જેમ,સ્ફટિક માં રતાશ ખોટી
છે,અને આકાશ નો વાદળી રંગ જુઠો છે,
--તેમ,અદ્વૈત (એક) એવા
મારામાં (આત્મામાં) આ જગત જુઠું જ ભાસે છે. (૭૧)
મૂઢ-બુદ્ધિ-અજ્ઞાની મનુષ્ય જ
જીવ,ઈશ્વર-આદિ રૂપે આત્મામાં ભેદ જુએ છે,
--પણ આત્મા તો ચોક્કસ ભેદ
વિનાનો,અને વિશેષતા વિનાનો છે,તેમાં ભેદ હોઈ શકે જ નહિ. (૭૨)
આ આત્મ શિવ-સ્વ-રૂપ છે, પણ
લિંગ-દેહ ધારણ કરવાથી,જીવ-ભાવ પામે છે,
--પણ એ લિંગ-દેહ નો નાશ થાય
છે ત્યારે આત્માનું જીવ-પણું ક્યાંથી બાકી રહે ?
(૭૩)
શિવ એ જ સદા જીવ છે અને જીવ એ
જ સદા શિવ છે, એ બંને ની એકતા ને જે અનુભવે છે,
--તે જ આત્મ જ્ઞાની છે,બીજો
કોઈ નહિ. (૭૪)
જેમ પાણી,દૂધ સાથે મળે છે
ત્યારે તે પાણી, હવે દૂધ જેવું (જે ખોટું છે) દેખાય છે,
--તેમ આત્મા સાથે સંબંધ
પામવાથી,અનાત્મા (દેહ-વગેરે) ખોટાં-આત્મા જેવાં દેખાય છે. (૭૫)
જેમ પાણીમાંથી દૂધ ને અલગ
પાડી ને જ હંસ થઇ શકાય છે,બીજી કોઈ રીતે હંસ થવાતું નથી,
--તેમ,સ્થૂળ વગેરે શરીરો
માંથી,આત્મા ને અલગ કરી ને જ મુક્ત થઇ શકાય છે,
--બીજી કોઈ રીતે મુક્ત થઇ
શકાતું નથી. (૭૬)
જેમ,દૂધ અને પાણી ને અલગ કરી
જાણનાર હંસ જ હોય છે,બીજો કોઈ નહિ,
--તેમ આત્મા (ચેતન) અને
અનાત્મા (જડ) જે અલગ સમજનારો યતિ (સંયમી) જ હોય છે,
--માત્ર સન્યાસી કે સંયમી જ એ
સમજી શકે છે,બીજો કોઈ નહિ. (૭૭)
જેમ ઝાડ ના ઠૂંઠા માં ભ્રાંતિ
થી ચોર નો આરોપ કરવાથી એ ઠૂંઠામાં કદી પણ વિકાર થતો નથી,
--તેમ નિર્વિકાર આત્મા માં, આ
જગતમાં થનાર વિકાર કદી થતા નથી. (૭૮)
જેમ,ઝાડના ઠૂંઠા માં ચોર નો
આરોપ થવાથી ડર લાગે છે,પણ પ્રકાશ થતાં કે તેની નજીક જતાં,
તે ઠૂંઠું જ છે એમ બરાબર
જાણાય છે,અને તે ચોર નથી એમ જણાયા પછી તેનો ડર લાગતો નથી,
--તેમ,જયારે પોતાનો “આત્મા”
જણાય છે,પછી જગત ક્યાંથી બાકી રહે?
અને જો જગત હોતું નથી તો બાકી
નું બધું પણ ક્યાંથી હોય? (૭૯)
ગુણો ની ત્રણે
(સાત્વિક-રાજસિક-તામસિક) વૃત્તિઓ વિલક્ષણ થઇ ને જે,સત્ય-આત્મ-સ્વ-રૂપ માં જણાય છે,
--તે અંશો (ત્રણે ગુણો) થી
હું નિશંક પણે રહિત (ત્રણ ગુણ વગરનો) છું. (૮૦)
જે બ્રહ્મ માં આ ત્રણે
દેહો,સત્ય જેવા જણાય છે,
--તે જ હું, ત્રણે દેહથી
વિલક્ષણ અને જુદો એવો, પર-બ્રહ્મ છું.
(૮૧)
દરેક માં વ્યાપ્ત,જે આત્મામાં
જાગ્રત-વગેરે,ત્રણે અવસ્થાઓ સત્ય જેવી જણાય છે,
--તે જ હું, જાગ્રત-વગેરે
ત્રણે અવસ્થાઓથી વિલક્ષણ અને જુદો પર-બ્રહ્મ છું.
(૮૨)
જે પરમાત્મા માં ત્રણે આત્માઓ
(વિશ્વ-તેજસ-પ્રાજ્ઞ) સત્ય જેવા દેખાય છે,
--તે જ હું,વિશ્વ-વગેરે ત્રણે
થી વિલક્ષણ અને જુદો પરમાત્મા (પર-બ્રહ્મ) છું. (૮૩)
જે
સાક્ષી-શુદ્ધાત્મામાં---વિરાટ-હિરણ્યગર્ભ-અને ઈશ્વર---એ ત્રણે સત્ય જેવા દેખાય છે,
--તે જ હું,સચ્ચિદાનંદ-રૂપ
લક્ષણવાળો, સ્વયં-પ્રકાશ, શુદ્ધ આત્મા છું. (૮૪)
અદ્વૈતાનુભુતિ -સમાપ્ત