જેઓ બ્રહ્મ-વૃત્તિ ને સંપૂર્ણ જાણે છે,અને જાણી
ને હંમેશ તે વૃત્તિ ને વધારતા રહે છે,
--તે સત્પુરુષો ને ધન્ય છે,અને તેઓ જ ત્રણે ભુવન
માં વંદનીય છે. (૧૩૧)
જેઓની બ્રહ્માકાર વૃત્તિ સારી રીતે વધી હોય,અને
સંપૂર્ણ પક્વ થઇ હોય,
--તેઓ જ ઉત્તમ બ્રહ્મ-ભાવ ને પામી ચુક્યા
છે,જયારે,
--બીજા શબ્દ-વાદી વાતો કરનારા બ્રહ્મ-ભાવ ને
પામતા નથી. (૧૩૨)
જેઓ બ્રહ્મની વાતો કરવામાં જ હોશિયાર હોય,પણ
બ્રહ્માકાર વૃત્તિ થી રહિત હોય છે,
--તેઓ અતિશય રાગી અને અજ્ઞાની જ હોય છે,તેથી તે
વારંવાર સંસારમાં અવર-જવર કર્યા કરે છે,
જન્મ-મરણ પામ્યા જ કરે છે,અને સંસાર માંથી છૂટતા
નથી. (૧૩૩)
જેમ બ્રહ્મ,સનક,શુકદેવ –વગેરે જ્ઞાનીઓ એક ક્ષણ પણ
બ્રહ્માકાર વૃત્તિ વિના રહેતા નથી,
--તેમ બ્રહ્મ-વેતા પુરુષો,આંખ ના અડધા પલકારા
જેટલો સમય પણ,
--એ બ્રહ્મમય (બ્રહ્માકાર) વૃત્તિ વિના રહેતા નથી. (૧૩૪)
કાર્ય (સંસાર) માં કારણ-પણું (બ્રહ્મ-પણું) લાગુ
રહે છે,પણ કારણ માં કાર્ય-પણું કદી ના જ આવે, માટે,
--આ સિદ્ધાંત ને લક્ષ્યમાં રાખી,કાર્ય (સંસાર) ના
અભાવનો વિચાર કરી,તેનો (કાર્ય નો) ત્યાગ કરી,
--કારણ-પણું (બ્રહ્મ-પણું) પ્રાપ્ત કરવું,ને સર્વ
ના મૂળ કારણ (બ્રહ્મ) સ્વ-રૂપ થવું. (૧૩૫)
માટી અને ઘડા નો જ વારંવાર દાખલો લઇ,તેમાં
કારણ-માટી સાચી છે? કે કાર્ય-ઘડો સાચો છે?
તે ફરી ફરી તપાસી ને પછી,
--આ “સંસાર રૂપ”--“કાર્ય” નું જે મૂળ “કારણ”—“બ્રહ્મ”
છે, અને,
--જે વસ્તુ (બ્રહ્મ) વાણી નો વિષય નથી,તે શુદ્ધ
બ્રહ્મ-રૂપ વસ્તુ નું જ દર્શન કરવું.
(૧૩૬)
આ જ પ્રકારે બ્રહ્માકાર વૃત્તિ થઇ શકે છે,અને તે
પછી જેઓ ના ચિત્ત શુદ્ધ થયાં હોય છે,
--તેવા પુરુષો ની એ વૃત્તિ “જ્ઞાન” ને પ્રગટ કરે
છે. (૧૩૭)
“જો કારણ (બ્રહ્મ) ન હોય તો કાર્ય (સંસાર) ન જ
હોય” આવા “વ્યતિરેક” થી,
સહુ પ્રથમ મનુષ્યે બ્રહ્મ-રૂપ કારણ ની તપાસ કરવી,
--અને પછી,”જો કારણ (બ્રહ્મ) હોય તો જ કાર્ય
(સંસાર) હોય, આવા “અન્વય” થી,
આ સંસાર-રૂપ “કાર્ય” માં નિત્ય તે બ્રહ્મ-રૂપ “કારણ”
નું જ દર્શન કરવું. (૧૩૮)
મનનશીલ મનુષ્યે પ્રથમ તો કાર્ય(સંસાર) માં જ કારણ
(બ્રહ્મ) ને જોવું,ને પછી કાર્ય નો ત્યાગ કરવો,
--અને એમ નિત્ય ના બ્રહ્મ ના ધ્યાન થી કારણ-રૂપ
બ્રહ્મ નું દર્શન થાય છે,અને
--પછી કારણ (બ્રહ્મ) માં રહેલું કારણ-પણું
(બ્રહ્મ-પણું) પણ નાશ પામે છે,
--અને પોતે શુદ્ધ બ્રહ્મ-રૂપે બાકી રહે છે. (૧૩૯)
જેમ ભમરી એ કીડા ને ડંસ મારી,પકડી લાવી ને પોતાના
દર માં પૂરે છે,ત્યારે દરમાં પુરેલ કીડો,
“હમણાં ભમરી આવી ને મને ડંશ મારશે” એવા સતત ભય ને
લીધે,સતત ભમરી નું જ ધ્યાન કરતાં કરતાં,છેવટે પોતે પણ ભમરી જ બની જાય છે,
--તેમ,જો મનુષ્ય તીવ્ર શક્તિ થી,નિશ્ચયપૂર્વક,જે
વસ્તુ (બ્રહ્મ) ની ભાવના કરે છે,
--જે (બ્રહ્મ) નું ધ્યાન કર્યા કરે છે,તે તે જ
વસ્તુ (બ્રહ્મ) સ્વ-રૂપે જલ્દી બની જાય છે.એમ સમજવું.(૧૪૦)
આ સર્વ જગત ભલે દૃશ્ય જણાય છે,પણ ખરી
રીતે,અદૃશ્ય-ચૈતન્ય-રૂપ છે,ભાવ-રૂપ અને આત્મસ્વરૂપ છે,
--આમ,નિત્ય સાવધાન-પણે,વિદ્વાન મનુષ્યે,સર્વ સ્વ-રૂપે,પોતાના
આત્મા ની જ ભાવના કરવી,
--અને સર્વ પદાર્થો ને કેવળ આત્મા-રૂપે જ ચિંતવવા
(૧૪૧)
વિદ્વાન (જ્ઞાની) પુરુષે,”દૃશ્ય” જગત ને “અ-દૃશ્ય” કરી.તેને બ્રહ્માકારે ચિંતવવું,
--અને તે ચૈતન્યરસ વડે,પૂર્ણ બુદ્ધિ થી નિત્ય-સુખ
માં રહેવું. (૧૪૨)
જેઓના રાગ-દ્વેષાદિ દોષો થોડે અંશે પણ ક્ષીણ થયા
હોય,તેમને માટે,
--હઠયોગ-સહિત,આ પંદર અંગો વાળો “રાજ યોગ” ઉપયોગી
છે.(આને જ રાજયોગ કહેવાય છે.) (૧૪૩)
જેઓનું મન પરિપક્વ થયું હોય એવા પુરુષો ને જ કેવળ
આ રાજયોગ સિદ્ધ થાય છે,
--અને (વળી) ગુરૂ તથા દેવ ના ભક્ત,સર્વ મનુષ્યો
ને પણ આ યોગ જલ્દી સુલભ થાય છે. (૧૪૪)