શત-શ્લોકી-20-(આદિ) શંકરાચાર્ય
રચિત
--જે મનુષ્ય વેદ ને જાણતો હોય (જ્ઞાની હોય) પણ આત્મા ને જાણતો ના હોય,
તેનાં
કરેલાં (સત્) કર્મો નું થોડુંક જ ફળ તેના મરણ પછી –સ્વર્ગ-લોક માં તેને લઇ જાય છે
અને
છેવટે
તે ફળ નો નાશ થતાં તેને ફરી જન્મ લઇ-આ જગતના મોટાં દુઃખો ભોગવવા પડે છે.
--જે
મનુષ્ય વેદ ને જાણતો હોય (જ્ઞાની હોય) અને આત્મા ને પણ જાણતો હોય,અને
તેના
કરેલાં (સત્) કર્મો નું તે ફળ ઈચ્છે તો તેના કર્મો નાં જે મોટા ફળ મળે અને એ ફળ
ભોગ
કરતાં
અને વાપરતાં –કર્મો નો નાશ થાય અને સાથે સાથે નવાં સત્કર્મો પણ કરે –
એમ
કરતાં કરતાં ક્રમે ક્રમે છેવટે કોઈ વખત
મોક્ષ-રૂપ ફળ નો ઉપભોગ પણ કરે છે.
--પણ
પૂર્ણ આત્મજ્ઞાની મનુષ્ય કોઈ પણ ફળ-ભોગ ઈચ્છતો જ નથી,તેથી તેને આત્મા નો જ
સાક્ષાત્કાર
થતાં સર્વ સુખો આપોઆપ જ મળે છે, માટે એ આત્મા જ ઉપાસવા યોગ્ય છે. (૮૬)
સૂર્ય,ચંદ્ર,અગ્નિ
વગેરે પદાર્થો આંખ ના ઉપયોગ કર્યા વગર દેખાતા નથી,પણ આંખ ને જોવા ની શક્તિ આપનાર
આત્મા છે,એટલે કે આંખ ને સહુ પ્રથમ આત્મા પ્રકાશિત કરે છે,
અને
તે આત્મા ની જ્યોતિ (શક્તિ) થી જ સૂર્ય,ચંદ્ર,અગ્નિ વગેરે પદાર્થો પ્રત્યક્ષ કરી
શકાય છે.
અને
પછી તે સૂર્ય,ચંદ્ર,અગ્નિ વગેરે ના પ્રકાશ થી બીજા બધા પદાર્થો નું જ્ઞાન થાય છે.
આ
ઉપરથી સિદ્ધ થાય છે કે-આ આત્મા જ જગતમાં પ્રકાશે છે અને સૂર્ય,ચંદ્ર,અગ્નિ વગેરે
ને પણ
જે
અદભૂત તેજ આપે છે અને જે તેજ તેમની પાસે છે તે આત્મા જ (આત્મા નું જ તેજ) છે. (૮૭)
આ
જીવ પ્રાણવાયુ ને લીધે ફરીફરી પાણી પીએ છે અને અન્ન ખાય છે, અને
તે
પ્રાણવાયુ થી જ બળ પામેલો જઠરાગ્નિ
પાચનક્રિયા કરે છે.(અન્ન નો રસ બનાવે છે)
પછી
વ્યાન નામનો વાયુ આખા શરીર ની નાડીઓ માં આ ખાધેલા અન્ન નો રસ લઇ જાય છે.અને
અપાન નામનો વાયુ
નિરસ થયેલા દુર્ગંધી મળ-મૂત્ર ને શરીર માંથી બહાર કાઢે છે.
આમ
પ્રાણવાયુ,સર્વ ઇન્દ્રિયો નો અધિપતિ કહેવાય છે,અને જે પૂર્ણ ચૈતન્ય ની સત્તા થી,તે
બધો
વ્યાપાર
કરે છે તે પ્રાણ ના પણ પ્રાણ,પરમેશ્વર સર્વના સાક્ષી છે,સર્વ ના ચક્ષુ ના પણ ચક્ષુ
છે.
વળી
તે પૂર્ણ ચૈતન્ય ના પ્રકાશ ને લીધે જ જુદાં જુદાં સ્વરૂપ અને સ્થિતિ વાળાં,
પૃથ્વી,જળ,પવન
સૂર્ય તથા ચંદ્ર વગેરે પ્રકાશે છે ને “તે” પૂર્ણ ચૈતન્યમાં વસે છે.
આવા
પરમેશ્વર ને વીજળી નો સમુદાય,અગ્નિનો ઢગલો,કે તારા-નક્ષત્રો પ્રકાશિત કરી શકે નહિ.
એ
જ શાંત,જ્યોતિ,અનંત,જ્ઞાનવાન,અજન્મા,અમર,નિત્ય,અને જન્મ-શૂન્ય બ્રહ્મ છે, અને
“તે
જ બ્રહ્મ હું છું” આવો અનુભવ જેને સંત-સદગુરૂ ની કૃપા થી થયો હોય,તો તે પુરુષ જીવન-મુક્ત
છે.
અને
કેવળ આવો મનુષ્ય જ નિત્યાનંદરૂપ પરમ ધામમાં પ્રવેશ કરે છે.કારણકે,
તેની
અનાદિ કાળ ની માયારૂપ ઉપાધિ જતી રહી હોય છે.તેનું મન સર્વ પ્રકારના ભ્રમ થી રહિત
થયું હોય છે,અને તેની સંદેહ-વૃત્તિ નાશ પામી હોય છે, (૮૮-૯૧)