Mar 15, 2014

અદ્વૈતાનુભુતિ-શંકરાચાર્ય-ગુજરાતી-4-Advaitanuhuti

જેમ,પુષ્પોની ઉત્તમતા વગેરે દોરા ને સ્પર્શ કરતી નથી,
--તેમ,શરીરો ની ઉત્તમતા-વગેરે મને,સર્વ-વ્યાપી “એક” ને (દોરાને) સ્પર્શ કરતી નથી. (૩૧)


જેમ,તે પુષ્પો નાશ પામે છે,તો પણ તેને લીધે,(પુષ્પોના નાશ થવાથી) દોરો નાશ પામતો નથી,
--તેમ,શરીરો નાશ પામે છે,તો પણ હું (આત્મા-દોરો) કદી નાશ પામતો જ નથી.   (૩૨)


જેમ સૂર્યની કાંતિ (પ્રકાશ) એક જ છે,તો પણ પાટી ભરેલા પલંગ ના,પાટી ના છિદ્રોમાંથી પસાર થઇ.
નીચેની બાજુએ અનેક રૂપે થયેલી જણાય છે,
--તેમ સર્વ-વ્યાપી પરમાત્મા એક જ છે,તો પણ,જુદાં જુદાં શરીરોમાં જઈ ને અનેક જેવો લાગે છે.(૩૩)


જેમ,પાટીમાં છિદ્રોમાં રહેલા દોષો (વાંકાઈ) વગેરે સૂર્ય ની કાંતિ ને સ્પર્શ કરતા નથી,
--તેમ,શરીરમાં રહેલા દોષો વગેરે મને (આત્માને) સ્પર્શ કરતા નથી. (૩૪)


વળી તે જ પ્રમાણે પાટીનાં છિદ્રો નાશ પામે છે,તો પણ સૂર્ય ની કાંતિ નાશ પામતી નથી,
--તેમ શરીર નો નાશ થાય છે,તો પણ સર્વ-વ્યાપી હું (આત્મા) નાશ પામતો નથી.(૩૫)


શરીર હું નથી,કારણકે તે અતિશય દૃશ્ય છે,(હું તેવો નથી)
ઇન્દ્રિયો હું નથી,કારણકે તે ભૂતોમાંથી બનેલી છે,(હું તેવો નથી)
પ્રાણ હું નથી,કારણકે તે અનેક છે (હું તો એક જ છું)
મન,હું નથી,કારણકે તે ચંચળ છે (હું તેવો નથી)
બુદ્ધિ,હું નથી,કારણકે તે વિકારી છે.(હું તો નિર્વિકાર છું)
અજ્ઞાન-માયા,હું નથી,કારણકે તે જડ છે. (હું તો ચેતન છું)
દેહ-ઇન્દ્રિયો વગેરે નો સમુદાય પણ હું નથી,
કારણ કે તે ઘડા વગેરેની પેઠે નાશવંત છે.(હું તો અવિનાશી છું)  (૩૬-૩૭)


હું તો દેહ,ઇન્દ્રિયો,પ્રાણો,મન,બુદ્ધિ,અજ્ઞાન,તથા તેઓના અભિમાની અહંકાર ને,
--પણ પ્રકાશમાન કરતો પ્રકાશું છું.  (૩૮)


આ આખું જગત હું નથી,કારણકે તે બુદ્ધિ નો વિષય છે.(હું તો બુદ્ધિ નો વિષય નથી)
--વળી સુષુપ્તિ વગેરે માં જે “હું” એવો અહંકાર અનુભવાય છે,તે પણ હું નથી,
--કારણકે હું તો અહંકાર નો સદા “સાક્ષી” છું.  (૩૯)


જેમ સુષુપ્તિમાં હું નિર્વિકાર હોઉં છું,તેમ જાગ્રત અને સ્વપ્ન એ બંને અવસ્થામાં પણ હું નિર્વિકાર જ હોઉં છું,
--માત્ર એ બંને (જાગ્રત-સ્વપ્ન) અવસ્થાઓમાં (બધું સ્પષ્ટ અનુભવનાર તરીકે),
ચારે બાજુ મારો સંબંધ હોય છે,
--તેથી જાણે હું વિકારી હોઉં તેવો જણાઉં છું.  (૪૦)



PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE