શંકરાચાર્ય રચિત
વેદાંત-સિદ્ધાંત-સાર
“આ ઘડો છે” એમ કહેતાં “ઘડો”
એવા નામવાળો કોઈ પદાર્થ દૃષ્ટિ આગળ પ્રત્યક્ષ પ્રગટે છે,
પરંતુ ,જો વિચાર કરવામાં આવે
તો તે ઘડો છે જ નહિ,એ તો ઘડા રૂપે જણાતી “માટી” જ છે.(૨૮૭)
દૂરથી સૂર્ય અંગુઠા જેવડો
દેખાય છે,પણ શાસ્ત્ર તો એણે એક લાખ યોજન નો બતાવે છે.એટલે કે,
“પ્રત્યક્ષ પ્રમાણ” કોઈ ઠેકાણે “બીજા પ્રમાણ” થી બાધિત (નાશવંત) થાય
છે,
તેથી એ પ્રત્યક્ષ સમજવામાં પણ
કોઈ ચોક્કસ વ્યવસ્થા નથી.(કોઈ બાબતે પ્રત્યક્ષ ખોટું પડે છે)(૨૮૮)
માટે આમ તારામાં આ બધું
(જન્મ-મરણ-વગેરે) પ્રત્યક્ષ પ્રમાણ તને ભ્રમ થી જ જણાયું છે,પણ,
ખરી રીતે તે ખોટું જ છે.તેને
તું સાચું ના માન,તું સાક્ષાત બ્રહ્મ જ છે,
તારાથી જુદું તારી બુદ્ધિમાં
તું શોધીશ મા.(નહિ) (૨૮૯)
બીજા “લોક”માં,કે બીજી હૃદય-રૂપી
ગુફામાં,-બીજા તીર્થમાં કે બીજી કર્મો ની પરંપરામાં, -અથવા-
બીજા કોઈ શાસ્ત્ર માં જેઓ
તપાસ કરી રહ્યા છે,તેઓને એમાં (ઉપરના સર્વમાં) કંઈ દેખાતું નથી,
એટલે જો વિચારવામાં આવે તો તેઓ
(જે લોકો અહીં તહીં ખોળે છે) પોતે જ “પરબ્રહ્મ” છે.(૨૯૦)
જેમ મૂઢ-બુદ્ધિ ગોવાળિયો,પોતાની
બગલમાં જ રહેલા બકરાને કૂવામાં શોધવા નીકળે છે,
તેમ મૂઢ મનુષ્ય પોતાના
“આત્મા” માં જ રહેલું તત્વ નહિ સમજી,શાસ્ત્રોમાં જોયા કરે છે.(૨૯૧)
વળી કેટલાક પંડિતો,પોતાના
આત્માને,પરમાત્માથી જુદો માની બીજા પરમાત્માને શોધ્યા કરે છે,
અને પોતાને આત્માને પણ બહાર,અન્નમય
આદિ કોશોમાં શોધે છે.એ પણ આશ્ચર્ય છે.(૨૯૨)
વસ્તુ નું (આત્માનું) તત્વ
ભૂલી જઈ,તે વસ્તુ માં –અવસ્તુ નો અને “અવસ્તુના ધર્મો” નો આરોપ કરવામાં આવે છે,
અને પછી મનુષ્ય વ્યર્થ શોક કરે છે,પણ વસ્તુ (આત્મા) સિવાય બીજું કંઈ જ નથી. (૨૯૩)
એમ કહી ગુરૂએ દયા ને લીધે,શિષ્ય
ને તત્વ સમજવા માટે તત્પર બનાવ્યો.અને પછી,
શાસ્ત્રમાં કહેલા માર્ગે,તત્વ
વસ્તુ-અને અધ્યારોપ -ની વાત વિસ્તારપૂર્વક અને સારી રીતે સમજાવી.
અને એ જ વસ્તુ અહીં સર્વના
ઉપકાર માટે કહેવામાં આવે છે.
વસ્તુ માં અવસ્તુ નો આરોપ
કરવો,તેને “અધ્યારોપ” કહેવાય છે.
જેમ દોરડી સાપ નથી,છતાં
અંધારામાં ભ્રાંતિથી, તેમાં સાપ નો આરોપ કરાય છે. (૨૯૫-૨૯૭)
સત્ય,જ્ઞાન-આદિ લક્ષણવાળું
“પરબ્રહ્મ” એ “વસ્તુ” છે, તેમાં ,
જેમ આકાશમાં વાદળી રંગ નો
આરોપ કરાય છે,તેમ આ જગત (અવસ્તુ) નો આરોપ થાય છે.(૨૯૮)
તેનું કારણ અજ્ઞાન
અને તેનું કાર્ય છે, તે જ સત્ “વસ્તુ” (બ્રહ્મ) થી જુદી “અવસ્તુ” કહેવાય છે,
આ “અવસ્તુ” નો સજ્જનો બાધ (નાશ) જોઈ શકે છે. (૨૯૯)