બ્રહ્મા વગેરે સર્વ પ્રાણીઓ ને જે અખંડ,અદ્વૈત,આનંદ-“પરમાત્મા-આત્મા”
પ્રેરે છે,દોરે છે,જાણે છે,
--તે જ “નિમેષ” (આંખ ના પલકારા) થી “કાલ-શબ્દ”
(બ્રહ્મા અને સર્વ ભૂતો ના આયુષ્ય ની ગણના)
--સુધી નો “કાલ” કહેવાય છે. (૧૧૧)
જ્યાં નિરંતર સુખ થી બ્રહ્મ નું ચિંતન થઇ શકે
ત્યાં બેસવું, એ જ “આસન” સમજવું,
--બીજું કે જે બ્રહ્મ-ચિંતન ના સુખ નો નાશ કરનાર
છે તે આસન તે આસન નથી. (૧૧૨)
જે (બ્રહ્મ) સર્વ જગતની પહેલાં સિદ્ધ જ છે,જે જગત
નો આધાર છે,
--જે અવિનાશી અને નિર્વિકાર છે,અને જેમાં સિદ્ધ
પુરુષો સમાઈ ગયા છે,
--એ “બ્રહ્મ” ને જ સિદ્ધાસન કહે છે. (૧૧૩)
જે (બ્રહ્મ) સર્વ પદાર્થો નું મૂળ છે,અને જેને
લીધે ચિત્ત ને વશ કરી શકાય છે,
--એ “બ્રહ્મ” જ “મૂલબંધ” છે. એનું
સદા સેવન કરવું,
--એ (બ્રહ્મ) જ રાજયોગી-બ્રહ્મજ્ઞાનીઓનો “યોગ” છે.
(૧૧૪)
(નોંધ-યોગશાસ્ત્ર માં “મળદ્વાર” ના સંકોચ નું નામ
“મૂલબંધ” છે,પણ અહીં “બ્રહ્મ”ને “મૂલબંધ” કહ્યું છે)
દેહનાં અંગો ની “બ્રહ્મ” માં “એકતા” સાધવી,અને
સર્વ-સ્વ-રૂપ-બ્રહ્મ માં તે (દેહ ના અંગો) લીન થઇ જાય,
--તેનું જ નામ “દેહ ની સમતા” છે.
--એ સિવાય અંગો નું સીધાપણું (એકસરખાપણું) ગણાય જ
નહિ,એવું તો સુકું ઝાડ પણ હોય. (૧૧૫)
નાક ની અણી ઉપર આંખ ને સ્થિર કરી જોયા કરવું,એ
દૃષ્ટિ ની સ્થિરતા નથી,પણ,
--દૃષ્ટિ ને જ્ઞાનમય બનાવી,જગત ને “બ્રહ્મ-રૂપ”
જોવું,એ જ ઉદાર દૃષ્ટિ છે,
--એ જ “દૃષ્ટિ ની સ્થિરતા”
છે. (૧૧૬)
જેમાં “જોનાર”,”જોવાની ક્રિયા” અને “જોવા યોગ્ય
વસ્તુ” –એવા કોઈ ભેદ જ નથી,
--એ “બ્રહ્મ” માં જ સદા દૃષ્ટિ ની સ્થિરતા
રાખવી,તેનું નામ જ “દૃષ્ટિ ની સ્થિરતા” છે.
--નાક ની અણી પર જોઈ રાખવું તે સ્થિર દૃષ્ટિ
નથી. (૧૧૭)
ચિત્ત વગરે બધામાં જ “બ્રહ્મ-પણા” ની જ ભાવના
(વિચાર) કરવાથી,
--મન ની દરેક વૃત્તિઓ વિષયો તરફ જતી અટકે છે,
--અને એ જ “પ્રાણાયામ” કહેવાય
છે. (૧૧૮)
“જગત ને મિથ્યા સમજવું” એ “રેચક”
નામનો પ્રાણાયામ છે, અને
--“હું બ્રહ્મ જ છું” એવી જે “વૃત્તિ” તે “પૂરક” નામનો પ્રાણાયામ
છે. (૧૧૯)
પછી એ “વૃત્તિ ની સ્થિરતા” થવી તે “કુંભક”
પ્રાણાયામ છે.
--આ જ જ્ઞાનીઓ ના પ્રાણાયામ છે,
--નાક દબાવી ને કરાતો પ્રાણાયામ તો અજ્ઞાનીઓ નો
છે. (૧૨૦)