જેમ દુરબીન ના કાચ થી વસ્તુઓ ના નાનાપણા માં
મોટાઈ દેખાય છે,(નાની વસ્તુ મોટી દેખાય છે)
-તેમ અજ્ઞાન ના સંબંધથી,તે અજ્ઞાની,આત્મામાં
દેહ-પણું જુએ છે. (૮૧)
જેમ ભ્રમથી કાચની જમીન માં પાણી અને પાણી વાળી
દેખાતી જમીનમાં ક્યારેક કાચ દેખાય છે,
---તેમ અજ્ઞાન ના સંબંધથી,તે અજ્ઞાની,આત્મામાં
દેહ-પણું જુએ છે. (૮૨)
જેમ ક્યારેક અંધારામાં પડેલા અંગારામાં મણિ-પણું
અને મણિમાં અંગારા-પણું,મનુષ્ય જુએ છે,
--તેમ અજ્ઞાન ના સંબંધથી,તે અજ્ઞાની,આત્મામાં
દેહ-પણું જુએ છે. (૮૩)
જેમ વાદળાં દોડતાં હોય ત્યારે ચંદ્ર દોડતો જાણાય
છે,
--તેમ અજ્ઞાન ના સંબંધથી,તે અજ્ઞાની,આત્મામાં
દેહ-પણું જુએ છે. (૮૪)
જેમ કોઈને ભ્રમણાથી દિશામાં ફેરફાર જણાય છે,
--તેમ અજ્ઞાન ના સંબંધથી,તે અજ્ઞાની,આત્મામાં
દેહ-પણું જુએ છે. (૮૫)
જેમ અસ્થિર પાણીમાં કોઈ મનુષ્ય ને ચંદ્ર હાલતો
જણાય છે,
--તેમ અજ્ઞાન ના સંબંધથી,તે અજ્ઞાની,આત્મામાં
દેહ-પણું જુએ છે. (૮૬)
આ રીતે અજ્ઞાનથી જ આત્મા માં દેહનો ભ્રમ થાય
છે,પણ એ જ આત્મા બરોબર જાણવામાં આવે ત્યારે,
--તે પરમાત્મામાં માં લીન થઇ એક-સ્વ-રૂપ બને છે.
(૮૭)
સ્થાવર-જંગમ સર્વ જગત આત્મા જ છે,એમ સમજાય તો તે
સર્વ પદાર્થો ના જ હોવાથી,
--દેહો નું પણ આત્મા-પણું ક્યાંથી રહ્યું? (૮૮)
હે,મહાબુદ્ધિમાન,તુ હંમેશાં આત્મા ને જાણતો જ સમય
વિતાવ, અને સર્વ પ્રારબ્ધ-કર્મ ભોગવતો તુ,
--તે પ્રારબ્ધ-કર્મ નું “દુઃખ” ભોગવે છે તેમ
માનવું પણ યોગ્ય નથી. (૮૯)
“આત્મ-જ્ઞાન થયા પછી પણ પ્રારબ્ધ-કર્મ છોડતું
નથી” એમ જે શાસ્ત્ર માં સંભળાય છે,
--તેનું હવે ખંડન કરવામાં
આવે છે. (૯૦)