શંકરાચાર્ય રચિત
વેદાંત-સિદ્ધાંત-સાર
એ પ્રમાણે,ગુરૂનાં વચનથી તથા શ્રુતિ
નાં પ્રમાણથી,એ શિષ્યે પરમ આત્મ-તત્વ જાણ્યું,
અને પછી,આત્મા સાથે જોડાઈ ને તેની
ઇન્દ્રિયો શાંત બની,મન એકાગ્ર થયું,અને –
કોઈ સ્થળે-પર્વત જેવી સ્થિર સ્થિતિએ,આત્મ-નિષ્ઠ
બની તે રહેવા લાગ્યો.
ત્યાં ઘણા કાળ સુધી તેણે આત્મ-સ્વ-રૂપ
માં મન ને એકાગ્ર કરી સમાધિ કરી.
અને પછી સમાધિ દશામાંથી ઉઠી,આનંદ-પૂર્વક
ફરી ગુરૂ પાસે આવીને,તે બુદ્ધિમાન શિષ્ય,
હર્ષ થી ગળગળો થઇ ગુરૂ ને પ્રણામપૂર્વક
કહેવા લાગ્યો. (૯૨૪-૯૨૫)
નિત્ય આનંદ-સ્વરૂપ, આપ ગુરુદેવ
ને મારા વારંવાર નમસ્કાર હો,
સંગ નો ત્યાગ કરનાર,શાંત અને અહંભાવ
ના ત્યાગી –એવા આપને મારા નમસ્કાર હો. (૯૨૬)
દયાના ધામ અને સર્વ થી શ્રેષ્ઠ
આપણે મારા પ્રણામ હો, ખરેખર આપની મહિમા નો કોઈ પાર નથી,
કેમ કે આપના કૃપા-કટાક્ષ થી હું
અદ્વૈત બ્રહ્મ જ થયો છું. (૯૨૭)
હું શું કરું? ક્યાં જાઉં?શું
લઉં?અને શું ત્યજું? કારણકે –જેમ પ્રલય કાલે આખું વિશ્વ જળથી ભરાઈ જાય છે,
તેમ મારાથી જ જગત ભરાઈ ગયું છે.
(૯૨૮)
સુખ અને જ્ઞાનના મહાસાગર-મારામાં-હજારો
બ્રહ્માંડો-રૂપી પરપોટા,
માયામય પવન ને લીધે ઉત્પન્ન થી
ને ફરી અદશ્ય થાય છે. (૯૨૯)
હે,સદગુરૂ,આપની કૃપાથી હું અવિનાશી,આનંદ-સ્વરૂપ,
હું જ આત્મા,હું પૂર્ણ,હું નિર્દોષ,અને
હું કેવળ અદ્વૈત થયો છું. (૯૩૦)
હું અકર્તા છું,હું અભોક્તા છું,હું
વિકાર-રહિત છું,હું ક્રિયા રહિત છું,કેવળ આનંદથી જ વ્યાપ્ત છું,સંગ-રહિત છું,અને હું સદા-શિવ છું-સર્વકાળે
મંગળ અને કલ્યાણ-રૂપ છું. (૯૩૧)
આપના કૃપા-કટાક્ષ-રૂપી શ્રેષ્ઠ
ચંદ્રની ચાંદની,મારા પર પડી,તેથી સંસારના તાપથી થયેલો મારો શ્રમ દૂર થયો છે.અને ક્ષણવાર
માં અખંડ વૈભવ તથા આનંદમય અવિનાશી આત્મ-પદ ને પામ્યો છું. (૯૩૨)
જેમ મનુષ્યની છાયાને ગરમીનો,ઠંડીનો,સારી
વસ્તુ નો,કે ખરાબ વસ્તુ નો સ્પર્શ થાય તો પણ,
મનુષ્ય ને કંઈ પણ સ્પર્શ કરતુ
નથી,કેમ કે મનુષ્ય પોતાની છાયાથી વિલક્ષણ (જુદો) છે.
તે જ પ્રમાણે,સાક્ષી આત્માને દૃશ્ય-એવા કોઈ પણ પદાર્થ ના ધર્મો સ્પર્શી
શકતા નથી,
કેમ કે આત્મા એથી વિલક્ષણ (જુદો)
જ છે.
વળી જેમ દીવાના પ્રકાશથી થતા ધર્મો
દીવાની સાથે સંબંધ પામતા નથી,
તેમ દૃશ્ય કે કોઈ પણ વસ્તુ ના
ધર્મ-આત્મા ના સાથે,સંબંધ પામતા નથી,
કેમ કે આત્મા વિકાર-રહિત અને ઉદાસીન છે.(તટસ્થ રહેનારો છે) (૯૩૩-૯૩૪)