Mar 15, 2014

અદ્વૈતાનુભુતિ-શંકરાચાર્ય-ગુજરાતી-3-Advaitanuhuti

જેમ,બાળનારો અગ્નિ,એ બાળવાના લાકડા-રૂપે થતો નથી,કે લાકડું,બાળનાર અગ્નિ-રૂપે થતું નથી,
--તેમ આ આત્મા, એ અનાત્મા (જડ શરીર વગેરે) રૂપ થતો નથી,
--અને અનાત્મા (જડ શરીર વગેરે) એ આત્મા-રૂપ કદી થતાં જ નથી. (૨૧)


જેમ સૂર્ય (પ્રમાતા) ના કિરણો (પ્રમાણ) ને લીધે,ઘડો,ભીંત વગેરે (પ્રમેય) પદાર્થો સાર્થક થઇ પ્રકાશે છે,
--તેમ “જે” (આત્મા) ને લીધે,પ્રમાતા,પ્રમાણ અને પ્રમેય (જ્ઞાતા,જ્ઞાન,જ્ઞેય) એ ત્રણે,
--સાર્થક થઇ પ્રકાશે છે, તે જ હું (એ ત્રણે-પ્રમાતા,પ્રમાણ,પ્રમેયથી જુદો) “આત્મા”  છું.  (૨૨)


જેમ સૂર્ય ના પ્રકાશ  થી ઘડો વગેરે (પ્રમેય) જાણે પ્રકાશતાં હોય એવાં જણાય છે,
--તેમ આત્મા ના પ્રકાશ થી, શરીર વગેરે (પ્રમેય) પ્રકાશતાં હોય તેમ લાગે છે.  (૨૩)


જેમ,ગોળ ના સંબંધ થી લોટ વગેરે ગોળ જેવાં જ પ્રીતિ ઉપજાવનારાં થાય છે,
--તેમ આત્મા ના સંબંધ થી પ્રમેય (શરીર વગેરે) પ્રીતિ ઉપજાવનારાં થાય છે.  (૨૪)


જેમ,ઘડો,પાણી,અનાજ અને લોટ વગેરે માં અગ્નિ ના સંબંધ થી જ ઉષ્ણતા જણાય છે,
--પણ જો તેઓનો અગ્નિ સાથે સંબંધ ના થાય તો તેઓમાં ઉષ્ણતા ક્યાંથી હોય?
--તે જ પ્રમાણે,ભૂતો (પંચમહાભૂતો) અને ભૂતો માંથી બનેલાં શરીર-વગેરેમાં
--આત્માના સંબંધથી જ ચેતન-પણું જણાય છે, પરંતુ,
--આત્મા વિના તે શરીર-વગેરે (મુડદાં-વગેરે) માં ચેતનતા ક્યાંથી હોય?(ના જ હોય) (૨૫-૨૬)


જેમ જુદાજુદા અનેક ઘડાઓમાં “એક” જ આકાશ રહે છે,
--તેમ જુદાજુદા અનેક શરીરો માં હું “એક જ આત્મા” રહું છું.  (૨૭)


જેમ,અનેક ઘડાઓમાં રહેલ (આકાશના) અનેક પણાને, (પૂર્ણ) આકાશ પ્રાપ્ત થતું નથી,
--તેમ અનેક શરીરમાં રહેલા (આત્માના) અનેક પણાને,હું (પૂર્ણ) પરમાત્મા પ્રાપ્ત થતો નથી.(૨૮)


જેમ,ઘડાઓ નાશ પામે છે,તો પણ તેઓથી છૂટું પડેલું આકાશ (ઘટાકાશ) નાશ પામતું નથી,
--તેમ,શરીરો નાશ પામે છે,તો પણ સર્વ-વ્યાપક હું (આત્મા) નાશ પામતો નથી. (૨૯)


જેમ,એક જ દોરામાં ઉત્તમ,મધ્યમ અને અધમ,પુષ્પો રહેલાં હોય છે,
--તેમ ઉત્તમ,મધ્યમ અને અધમ શરીરો સર્વદા મારામાં (દોરામાં) રહેલાં છે.  (૩૦)


PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE