શંકરાચાર્ય રચિત
વેદાંત-સિદ્ધાંત-સાર
આ સંસાર નું કારણ અધ્યાસ
છે,બ્રહ્મ-રૂપ વસ્તુમાં વિપરીતતા જોવી,એ અધ્યાસ નું સ્વરૂપ છે.
અને આવરણ-રૂપ લક્ષણ વાળા
અજ્ઞાન ને એ અધ્યાસ નું “મૂળ” કહે છે. (૫૦૯)
જ્ઞાન થી જ અજ્ઞાન દૂર થાય
છે,કર્મ થી દૂર થતું નથી,કેમ કે કર્મ અજ્ઞાન નું
વિરોધી નહિ હોવાથી,
અજ્ઞાન ને દૂર કરી શકે નહિ.
(૫૧૦)
કર્મ થી પ્રાણી જન્મે છે,અને
કર્મ થી જ નાશ પામે છે,અને
આ જન્મ-મૃત્યુ ની પરંપરા એ કર્મ નું જ કાર્ય છે. (૫૧૧)
આથી જુદું અને જુદા
લક્ષણ-વાળું કર્મનું બીજું કોઈ કાર્ય જ નથી,
અને આ “કર્મ” એ “અજ્ઞાન”
નું કાર્ય છે. કારણ કે અજ્ઞાન થી તે (કર્મ) વધે છે. (૫૧૨)
જે વસ્તુ (અજ્ઞાન) જેનાથી
(કર્મથી) વધતી હોય,તેનાથી (કર્મથી) તેનો (અજ્ઞાનનો) નાશ થઇ શકે નહિ,
અને જેની સાથે જે રહેતું હોય
તે તેને અટકાવવા સમર્થ થાય નહિ,
(અજ્ઞાન થી કર્મ વધે છે અને
બંને સાથે રહે છે એટલે કર્મ અજ્ઞાન ને દૂર કરી શકે નહિ) (૫૧૩)
એ બંને માં કોણ કોનો નાશ કરવા
સમર્થ થાય?
કેમ કે હરકોઈ કર્મ સર્વ-કાળે
અજ્ઞાન નું વિરોધી હોતું જ નથી. (૫૧૪)
એથી કર્મ વડે અજ્ઞાન નો નાશ
થઇ શકતો જ નથી,પરંતુ
--જેનો સંયોગ.જે ક્ષણે,જેનો
નાશ કરનાર થાય છે,તે જ વસ્તુ તે ક્ષણે હોવી જોઈએ. અને જો
--બે વસ્તુ એકબીજા થી જુદા
સ્વભાવવાળી હોય છે,તેઓ નું જ પરસ્પર વિરોધી પણું ઘટે છે.
જેમ,અંધારું ને પ્રકાશ એકબીજા
થી જુદા સ્વભાવવાળા અને એક બીજા ના વિરોધી છે,
તેમ,અજ્ઞાન અને જ્ઞાન,એ બે નું
જ વિરોધીપણું દેખાય છે,(બંને નો સ્વભાવ એક બીજા થી જુદો છે)
તેથી જ્ઞાન વિના અજ્ઞાન નો નાશ
બીજા કોઈથી સિદ્ધ થતો નથી. (૫૧૫-૫૧૭)
માટે ઉત્તમ બુદ્ધિવાળા મનુષ્યે
અજ્ઞાન નો નાશ કરવા માટે જ્ઞાન મેળવવું જોઈએ, અને
એ જ્ઞાન,આત્મા અને અનાત્મા ને
જુદા સમજ્યા વિના બીજા કોઈ પ્રકારે સિદ્ધ થતું નથી. (૫૧૮)
આથી,યુક્તિ વડે,આત્માનું અને અનાત્માનું
પૃથક્કરણ કરવું જોઈએ,જેથી,
અનાત્મા માં થયેલી આત્માપણા ની
બુદ્ધિરૂપી ગાંઠ છૂટી જાય છે. (૫૧૯)