અતિ સંગ્રહ થી વિગ્રહ થાય છે. સંગ્રહ નો ત્યાગ એ સુખદાયી છે.
(૧૯) બાળક-પાસેથી-નિર્દોષતા નો બોધ લીધો.
(૨૦) કુમારી કન્યા-પાસે થી- એકાંત વાસ નો બોધ લીધો.
એક કુમારી કન્યા હતી.બહારગામથી તેનું માગું કરવા પરોણાઓ આવ્યા.ઘરમાં ચોખા નહોતા.તેથી તે ડાંગર
ખાંડવા લાગી.ખાંડતા પહેલાં તેણે તેના હાથમાં બંગડીઓ હતી તે એક –એક બંગડી રાખી બાકીની બધી ઉતારી નાંખી.કારણ કે-જો ખાંડતી વખતે બંગડીઓ નો અવાજ થાય અને મહેમાન તે સાંભળે તો તેઓને જાણ થઇ જાય કે આ લોકો ના ઘરમાં ચોખા પણ નથી અને તેમની ગરીબી જાહેર થઇ જાય.જો હાથમાં જો એક જ બંગડી હોય તો તેનો અવાજ ક્યાંથી થાય ?તેમ વસ્તી માં રહેવાથી,કજિયા-કંકાશ થાય માટે સાધુઓએ એકાંતવાસ કરવો જોઈએ.
(૨૧) લુહાર-બાણ બનાવનાર લુહાર પાસેથી- તન્મયતા તો બોધ લીધો.
એક લુહાર બાણ બનાવતો હતો,અને તે પોતાના કાર્ય માં એટલો મગ્ન થયો હતો કે રાજાની સવારી
વાજ્તે ગાજતે પસાર થઇ ગઈ પણ તેણે કાંઇ ખબર પડી નહિ.ઈશ્વર ની આરાધના આવી તન્મયતા વગર સિદ્ધ થાય નહી.ધ્યાતા,ધ્યાન અને ધ્યેય એક બને ત્યારે જીવ કૃતાર્થ થાય છે.
(૨૨) સર્પ-પાસેથી એકલા રહેવું અને ફરતા રહેવું એવો બોધ લીધો.
(૨૩)કરોળિયા-પાસેથી –ઈશ્વર કરોળિયા ની જેમ માયા થી શ્રુષ્ટિ રચે છે અને તેનો સંહાર કરે છે તેવો બોધ લીધો. કરોળિયો પોતાના મુખમાંથી લાળ ઉત્પન્ન કરી રમત રમે છે,જાળ બનાવે છે.
અને છેલ્લે તે પોતાની લાળ ગળી જાય છે.
(૨૪) ઈયળ-પાસેથી -જો કેવળ ઈશ્વર પર જ મન એકાગ્ર કરવામાં આવે તો પોતે ઈશ્વર-રૂપ બની જાય છે તેવો બોધ લીધો.
ભમરી ઈયળ ને પકડી લાવી દરમાં પૂરે છે અને વારંવાર ઈયળ ને ડંખ મારે છે.ને દરમાં પુરી બહાર જાય છે. ઈયળ ને ભમરી નો ડર લાગે છે કે હમણાં ભમરી ફરી આવશે અને ડંખ મારશે,આમ ઈયળ ભમરી ના ડરથી અને ભમરી નું સતત ચિંતન કરતાં કરતાં અંતે ભમરી બની જાય છે.
અહીં ઈયર મરી ને ભમરી થાય છે તેવું નથી,પણ ભમરી નું ચિંતન કરતાં તે ભમરી બની જાય છે.
તેમ જીવ પણ અનેક દુઃખો સહન કરતા ઈશ્વરનું સતત ધ્યાન રાખે તો,તે ઈશ્વર ના સ્વ-રૂપ ને પ્રાપ્ત થાય છે.મન વિષયો નું ચિંતન કરે તો તેમાં ફસાય પણ પ્રભુનું ચિંતન કરે તો મન પ્રભુમાં મળી જાય છે.
યદુરાજા,ગુરૂ દત્તાત્રેય ના ચરણો માં સાષ્ટાંગ પ્રણામ કરે છે.
તે પછી શ્રીકૃષ્ણ ઉદ્ધવ ને બંધન અને મોક્ષ નું સ્વરૂપ સમજાવે છે.
બંધન અને મોક્ષ એ મન ના ધર્મો છે.
હે ઉદ્ધવ,આ જીવ મારો જ અંશ છે,તેમ છતાં અવિદ્યાથી (અજ્ઞાનથી) તેને બંધન થાય છે.અને જ્ઞાન થી મોક્ષ.
આત્મા તો સદા મુક્ત જ છે.
આત્મ-જ્ઞાન વગરના બંધાયેલા છે અને આત્મ-જ્ઞાન વાળા તો સદા મુક્ત છે
જે પુરુષની પ્રાણ,ઇન્દ્રિય,મન તથા બુદ્ધિ ની વૃત્તિઓ સંકલ્પ રહિત થયેલી હોય છે.તે દેહમાં રહેલો હોવાં છતાં,દેહ ના ગુણો થી મુક્ત જ છે.દેહ-સંબંધ છૂટે ત્યારે બ્રહ્મ-સંબંધ થાય છે.
તે પછી શ્રીકૃષ્ણે ઉદ્ધવને સાધુ-પુરુષો ના લક્ષણો બતાવ્યા,ભક્તિ ના લક્ષણો બતાવ્યાં.
સત્સંગ નો મહિમા વર્ણવ્યો.વૃત્રાસુર,પ્રહલાદ,બલિરાજ,વિભીષણ,સુગ્રીવ,હનુમાન,કુબ્જા,વ્રજની ગોપીઓ –
વગેરે સત્સંગ થી જ પ્રભુને પ્રાપ્ત કરી શક્યા હતા.