શંકરાચાર્ય રચિત
વેદાંત-સિદ્ધાંત-સાર
જેમ અગ્નિ ને બાળનારો છે,પણ
અગ્નિ ને બાળનારો બીજો કોઈ નથી,તે જ પ્રમાણે,
આત્મા બધાને જાણનારો છો,પણ
તેને પોતાને જાણનારો કોઈ પણ દેખાતો નથી. (૬૦૧)
આ આત્મા પોતે જ બધું
મેળવનાર-જાણનાર અથવા અનુભવનાર છે,
તેથી તે પોતે કોના વડે
મેળવાય,જણાય કે અનુભવાય? (૬૦૨)
સુષુપ્તિમાં બુદ્ધિ -વગેરે
જાણવાલાયક સર્વ પદાર્થો નો વિલય થઇ જાય છે,
ત્યારે “આત્મા” એકલો જ રહે
છે, તેથી જ તે કંઈ જોતો નથી,સાંભળતો નથી અને જાણતો નથી,
કેવળ સુષુપ્તિ ના અંધકાર ને
માત્ર પોતે “સાક્ષી” થઈને,
નિર્વિકલ્પ (સંકલ્પ-વિકલ્પ
વિનાનો) સ્થિતિવાળો તે (આત્મા) સુખે થી રહે છે. (૬૦૩)
સુષુપ્તિમાં “આત્મા” હોય
છે-તે વિષે ઉત્તમ પંડિતો, “હું સુખે થી સૂતો હતો”
આવા પોતાના અનુભવ જ્ઞાન ને જ
પ્રમાણ તરીકે માને છે.
અને બાળકથી માંડીને વૃદ્ધ
સુધી સહુ કોઈ તે સાથે સંમત છે,કેમકે તે વસ્તુ નો સર્વ કોઈને અનુભવ થાય છે.
અને “સ્મરણ (યાદ)” કરાતી
“વસ્તુ નું હોવું” –એ જ –એમાં માત્ર “હેતુ-રૂપ” હોઈને,
તેનું બરોબર “અનુમાન” પણ
કરાવે છે.
વળી,જેને પૂર્વે અનુભવી ના
હોય તે વસ્તુ નું સ્મરણ (યાદ) કેવી રીતે
થઇ શકે?(ના થઇ શકે)
આવા તર્કની યુક્તિ થી પણ
આત્માની,સુષુપ્તિમાં હયાતી પ્રમાણભૂત સમજી શકાય છે (૬૦૪-૬૦૬)
“જે માં આત્મા ને ---કોઈ પણ
વસ્તુ ની ઈચ્છા કરનાર તરીકે ની બુદ્ધિ હોતી નથી,અને
કોઈ સ્વપ્ન ની પણ જરૂર રહેતી
નથી,એ સુષુપ્તિ કહેવાય છે”
આમ કહી ને શ્રુતિ પણ આત્મા ની
સુષુપ્તિમાં હયાતી જણાવે છે-તેથી શ્રુતિ પણ આમાં પ્રમાણ છે.(૬૦૭)
જો આત્મા (સુષુપ્તિમાં) હોય જ
નહિ,તો “નહિ ઇચ્છનાર-પણું” અને સ્વપ્ન થી દર્શન તેને કેમ ઘટે?
માટે સુષુપ્તિમાં પણ આત્મા
નું અસ્તિત્વ જણાય છે. (૬૦૮)
આવા ઉપર જણાવેલ પ્રમાણો પરથી
વિદ્વાનો એ “સુષુપ્તિમાં પણ આત્મા સાક્ષી-રૂપે રહ્યો હોય છે”
એમ જાણેલ છે,અને આ આત્મા કેવળ
શુદ્ધ અને સચ્ચિદાનંદ-સ્વરૂપ લક્ષણ વાળો છે. (૬૦૯)
પ્રત્યગાત્મા (આત્મા) નું
સત્-ચિત્-આનંદ આદિ સત્ય લક્ષણ ત્રણે કાળે અબાધિત રહે છે,
કેમ કે “નિત્ય-સ્વ-રૂપ” છે. (૬૧૦)