શંકરાચાર્ય રચિત
વેદાંત-સિદ્ધાંત-સાર
કર્મ,એ કર્તા ને અધીન
છે,શુભ-અશુભ ફળ એ કર્મ ને અધીન છે,
ઉત્તમ અનુભવ “જ્ઞાન” એ
વેદ-રૂપ પ્રમાણ ને અધીન છે,અને આ જગત માયા ને અધીન છે. (૧૯૬)
ઇશોપનિષદ ને આધારે (તેમાં
કહ્યા મુજબ), વિદ્યા અને અવિદ્યા ને એકી સાથે ઉપાસવાનું કહી,
તે (વિદ્યા અને અવિદ્યા)
એકબીજા ને પરસ્પર ઉપકારક અને સહાયક
છે,એમ,જણાવે છે,
પણ અહીં,”અવિદ્યા” શબ્દ થી
“સત્કર્મ” અને “વિદ્યા” શબ્દ થી “ઉપાસના” સમજવાની છે,
નહિ કે- વિદ્યા એટલે
“આત્મ-જ્ઞાન” અને “અવિદ્યા” એટલે “કર્મ”
આત્મજ્ઞાન અને કર્મ ને કદી
પરસ્પર ઉપકારક કે સહાયક માનવાના નથી. (૧૯૭)
જે મનુષ્યની બુદ્ધિને આત્મ-જ્ઞાનની વાત થી કંટાળો હોય,જેને નિત્ય કે
અનિત્ય પદાર્થ નું જ્ઞાન ન હોય,
અને,જેનું હૃદય,આ લોક તથા
પરલોકના ભોગ્ય પદાર્થોમાં જ લાગેલું રહેતું હોય,
તેવા જડ (અજ્ઞાની) ને માટે જ
વેદે યજ્ઞ-યજ્ઞાદિ અને નિત્ય-નૈમિત્તિક કર્મો ની આજ્ઞા કરેલી છે,
પરંતુ જે પુરુષ ચારે બાજુથી
વૈરાગ્ય પામી,કેવળ મોક્ષ ને જ ઇચ્છતો હોય અને પરમાંનાદ નો જ અર્થી હોય,
તેવા બુદ્ધિમાન પુરુષ માટે વેદે
કર્મો કરવાની આજ્ઞા કરી નથી. (૧૯૮)
વિદ્વાન મુમુક્ષુ.મોક્ષ ની
ઇચ્છાથી જે દિવસે વૈરાગ્ય પામે તે જ દિવસે તેણે સંન્યાસ લઇ લેવો,
એમ વેદ આજ્ઞા કરે છે. અને એ જ
ઉત્તમ વેદ-વચન ના આધારે,મહા-બુદ્ધિમાન પુરુષોએ,
આ સંન્યાસ ને જ “પ્રમાણ”
તરીકે મન માં ચોક્કસ રીતે માનવો. (૧૯૯)
શ્રીકૃષ્ણ ગીતા માં કહે છે
કે-“હું વેદો કે તપ વગેરે થી પ્રાપ્ત થતો નથી” અને આમ કહીને,
આત્મા ના અપરોક્ષ અનુભવમાં
વેદ-વગેરેને સાધન તરીકે ગણવાની ના પાડે છે.
એટલે કે આત્મા નો અનુભવ કરવા
માટે જ્ઞાન જ સાધન છે,વેદોક્ત-કર્મ વગેરે સાધન નથી. (૨૦૦)
વેદ માં બે માર્ગ બતાવ્યા
છે.(૧) પ્રવૃત્તિ અને (૨) નિવૃત્તિ,
તેમાં પ્રવૃત્તિ થી મનુષ્ય
બંધાય છે અને નિવૃત્તિ થી મુક્તિ પામે છે.
(૨૦૧)
મૂઢ હોય તેણે પણ, પોતે ક્યાંય
બંધાય તે ગમતું હોતું નથી,માટે મોક્ષ ની ઈચ્છા રાખનારે
કર્મ નો ત્યાગ કરવા રૂપ
“નિવૃત્તિ” જ સ્વીકારવી જોઈએ. (૨૦૨)
જ્ઞાન અને કર્મ નો સહયોગ ઘટતો
જ નથી,માટે જ્ઞાન ની ઈચ્છા રાખનારે,
પ્રયત્નપૂર્વક હંમેશાં કર્મો
નો ત્યાગ અવશ્ય કરવો જોઈએ. (૨૦૩)
કોઈ પણ “વસ્તુ” ને પોતાનું
ઇચ્છિત સાધવા,”સાધન” તરીકે સ્વીકારી હોય,પણ,
પાછળથી (થોડા સમય પછી) એ
વસ્તુ –સાધન તરીકે સાર વિનાની જણાય, તો તેની દરકાર કોણ કરે?
એટલે કે જ્ઞાન માટે કર્મ
ઉપયોગી નથી,એમ સ્પષ્ટ સમજી ને તેને છોડવું જોઈએ. (૨૦૪)