જેમ,સિંધાલૂણ (મીઠું) નો
ગાંગડો,પાણી નો સંબંધ થતાં,પાણી-રૂપ જ બની જાય છે,
--તેમ આત્મા નો સાક્ષાત્કાર
થતાં બ્રહ્મ-જ્ઞાની ની “બુદ્ધિ” આત્મા-રૂપ જ બની જાય છે. (૫૧)
જેમ,સૂર્ય,જો કે એક જ છે,તો
પણ પાણીથી ભરેલાં જુદાંજુદાં,બધાં પાત્રોમાં તે અનેક જેવો જણાય છે,
--તેમ આત્મા એક જ છે,તો પણ
જુદાં જુદાં બધાં શરીરો માં તે અનેક જેવો લાગે છે. (૫૨)
જેમ,પાણીમાં પ્રતિબિંબ-રૂપે
દેખાતો સૂર્ય,જાણે મૂળ સૂર્ય થી જુદો હોય તેવો લાગે છે,
--તેમ,બુદ્ધિ માં જીવ-રૂપે
પડેલો આત્મા નો આભાસ,જાણે મૂળ-શુદ્ધ આત્મા થી જુદો જણાય છે. (૫૩)
જેમ, જો, બિંબ (મૂળ-સૂર્ય)
હોય જ નહિ તો તેના વિના પ્રતિબિંબ (પાણીમાં) આવે જ ક્યાંથી??
--તેમ,મૂળ-શુદ્ધ આત્મા જો હોય
જ નહિ,તો બુદ્ધિમાં તે આત્મા (ચૈતન્ય)નો આભાસ આવે જ ક્યાંથી?(૫૪)
જેમ,ચંચળ-પણું (અસ્થિરતા)
વગેરે,પ્રતિબિંબ ના ધર્મો,બિંબ માં કદી હોતા નથી,
--તેમ કર્તા-પણું વગેરે આભાસ
ના ધર્મો મૂળ-શુદ્ધ આત્મા માં કદી હોતા જ નથી.(૫૫)
જેમ,પાણીમાં
રહેલ,શીતળતા-વગેરે ધર્મો તે પાણીની અંદર પડેલા સૂર્ય ના પ્રતિબિંબ ને સ્પર્શ કરતા
નથી,
--તેમ, બુદ્ધિ નાં
કર્મ-વગેરે,તે બુદ્ધિ ની અંદર જણાતા (પ્રતિબિંબ પડેલા)
--ચૈતન્ય ના (આત્માના) આભાસ
ને કદી સ્પર્શ કરતા નથી. (૫૬)
જેમ,છીછરા પાત્રમાં રહેલા
પાણી ની અંદર પડેલું,સૂર્ય નું પ્રતિબિંબ,
--વાયુ ને લીધે જો પાણી ડોલે
તો તે પ્રતિબિંબ પણ ડોલતું લાગે છે,
--તેમ,બુદ્ધિમાં પડેલ ચૈતન્ય
(આત્મા) નો આભાસ (પ્રતિબિંબ),કર્તા-પણું,ભોક્તા-પણું,સુખ-દુઃખ-પણું,વગેરે
--બુદ્ધિ ના જ ધર્મો થી જાણે (આત્મા)
યુક્ત અને વિકારી હોય તેવો જણાય છે.(જે સત્ય નથી)
(૫૭)
જેમ,છીછરા પાત્રમાં રહેલું
પાણી નાશ પામે છે,
ત્યારે તેમાં પહેલાં જોયેલું
પ્રતિબિંબ પણ નાશ પામ્યું હોય તેમ લાગે છે,
--તેમ,સુષુપ્તિ અવસ્થામાં
બુદ્ધિ નો લય થતાં તેમાં (બુદ્ધિમાં) રહેલો,ચૈતન્ય નો આભાસ (પ્રતિબિમ)
પણ નાશ પામ્યો હોય તેવો લાગે
છે. (૫૮)
જેમ,પાણીમાં પડેલા
પ્રતિબિંબને,પાણીને,તથા પાણી ના તરંગો ને પ્રકાશિત કરતો સૂર્ય,
--તે બધા થી અલગ જ રહી ને
પ્રકાશે છે,
તેમ,બુદ્ધિમાં પડેલા પોતાના
આભાસ ને,બુદ્ધિ ને અને કર્તા-પણું-વગેરે તેના ધર્મો ને પ્રકાશિત કરતો,
--શુદ્ધ આત્મા (ચૈતન્ય) તેઓ
બધા થી અલગ જ રહી ને પ્રકાશે છે. (૫૯)
જેમ,વાદળાં ને પ્રકાશિત કરતો
સૂર્ય,એ વાદળથી ઢંકાઈ ગયેલો હોય તેવો લાગે છે,
--તેમ,મોહ ને પ્રકાશિત કરતો
આત્મા,મોહ થી ઢંકાઈ ગયો હોય તેમ ભાસે છે.
(૬૦)