Mar 15, 2014

અદ્વૈતાનુભુતિ-શંકરાચાર્ય-ગુજરાતી-5-Advaitanuhuti

જેમ,સ્ફટિક-મણિ,તેની પાસે રહેલ વસ્તુઓ ની કાળાશ -રતાશ (ઉપાધિ) વગેરે ને લીધે-
--ભલે કાળો કે રાતો દેખાય,પણ તે કાળાશ-રતાશ-વગેરે  ધર્મો જોડે સંબંધ પામતો નથી,
--તેમ અન્નમય કોશ- વગેરે કોશોમાં ઉત્પન્ન થયેલી સર્વ કામના-વગેરે થી,
--આત્મા લેપાતો નથી કે સંબંધ પામતો નથી.  (૪૧)


જેમ ચગડોળ વગેરે ભમાવવાથી જમીન જાણે ભમતી હોય તેમ લાગે છે,(ખરી રીતે જમીન ભમતી નથી)
--તે જ પ્રમાણે આત્મા જતો કે આવતો નથી, તેમ છતાં અત્યંત મૂઢ (અજ્ઞાની) મનુષ્ય,
--આત્મા જાય છે અને આવે છે-એમ તેને દેખે છે અને કહે છે.  (૪૨)


અજ્ઞાની મનુષ્ય આ (ત્રણ) દેહને જ્યાં સુધી આત્મા તરીકે માને છે,
--ત્યાં સુધી તે અનેક જાતની યોનિઓમાં જન્મ્યા કરે છે.  (૪૩)


જેમ,નિંદ્રા-અવસ્થાવાળા (સ્વપ્ન) શરીરમાં ઉત્પન્ન થયેલાં સુખ-દુઃખ વગેરે
--જાગ્રત-અવસ્થાવાળા શરીર નો સ્પર્શ કરતાં નથી
--તેમ જાગ્રત-અવસ્થાવાળા શરીર માં ઉત્પન્ન થયેલાં સુખ-દુઃખ વગેરે “આત્મા” ને સ્પર્શ કરતાં નથી (૪૪)


જેમ,નિંદ્રાવસ્થાનું (સ્વપ્ન નું) શરીર,જાગ્રત અવસ્થા ના શરીર જેવું દેખાય છે,
--પરંતુ એ નિંદ્રા-શરીર (સ્વપ્ન-શરીર) નો નાશ થવાથી,જાગ્રત અવસ્થા નો દેહ નાશ પામતો નથી,
--તેમ,આ જાગ્રત અવસ્થા નું શરીર,જાગ્રત અવસ્થા ને લીધે,”આત્મા” જેવું જણાય છે,
--પણ જાગ્રત-શરીર નો નાશ થવાથી આત્મા નો કદી નાશ થતો નથી.  (૪૫-૪૬)


જેમ,નિંદ્રામાંથી જાગેલો મનુષ્ય,તે નિંદ્રાવસ્થા માં અનુભવેલા,સ્વપ્ન-શરીર ને છોડી,
--જાગ્રત અવસ્થા ના શરીર ને જ જરૂરી ગણે છે,
--તેમ,જાગ્રત અવસ્થા ના શરીરમાં જ્ઞાન થવાથી જાગેલો જ્ઞાની,એ જાગ્રત શરીર નો ત્યાગ કરી,
--કેવળ “આત્મા” ને જ જરૂરી ગણે છે.(કેવળ આત્મ-સાક્ષાત્કાર જ ઈચ્છે છે)  (૪૭)


જેમ,નિંદ્રામાંથી જાગેલા મનુષ્ય ને,સ્વપ્નાવસ્થા માં અનુભવેલા ભોગો માટે ઈચ્છા થતી નથી,
--તેમ,જ્ઞાની ને મિથ્યા સ્વર્ગાદિના ભોગો માટે ઈચ્છા થતી જ નથી.  (૪૮)


જેમ,કોઈ ભોક્તા એ (જેમ કે પૂજારીએ) પથ્થર માં ભોગ્ય (પૂજવાનો) સાપ કલ્પ્યો હોય,
--તેમ ભોક્તા-જીવે, ભોગ્ય (મોજ-શોખ ની વસ્તુઓ) સ્વરૂપ વાળા,તુચ્છ ભોગો કલ્પ્યા છે. (૪૯)


કર્મો માં આસકત અજ્ઞાની ને આ સંસાર, જેવો સુખ-દુઃખ આપનાર થાય છે,
--તેવો જ્ઞાની ને, આ સંસાર સુખ-દુઃખ આપનાર થતો નથી,
--દોરીમાં ભ્રાંતિ થી દેખાયેલા સર્પ ને દોરી રૂપે ના જાણનાર ને જેવો ભય થાય છે,

--તેવો એ સર્પને ખોટો અને દોરી-રૂપે જાણનાર ને ભય થતો નથી.  (૫૦)


PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE