વિષયો ને પણ “આત્મ-સ્વ-રૂપ” સમજી ને મન ને ચેતન
માં સમાવી દેવું,
--એને “પ્રત્યાહાર” જાણવો.
--મુમુક્ષુ ઓએ આ પ્રત્યાહાર નો અભ્યાસ કરવો. (૧૨૧)
મન જ્યાં જ્યાં જાય,ત્યાં ત્યાં “બ્રહ્મ” નું
દર્શન કરી,મન ને “બ્રહ્મ” માં જ સ્થિર કરવું,
--એને શ્રેષ્ઠ “ધારણા” માની છે.
(૧૨૨)
કોઈ પણ વિષયો નું ચિંતન કર્યા વિના, “હું બ્રહ્મ
જ છું” એવી ઉત્તમ પ્રકાર ની વૃત્તિ રહેવી,
--એ પરમ આનંદ આપનાર “ધ્યાન” કહેવાય
છે. (૧૨૩)
કોઈ પણ જાત ના વિકાર વગરની,અને બ્રહ્માકાર થયેલી
વૃત્તિ થી,
--ધ્યાન કરનાર,ધ્યાન ની ક્રિયા,અને જેનું ધ્યાન
કરાય છે-એ ત્રણેય ની
--“વૃત્તિ નું સ્મરણ” ના રહે,એ “જ્ઞાન” નામની ઉત્તમ “સમાધિ” છે.
(૧૨૪)
જ્યાં સુધી,મનુષ્ય ને પોતાની મેળે જ સ્વાભાવિક
આનંદ થાય અને
--મન વગેરે ઇન્દ્રિય સમુદાય જેટલા કાળ (સમય) સુધી
માં વશ થાય,
--ત્યાં સુધી ઉપર જણાવેલાં નિદિધ્યાસન ના ૧૫
અંગોનો સારી રીતે અભ્યાસ કરવો. (૧૨૫)
તે પછી એ સાધનો છોડી દઈ સિદ્ધ થયેલો પુરુષ
યોગીરાજ બને છે,
--એવા યોગીનું સ્વ-રૂપ,બ્રહ્મ-રૂપ જ થયું
હોવાથી,વાણી થી તેનું વર્ણન થઇ શકતું નથી,
--અને એકલા મન થી તેનો વિચાર પણ થઇ શકતો
નથી. (૧૨૬)
જયારે સમાધિ કરવામાં આવે છે ત્યારે,ઘણીવાર,બળ-પૂર્વક
વિઘ્નો આવે જ છે,
--જેવા કે-બ્રહ્મ નો વિચાર સ્થિર ના રહે,આળસ
થાય,ભોગો ની ઈચ્છા થાય,ઊંઘ આવે,
શું કરવું અને શું નાં કરવું તેની સમજણ ના પડે,મન
બીજા પદાર્થો માં જાય,અને જે પદાર્થ (વિષય) માં
જાય તેના રસ નો સ્વાદ જણાય,અને મન જડ જેવું બની
જાય.
--આવાં અનેક વિઘ્નો આવે પણ બ્રહ્મ-જ્ઞાનીએ ધીમે
ધીમે તેઓ ને દૂર કરવાં. (૧૨૭-૧૨૮)
“આત્મા-રૂપ વસ્તુ છે” એવી મન ની ભાવ-રૂપ વૃત્તિ
થી “આત્મા નું અસ્તિત્વ” જણાય છે,
--“આત્મા-રૂપ વસ્તુ છે જ નહિ” એવી શૂન્ય-વૃત્તિ
થી “આત્મા ની શૂન્યતા” ભાસે છે,અને,
--“આત્મા-રૂપ એક જ વસ્તુ પૂર્ણ છે” આવી મન ની
પૂર્ણ વૃત્તિ થી “પૂર્ણતા” પ્રાપ્ત કરાય છે,
--માટે તેવી પૂર્ણતા નો અભ્યાસ કરવો. (૧૨૯)
“બ્રહ્મ” નામની આ સર્વોત્કૃષ્ટ પવિત્ર વૃત્તિ ને
જે મનુષ્યો ત્યજે છે,
--તે મનુષ્યો,પશુઓ જેવા
હોઈ,વ્યર્થ જીવે છે. (૧૩૦)