Apr 3, 2014

Sarv-Vedant-Sidhdhant-Saar-Sangrah-Gujarati-સર્વ-વેદાંત-સિદ્ધાંત-સાર-સંગ્રહ-૭૨

શંકરાચાર્ય રચિત વેદાંત-સિદ્ધાંત-સાર

આ કારણથી જ સત્પુરુષો નો આવો મત છે કે-દરેક વસ્તુ અંતઃકરણ ની વૃત્તિ થી વ્યાપ્ય છે.
પણ તે વસ્તુઓ ફળ-વ્યાપ્ય (ફળ-રૂપે વ્યાપ્ય) નથી,તેથી શ્રુતિમાં પરસ્પર વિરોધ જણાતો નથી.
માટે ‘બ્રહ્મ’ સૂક્ષ્મ બુદ્ધિ થી જ જાણવા યોગ્ય છે.

પરંતુ જેઓમાં બુદ્ધિની મંદતા હોય છે,તેમને મનન-વગેરે વિના માત્ર શ્રુતિના આશ્રયથી જ –
અખંડાકાર વૃત્તિ થતી  નથી.
એટલે તેઓએ નિરંતર તત્પર થઇ,પ્રથમ તો શ્રવણ,મનન.અને ધ્યાન (નિદિધ્યાસન) કરવું જોઈએ.
જેથી બુદ્ધિમાં સૂક્ષ્મ-પણું પ્રાપ્ત થાય છે.અને પછી તે બુદ્ધિમાં વસ્તુ (આત્મા) જણાય છે. (૮૦૭-૮૧૦)

“વેદાંત નાં સર્વ વાક્યોનું --છ હેતુઓ દ્વારા—“સત્ય-અદ્વૈત-પરબ્રહ્મ” -ને કહેવામાં  જ તાત્પર્ય છે”
અને આવો નિશ્ચય સાંભળવો,તેને ‘શ્રવણ’ કહે છે.
પછી સાંભળેલી તે વસ્તુ “અદ્વૈત-પ્રત્યગાત્મા-આત્મા”નું વેદાંત ના વાક્યો ને અનુસરતી,
યુક્તિઓ દ્વારા ચિંતન કરવું-તેને “મનન” કહે છે.
આવું “મનન” તે સાંભળેલા (શ્રવણ કરેલા) અર્થ નો સાક્ષાત્કાર (અનુભવ) કરવામાં કારણ પણ છે.

પછી,વિજાતીય-જ્ઞાન (અનેક પ્રકારનું વિવિધ અને વિરુદ્ધ જ્ઞાન- શરીર –આદિ વિવિધ પદાર્થો નું જે જ્ઞાન)
નો ત્યાગ કરી ને સજાતીય (એકતા) “આત્મ”-વૃત્તિ નો તેલની ધાર જેવો,
અવિચ્છિન્ન (અખંડ) પ્રવાહ કરવો—તેને “ધ્યાન” (નિદિધ્યાસન) કહે છે.  (૮૧૧-૮૧૪)

પોતાની બુદ્ધિમાં “પ્રમાણો”(આત્મ-પ્રમાણો) સંબંધે જે સંશય હોય,તે જ્યાં સુધી દૂર ના થાય –ત્યાં સુધી,
સદા પ્રયત્ન-પૂર્વક “શ્રવણ” કરવું જોઈએ.
તે જ પ્રમાણે,
પ્રમાણો થી જાણવા યોગ્ય “પ્રમેય” (બ્રહ્મ-પરમાત્મા-આત્મા)-સંબંધે જ્યાં સુધી સંશય હોય,
ત્યાં સુધી “આત્મ-વસ્તુ”નો નિશ્ચય કરવા,શ્રુતિઓની યુક્તિઓ ના સાધનથી વારંવાર “મનન” કરવું જોઈએ.
અને તે જ પ્રમાણે,
મનમાં રહેલી વિપરીત આત્મ-બુદ્ધિ (વિજાતીય- શરીર આદિ પદાર્થો નું વિવિધ-વિરુદ્ધ જ્ઞાન) નાશ ના પામે,ત્યાં સુધી મોક્ષને ઇચ્છતા મનુષ્યે નિરંતર “ધ્યાન” કરવું જોઈએ.

આ દૃશ્ય-પ્રપંચ (માયા-સંસાર),તર્ક ના દ્વારા જો દૂર થઇ ગયો હોય,તો પણ,
“અપરોક્ષ-બ્રહ્મ-જ્ઞાન” દ્વારા તેનો (દૃશ્ય-પ્રપંચ-માયા-સંસાર) વિલય ન થાય ત્યાં સુધી,
મુમુક્ષુ એ આ ધ્યાન -વગેરે અવશ્ય કરવાં જ જોઈએ. (૮૧૫-૮૧૮)

સમાધિ ના બે પ્રકાર છે.સવિકલ્પ સમાધિ અને નિર્વિકલ્પ સમાધિ.
તેમાં સવિકલ્પ સમાધિ નું લક્ષણ હું કહું છું તે સાંભળ.

“જ્ઞાન” –વગેરે નો--નાશ થયા વિના જ-- “જ્ઞેય” (અદ્વૈત-બ્રહ્મ) માં ચિત્ત-વૃત્તિ તદાકાર સ્વ-રૂપે –જે-રહે,
તેને જ સત્પુરુષો “સવિકલ્પ” સમાધિ કહે છે.

જેમ,’માટી નો હાથી,માટી જ છે’ તેવું ‘જ્ઞાન’ હોવાં છતાં,માટી નો હાથી પણ જણાય (દેખાય) તો છે જ,
તેમ,’જગતના દરેક પદાર્થો બ્રહ્મ છે’ તેવું જ્ઞાન થયા છતાં,જ્ઞાન-જ્ઞાતા અને જ્ઞેય-એ ત્રિપુટી જણાય,
(એટલે કે-આ ત્રિપુટી –જ્ઞાન-જ્ઞાતા-જ્ઞેય-નો બ્રહ્મ-સ્વ-રૂપે (બ્રહ્મમાં) વિલય થયો હોતો નથી)
તો તેવી સમાધિ ને ‘સવિકલ્પ સમાધિ” કહેવાય છે.  (૮૧૯-૮૨૨)

પરંતુ,જેમાં જ્ઞાન ના જ્ઞાતા તરીકે નો ભાવ પણ બિલકુલ છૂટી  જાય,અને માત્ર “જ્ઞેય” (બ્રહ્મ)
સ્વ-રૂપે જ મન ની દૃઢ સ્થિતિ થઇ જાય,તે “નિર્વિકલ્પ-સમાધિ” કહેવાય છે.
આને “યોગ” (બ્રહ્મ સાથે યુગ્મતા) પણ કહે છે.  (૮૨૩)



PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE