વાદળાં વગેરે પ્રકાશ પામવાને
યોગ્ય વસ્તુ છે,તેઓને પ્રકાશિત કરતો સૂર્ય તેઓથી અલગ પ્રકાશે છે,
--તેમ,સ્થૂળ શરીર વગેરે
પ્રકાશ પામવા યોગ્ય વસ્તુને પ્રકાશિત કરતો,આત્મા અલગ પ્રકાશે છે.(૬૧)
જેમ,સૂર્ય સર્વ પદાર્થોનો
પ્રકાશક છે અને તે પ્રકાશ પામવા યોગ્ય પદાર્થો થી દૂષિત થતો નથી,
--તેમ,સર્વ નો પ્રકાશક
આત્મા,પ્રકાશ પામવાને યોગ્ય-દેહાદિ પદાર્થો થી દૂષિત થતો નથી. (૬૨)
જેમ,દર્પણ માં દેખાતું,મુખ
નું પ્રતિબિંબ.ખોટા મુખ જેવું જણાય છે,
--તેમ,બુદ્ધિમાં પડતા ચૈતન્ય
નો આભાસ,કેવળ ખોટા આત્મા જેવો જ લાગે છે. (૬૩)
દર્પણ માં દેખાતા મુખ ના
પ્રતિબિંબ નો નાશ થવાથી,મુખ નો નાશ થતો નથી,
--તેમ,બુદ્ધિ માં પડતા ચૈતન્ય
ના આભાસ નો નાશ થવાથી આત્મા નો નાશ થતો નથી. (૬૪)
જેમ તાંબા માં મૂર્તિરૂપે
કલ્પેલા દેવ-વગેરે દેવથી જુદા હોય તેવા લાગે છે,
--તેમ,દેખાતા પદાર્થોરૂપે
આત્મામાંથી ઉત્પન્ન થયેલું જગત આત્માથી જાણે જુદું હોય તેવું લાગે છે.(૬૫)
જેમ,તાંબુ તો એક જ
છે,પણ,ઈશ્વરની પ્રતિમારૂપે ,કે મનુષ્ય ની પ્રતિમારૂપે તેને.જો અલગ અલગ
કલ્પવામાં આવે તો,તે જ તાંબુ
જાણે જુદું જુદું હોય તેવું જણાય છે,
--તેમ આત્મા એક જ છે,તો
પણ,ઈશ્વર-જીવ-આદિ-રૂપે અનેક જેવો (મિથ્યા) જણાય છે. (૬૬)
જેમ,તાંબામાંથી બનાવેલી
ઈશ્વરની પ્રતિમા વગેરેનો નાશ થવાથી મૂળ તાંબા નો નાશ થતો નથી,
--તેમ ઈશ્વર-જીવ-આદિ મિથ્યા
જણાયેલાં સ્વરૂપો નો નાશ થવાથી,આત્મા નો નાશ થતો નથી. (૬૭)
દોરીમાં ભ્રાંતિથી જણાયેલો
સાપ,દોરી ની હયાતી ને લીધે જ સાચા જેવો જ જણાય છે,
--તેમ,આત્મા માં અજ્ઞાનથી
જણાતું જગત,આત્મા ની હયાતી ને લીધે જ સાચા જેવું લાગે છે. (૬૮)
જેમ,દોરીમાં ભ્રાંતિ થી
દેખાતો સાપ, તે દોરી છે એવું જાણી ગયા પછી દોરી તરીકે જ બાકી રહે છે,
--તેમ,જ્ઞાન થતાં જગતનો અભાવ
થાય છે,અને સદા આત્મા જ બાકી રહે છે. (૬૯)
જેમ,સ્ફટિક માં દેખાતી
રતાશ,તે તેની પાસે રહેલા કોઈ રાતા પદાર્થ ને લીધે જ દેખાય છે,
--અને જેમ,આકાશ વાદળી દેખાય
છે તે આંખ ના દોષ થી જ દેખાય છે,
--તેમ,અદ્વૈત આત્મા માં આ જગત
સાચા જેવું દેખાય છે.(ખરી રીતે જગત છે જ નહિ)
(૭૦)