શંકરાચાર્ય રચિત
વેદાંત-સિદ્ધાંત-સાર
ગુરૂ નો ઉત્તર
આ તત્વજ્ઞાન ના વિષયમાં –મુખ્ય
અને ગૌણ એવા બે અધિકારી હોય છે.
તેઓને પોતપોતાની બુદ્ધિ અનુસાર
–અખંડ બ્રહ્માકાર વૃત્તિ જન્મે છે. (૭૯૫)
જે પુરુષે , જન્માંતરમાં જ,શ્રદ્ધા
અને ભક્તિપુર –રસ,નિત્ય-નૈમિતિક કર્મો કરીને ઈશ્વર ને સંતોષ્યા હોય,
- તેને તે (કર્મો) દ્વારા તેમની
(પ્રભુની) કૃપા નો મહિમા પ્રાપ્ત થયો હોય છે,અને
-તેથી તેમને આ જન્મમાં નિત્ય-અનિત્ય
વસ્તુનો વિવેક,તીવ્ર વૈરાગ્ય,તથા સંન્યાસ આદિ સાધનો નો
યોગ થાય છે,
-આવા સાધનસંપન્ન,દ્વિજ વર્ણના
પુરુષ ને વેદાંત શ્રવણ માં
મુખ્ય અધિકારી તરીકે સજ્જનોએ માન્યો
છે. (૭૯૬)
એવા સજ્જન શુદ્ધ બુદ્ધિવાળા મનુષ્યને,આ
લોકમાં કોઈ જ્ઞાની ગુરૂ,અધ્યારોપ,તથા અપવાદના ક્રમને
અનુસરી,તત્વમસિ –આદિ વાક્યોનો
અર્થ સમજાવા માંડે,
-કે તરત જ તે નિત્ય,આનંદ-સ્વ-રૂપ,અદ્વિતીય,ઉપમા-રહિત,નિર્મળ
અને સર્વ-શ્રેષ્ઠ –
જે-એક જ તત્વ છે, ‘તે જ બ્રહ્મ
હું છું’ તેવી પરમ ‘અખંડાકાર વૃત્તિ’ તે મનુષ્યમાં પ્રગટે છે. (૭૯૭)
--એ ‘અખંડાકાર વૃત્તિ’ પ્રથમ તો
‘ચિદાભાસ થી યુક્ત’ હોય છે,અને
આત્મા થી અભિન્ન કેવળ ‘પરબ્રહ્મને વિષય-રૂપ’ કરીને
જન્મેલી હોય છે.
--પછી ધીમે ધીમે એ વૃત્તિ ‘આવરણ-રૂપ
લક્ષણવાળા’ અને તેમાં રહેલા ‘અજ્ઞાન’ને દૂર કરે છે,
--પછી એ અખંડાકાર વૃત્તિ થી અજ્ઞાન
જયારે દૂર થાય છે,ત્યારે તેની સાથે તે ‘અજ્ઞાન નું કાર્ય’
પણ દૂર થઇ જાય છે.
--પછી જેમ તાંતણા બળી જતાં તેનું
“કાર્ય” કપડું પણ બળી જાય છે, તેમ
એ અજ્ઞાન નો નાશ થતાં,તેના કાર્ય-રૂપે રહેલી જીવ-વૃત્તિ
પણ નાશ પામે છે.
--જેમ સૂર્ય નું પ્રતિબિંબ સૂર્ય
ને પોતાને પ્રકાશિત કરવા સમર્થ થતું નથી.
તેમ,ચૈતન્ય ના આભાસરૂપ –જીવ ચૈતન્ય –જ્યાં સુધી
વૃત્તિરૂપે રહેલું હોય,
--ત્યાં સુધી તે સ્વયં-પ્રકાશ
પરબ્રહ્મ ને પ્રકાશિત કરવા સમર્થિત થતું નથી. (૭૯૮-૮૦૨)
જેમ,પ્રચંડ સૂર્ય ના તાપ ની વચ્ચે,રહેલો
દીવો તેના પોતાના તેજથી ઝાંખો થઇ નાશ પામેલી કાંતિ વાળો થાય છે,
તેમ,ચિદાભાસ –જીવ,ચૈતન્ય પરબ્રહ્મ
(બિંબ) ના તેજથી,નિસ્તેજ બની,એ સત્ (પરબ્રહ્મરૂપ બિંબ)માં
લીન થઇ જાય છે.
અને એ રીતે ઉપાધિરહિત થવાથી (તે
જીવ) કેવળ-માત્ર બિંબરૂપ પરબ્રહ્મ –જ બની રહે છે.
જેમ,દર્પણ ને ખસેડી લેતાં તેમાં
પ્રતિબિંબ રૂપે દેખાતું મોઢું ,દર્પણ રૂપી ઉપાધિ નો નાશ થવાથી,
દૂર થાય છે અને માત્ર
(પોતાનું ) મોઢું (બિંબ) જ બાકી રહે છે.
તેમ,પ્રતિબિંબ-જીવ ચૈતન્ય પણ ઉપાધિ
નો નાશ થવાથી,બિંબ-પરબ્રહ્મ રૂપે જ થઇ રહે છે.
જેવી રીતે,ઘડાનું અજ્ઞાન,તેમાં
વ્યાપેલી અંતઃકરણ ની વૃત્તિ થી જયારે દૂર થાય છે,ત્યારે,
ચિદાભાસ -જીવચૈતન્ય પોતાના તેજથી
(આ ઘડો છે-તે જ્ઞાનથી) ઘડાને પ્રકાશિત કરે છે,પણ,
તેવી રીતે,તે (ચિદાભાસ) સ્વયંપ્રકાશ બ્રહ્મ ને પ્રકાશિત કરવામાં ઉપયોગી થતો નથી,
(૮૦૩-૮૦૬)