે જુઠ્ઠો કેમ હોય?”
એમ વિચારો માં શૂન્ય થઇ ને
તું “મોહ” પામે છે.પણ સત્યમાં તારે એ શંકા કરવા જેવી નથી. (૨૮૫)
દિવસે આંધળાં ઘુવડ ને,દિવસમાં
અજવાળું હોવાં છતાં તેમને અંધારું દેખાય છે,શું તે અંધારું સાચું છે?
તે જ પ્રમાણે ભ્રાંતિ થી
જણાતા આ બધા પદાર્થ,ભ્રાંતિ પામેલા ને સાચા લાગે છે,પણ,
ઉત્તમ બુદ્ધિવાળા ની દૃષ્ટિ એ તો તે જુઠા જ છે. (૨૮૬)