શત-શ્લોકી-13-(આદિ) શંકરાચાર્ય રચિત
જેમ,
સૂર્ય એક જ છે પણ જુદા જુદા જળમાં પ્રતિબિંબ રૂપ થવાને કારણે અનેક સૂર્ય-પણા ને પામે
છે,
અને
તે જળ-રૂપ ઉપાધિ જેવી સ્થિતિ કે ગતિમાં હોય તેની સમાનતા ને પણ પામેલો જણાય છે.
તેમ,પરમાત્મા
નાના-મોટાં અનેક પ્રાણીઓ-રૂપ ઉપાધિ માં (જીવ રૂપે),પ્રતિબિંબીત થઇ,
અનેક
રૂપે ભાસે છે,વળી (અને)
તે
ઉપાધિ ની સ્થિતિ પ્રમાણે,ગતિ પ્રમાણે –તેની સમાનતા ને પામેલા જણાય છે,અને
અનેક
સ્વ-ભાવો થી યુક્ત થયેલા જણાય છે.
પરંતુ,ખરી
રીતે,જેમ,સૂર્ય ,જળ ના કોઈ પણ ધર્મ થી યુક્ત થયા વિના,પોતાના મૂળ-રૂપે સ્પષ્ટ-પણે
પ્રકાશે
છે,તેમ પરમાત્મા પણ,તે તે ઉપાધિઓ ના કોઈ પણ સ્વભાવ કે ધર્મ થી યુક્ત થયા વિના,
શુદ્ધ
સ્વ-રૂપે,અને સ્પષ્ટ પ્રકાશે છે, (૫૨)
જેમ,ચંદ્ર
ની અંદર પ્રતિબિંબિત થયેલાં સૂર્ય નાં જ કિરણો થી રાત્રિ નું ગાઢું અંધારું નાશ
પામે છે,અથવા,
જેમ,દિવસે
કાંસા ના વાસણમાં પ્રતિબિંબિત થયેલાં સૂર્ય નાં જ કિરણો થી જ ઘરનું અંધારું નાશ
પામે છે,
તેમ,
બુદ્ધિમાં પ્રતિબિંબિત થયેલી અને ઇન્દ્રિયો દ્વારા ફેલાતી,પરમાત્મા ની કાંતિ (તેજ)
વડે,
ચારે
બાજુ નામ-રૂપ વાળા પદાર્થો નિરંતર પ્રકાશે છે.(૫૩)
જેમ,
એક જ આકાશ,ત્રણ પ્રકારનું જણાય છે,(૧) જળ યુક્ત આકાશ (૨)જળ માં પ્રતિબિંબિત આકાશ.
(૩)
જળ ની અંદર અને બહાર રહેલું આકાશ.
તેમ,એક
જ “આત્મ-તત્વ” (અવિદ્યા-અજ્ઞાન-માયા થી) ત્રણ પ્રકારનું દેખાય છે.
(૧)
પૂર્ણાત્મા (પરમ તત્વ) (૨) અનાત્મા (જડ પદાર્થો) (૩) ચિદાભાસ (ચિત્ત નો અભાસ)
આમાંનું
પહેલું સ્વ-રૂપ તે જ પરમતત્વ છે. બીજું બુદ્ધિ થી યુક્ત (જડ પદાર્થો) છે અને
ત્રીજું,તે
બુદ્ધિ માં માત્ર આભાસ રૂપે જણાય છે.
આમાં
પૂર્ણ સ્વરૂપ અને બુદ્ધિ થી યુક્ત,-એ બંને ની એકતા નું જયારે જ્ઞાન થાય છે,
ત્યારે
અવિદ્યા (અજ્ઞાન) પોતાનાં કાર્યો (ચિદાભાસ) વગેરે ની સાથે જ નાશ પામે છે.(૫૪)